તળાજા સહિત સમગ્ર જિલ્લામાં ચકચારી એવા તળાજા તાલુકાના પીંગળી ગામે વાડી વિસ્તારમાં પાંચેક માસ પૂર્વે નિંદ્રાધિન અવસ્થામાં દંપત્તિની થયેલી હત્યાનું રહસ્ય ઉકેલવા અને તેમાં સંડોવાયેલા શખ્સો સુધી એલસીબી, એસઓજી સહિતની પોલીસની ટીમો અસફળ રહ્યા બાદ ઘેરા બનેલા રહસ્યના ઉકેલ માટે આઈજી દ્વારા સ્પેશલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ની પણ રચના કરીટીમને કામે લગાડાઈ હતી. પરંતુ સીટની ટીમ પણ આરોપી સુધી ન પહોંચી શકતા આખરે કોર્ટમાં સમરી પણ ભરી દેવામાં આવી હતી. દરમ્યાનમાંલોકલ ક્રાઇમ બ્રાન્ચને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે ધીમી ગતિએ તપાસ હાથ ધરાઈ હતી અને પોલીસની લાંબી તપાસ બાદ મહત્વની કડીઓ હાથ લાગતા આ ચકચારી ઘટનાના રહસ્ય ઉકેલવા માટે ઉજળા સંજોગો ઉભા થયા હોવાનું જાણવા મળ્યું છે.
સમગ્ર ભાવનગર જિલ્લામાં ચકચારી બનેલી તળાજાના પીંગળી ગામે વાડી વિસ્તારમાં પાંચેક માસ પૂર્વે વાડી વિસ્તારમાં રહેતા શીવાભાઈ મોતીભાઈ રાઠોડ (ઉ. વ.૫૫) અને તેમના પત્ની વસંતબેન (ઉ. વ.૫૩)ની નિંદ્રાધિન અવસ્થામાં જક્રૂરતા પૂર્વક હત્યામાં પોલીસને કેટલીક મહત્વની કડીઓ હાથ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે પીંગળી ગામે થયેલી હત્યાનો તળાજા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં આગળ જતા એલસીબીઅને એસઓજીની ટીમ પણ જોતરાઈ હતી.પરંતુ તેમાં કોઈ સફળતા ન મળતા આઈજી દ્વારા સ્પેશલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી જોકે ઘટનામાં સંડોવાયેલા શખ્સો સુધી ટીમ પહોંચી ન શકતા પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ સમરી ભરવામાં આવી હતું.
દરમ્યાનમાં આ રહસ્યમય ઘટના અંગે પોલીસને કેટલીક મહત્વની કડીઓ હાથ લાગી હોવાનું અને મળેલી કડીઓના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોય આગામી સમયમાં ઘટના પરથી પરદો ઉંચકાય તેવા ઉજળા સંજોગો ઉભા થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech