રાજકોટમાં કોઠારીયા સોલવન્ટ પાસે બરકતીનગરમાં રહેતા વેપારીને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે બ્લોક ઓરા કંપનીના સંચાલકોએ . ૧૩ લાખનું રોકાણ કરાવી તેની સાથે છેતરપિંડી કરી હતી. જે અંગે અંકલેશ્વરના શખસ સહિત પાંચ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ટોળકીએ આ પ્રકારે અન્ય કેટલાક વ્યકિતઓ સાથે પણ છેતરપિંડી કરી કરી છે. જે અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, કોઠારીયા સોલવન્ટ પાસે બાલાજી એપાર્ટમેન્ટ સામે બરકતીનગરમાં રહેતા મોહસીન રસીદભાઈ મુલતાની(ઉ.વ ૪૨) નામના વેપારીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે અંકલેશ્વરમાં રહેતા બ્લોક ઓરા કંપનીના ફાઉન્ડર ફિરોઝ દિલાવરભાઈ મુલતાની તેના ટેકનિકલ મેનેજર અને પાર્ટનર નિતીન જગતિયાની, કંપનીના સૌરાષ્ટ્ર્ર હેડ અમિત મનુભાઈ મુલતાની, માર્કેટિંગ હેડ અઝદ્દીન સત્તારભાઈ મુલતાની (રહે. અંકલેશ્વર) અને ગુજરાત હેડ મકસુદ સૈયદ (રહે. અંકલેશ્વર) ના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે પરિન ફર્નિચર પાછળ ઓનેસ્ટ સેલ્સ એજન્સી નામથી કપડાં ધોવાના સાબુની એજન્સી ચલાવે છે. ત્રણેક વર્ષ પૂર્વે ગ્રીનલેન્ડ ચોકડી પાસે યુવાનને તેમના સમાજના અમિત મુલતાનીએ વાત કરી હતી કે, હમણાં ક્રિપ્ટો કરન્સીનું બહત્પ ચાલે છે અને ફિરોજ મુલતાની એક કોઈન બનાવ્યો છે જે લિસ્ટિંગ થશે એટલે જબરા પિયા મળે તેવી વાત કરી હતી અને કહ્યું હતું કે જો અત્યારે આ કોઈનમાં ચાર લાખનું રોકાણ કરો તો રોજના ૪૦૦૦ પિયા વળતર મળશે તેવી વાત કરી હતી. વધારે પૂછતા તેણે કહ્યું હતું કે, ક્રિપ્ટો કરન્સી અંગે લીંબડીમાં આપણા સમાજનું સંમેલન થવાનું છે ત્યાં ફિરોજભાઈ અને તેની ટીમ આવવાની છે.
બાદમાં ફરિયાદી તથા તેના સમાજના બીજા માણસો લીંબડી ગયા હતા યાં ફિરોજ, અમિત, અઝદ્દીન સહિતના હાજર હતા અને તેણે પોતાનો પરિચય આપી સમજાવ્યું હતું કે ક્રિપ્ટો કરન્સી માટે બ્લોક ઓરા નામની કંપની બનાવી છે અને અમે ટીબેક નામનું કોઈન લોન્ચ કરવાના છીએ અને તે લિસ્ટિંગ થાય તે પહેલાં તમે આમાં રોકાણ કરશો તો તમને બહત્પ જ મોટા પ્રમાણમાં ફાયદો મળશે તેવી વાત કરી હતી. જેથી ફરિયાદીએ તેમના વિશ્વાસમાં આવી જઇ કુલ પિયા ૧૩ લાખનું રોકાણ કયુ હતું. જેમાં ત્રણ આઈડી માં ૨૪૫ ટીબેક ટ્રસ્ટ વોલેટમાં બતાવ્યા હતા જે વિડ્રોલ થતાં ન હતા.
ત્યારબાદ ફરિયાદીને તમને રોકાણ કરતા વધુ પૈસા મળશે તેવા વાયદાઓ આપી આજદિન સુધી રોકાણ કરેલી રકમ પરત ન આપી તેમની સાથે છેતરપિંડી કરી હતી. આ ટોળકી આ પ્રકારે રાજકોટ, બોટાદ, ભાવનગર, જસદણ સહિતના વિસ્તારના લોકો સાથે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. હાલ આ બાબતે વેપારી યુવાન દ્રારા નોંધાવવામાં આવેલી ફરિયાદ પરથી તાલુકા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તેમને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ બી.આર.ભરવાડ ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech