પતંગ સાથે યુવા હૈયાઓની પણ ઊંચી ઉડાન: આખો દિવસ પતંગ, બપોરે ઊંધિયું અને સાંજે ફટાકડાની મોજ : સાંજે ધાબા પર તથા રસ્તા પર આતશબાજી અને ફટાકડા ફોડીને આનંદ વ્યક્ત કર્યો : ખંભાળિયાના સ્લમ વિસ્તારોમાં પતંગ, ફીરકીનું વિતરણ: રોબીન હુડ આર્મીની વધુ એક સેવા પ્રવૃત્તિ
ઉમંગના પર્વ મકરસંક્રાંતિની ગઈકાલે રવિવારે ખંભાળિયાના નગરજનોએ અનેરા ઉમંગ ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી. ગઈકાલે દિવસ દરમિયાન પવનની વધતી-ઘટતી જતી ગતિ વચ્ચે પણ લોકોએ આખો દિવસ ધાબે રહીને પતંગ ચગાવ્યા હતા.
ઉતરાયણ નિમિત્તે છેલ્લા બે દિવસથી સમગ્ર શહેરમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં ખાસ કરીને બજારોમાં પતંગ, ફિરકી-દોરા ઉપરાંત મુખોટા અને પીપૂડાના વિક્રેતાઓને ત્યાં નોંધપાત્ર ઘરાકી જોવા મળી હતી. વિવિધ આકાર, પ્રકારના પતંગોથી બજારો સુશોભિત થઈ હતી અને તમામ વેપારીઓને ત્યાં નોંધપાત્ર ઘરાકી જોવા મળી હતી.
રવિવારે ઉતરાયણ પર્વ નિમિત્તે સવારથી પતંગરસીયાઓએ ધાબા પર તેમજ અગાસી પર પહોંચી ગયા હતા અને તેમના સાથી - મિત્રો વચ્ચે સાથે પતંગ ચગાવી ને આનંદ લૂંટ્યો હતો. ખાસ કરીને યુવા હૈયાઓએ આ પર્વને ઉમંગ, ઉત્સાહથી માણ્યો હતો. શહેરમાં મહદ અંશે બપોર બાદ ધાબા ઉપર નગરજનો ખૂબ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા.
આનંદની ચીચીયારીઓ સાથે "એ કાયપો છે" અને "લપેટ... લપેટ..."ની ગગનભેદી ગુંજ સાંભળવા મળતી હતી. બપોરે સ્વાદ શોખીન નગરજનોએ ઊંધિયા-પુરીની મોજ માણી હતી. ધાબા પર પતંગ ઉડાવતા ચીકી, મમરાના લાડુ, બોર વિગેરેનો સ્વાદ પણ લોકોએ માણ્યો હતો. શહેરના તમામ ઊંધિયું વિક્રેતાઓને ત્યાં ઊંધિયાનો સ્ટોક બપોરે જ ખલાસ થઈ ગયો હતો. મોડી સાંજ સુધી પતંગરસીયાઓએ પતંગ ચગાવ્યા બાદ સાંજે ધાબા પર તથા રસ્તા પર આતશબાજી અને ફટાકડા ફોડીને આનંદ વ્યક્ત કર્યો હતો.
આમ, એકંદરે ગઈકાલે અબાલ-વૃદ્ધ સૌ લોકોએ ઉમંગના આ પર્વને મન ભરીને ઉજવ્યો હતો અને સેવાભાવીઓ તથા દાતા સદગૃહસ્થોએ દાન પુણ્ય કરી અને પુણ્યનું ભાથું બાંધ્યું હતું.
ખંભાળિયા પંથકમાં તમામ તહેવારો સાથે અવારનવાર વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરતી જાણીતી સેવા સંસ્થા રોબિન હૂડ આર્મીના ઉપક્રમે રવિવારે મકરસંક્રાંતિની પૂર્વ સંધ્યાએ શનિવારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં દાતાઓના સહયોગથી પતંગ તથા ફિરકીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રોબિન હૂડ આર્મીના અહીંના અગ્રણી સેવાભાવી કાર્યકર વિકીભાઈ રૂઘાણી દ્વારા કરવામાં આવેલા આ આયોજનમાં ગરીબ પરિવારના બાળકો પણ પતંગને ઉડાડવાની મોજ માણી શકે તે માટે સારી ગુણવત્તાવાળી ફીરકી તથા વધુ સંખ્યામાં સુંદર આકર્ષક પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આશરે ૨૦૦ જેટલા બાળકોને પતંગ, ફીરકી ઉપરાંત ખાદ્ય ચીજ વસ્તુઓ પણ આપવાનો શ્રમયજ્ઞ શનિવારે મોડી સાંજ સુધી ચાલ્યો હતો. જેમાં આંતરિયાળ વિસ્તારો કે જ્યાં કોઈ પણ પ્રકારની સહાય, સેવા ભાગ્યે જ પહોંચે છે, ત્યાં ખાસ વાહનો મારફતે જઈને પતંગ અને ફીરકી ઉપરાંત ખાદ્ય સહિતની ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી. આ ચીજ વસ્તુઓ મેળવીને બાળકો સાથે તેમના પરિવારજનોમાં પણ અનેરી ખુશી જોવા મળી હતી.
આ સેવા કાર્યમાં સેવાભાવી દાતાઓના સહયોગથી અહીંના સેવાભાવી કાર્યકર વિકીભાઈ રૂઘાણી સાથે વનરાજસિંહ વાઢેર, લાલજીભાઈ ભુવા, ભવ્ય ગોકાણી, મનન કારીયા, હસુભાઈ ધોળકિયા સાથે પત્રકાર કુંજનભાઈ રાડિયા, નમ્ર ટીલવા, અશોકભાઈ કાનાણી પણ સાથે જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMશ્રી દ્વારકાધીશ જગત મંદિરના પ્રસાદની ગુણવતા મુદ્દે મંદિરના પૂજારી પ્રમુખ સાથે ખાસ વાત ચિત્ત
December 24, 2024 07:15 PMચેમ્પિયન્સ ટ્રોફી-2025નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો ક્યારે રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ
December 24, 2024 05:57 PMનાસાના પાર્કરે રચ્યો ઇતિહાસ, સૂર્યની સૌથી નજીક પહોંચનાર પ્રથમ અવકાશયાન બન્યું
December 24, 2024 05:38 PM'દારૂ પીધા પછી બંધારણ લખાયું હશે', અરવિંદ કેજરીવાલના આ વિડિયોને લઈને પોલીસ કેસ
December 24, 2024 05:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech