રાજકોટ જિલ્લ ામાં ધાર્મિક અને પ્રવાસન સ્થળો વધુ વિકસીત કેમ કરાય અને પર્યટકો આ પ્રવાસન કેન્દ્રમાં વધુને વધુ કઈ રીતે આવે તે માટે રાજકોટ જિલ્લ ા સમાહર્તા તત્રં દ્રારા હાથ ધરાયેલા પ્રયાસો અને તૈયાર કરાયેલો પ્રોજેકટ રીપોર્ટ રાજકોટ જિલ્લ ા કલેકટર દ્રારા સોમનાથ ખાતે મળનારી ચિંતન શિબિરમાં રજુ કરાશે. આ પ્રોજેેકટમાં રાજકોટ જિલ્લ ાના પ્રવાસન કેન્દ્રોને વેગ આપવા માટે કવાયત કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજકોટ જિલ્લ ામાં અતિપૌરાણીકથી લઈ ધાર્મિક અને જુની ધરોહર સમા ઘણા ખરા સ્થાનોમાં ઘેલા સોમનાથ, હીંગોળગઢ, ગોંડલ નજીકની ખાંભાલીડાની ગુફા, ઓસમ ડુંગર તેમજ ઉપલેટા નજીક આવેલું રાધેક્રિષ્ન મંદિર સહિતના ઘણા આવા સ્થળો છે. રાય અને દેશ લેવલે આ સ્થળો વધુ પ્રચલીત બને અને ગુજરાતની મુલાકાતે આવનારા પર્યટકો રાજકોટ જિલ્લ ાના જુના પૌરાણીક પ્રવાસન સ્થળોની મુલાકાત લે. આ સ્થળો વધુ વિકસીત બને તે માટેના રાજકોટ જિલ્લ ા કલેકટર તત્રં દ્રારા પ્રયાસો કરાઈ રહ્યા છે. ઘણા ખરા સ્થળોને ડેવલપ પણ કરવામાં આવ્યા છે અને વધુ વિકાસ થાય તે માટે કામગીરી ચાલી રહી છે.
બે દિવસ બાદ ગુરૂવારથી સોમનાથ ખાતે રાયભરના આઈએએસ, આઈપીએસ સનદી અધિકારીઓની ત્રિદિવસીય ચિંતન શિબિર મળનારી છે. આ શિબિરમાં ગાંધીનગરથી ઉચ્ચ કક્ષાએથી ઉપરાંત જિલ્લ ા કલેકટરો, ડીડીઓ, સીપી, એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. આ ચિંતન શિબિરમાં અગાઉથી જ અધિકારીઓને અલગ અલગ પ્રોજેકટ ઉપર કામગીરી સોંપવામાં આવી હતી. રાજકોટ જિલ્લ ા કલેકટરને ત્રણ–ચાર પ્રોજેકટ સોંપાયા હતા. જેમાંથી પ્રવાસન સ્થળોને વિકસીત કરવાનો પ્રોજેકટ રાજકોટ જિલ્લ ા સમાહર્તા તત્રં દ્રારા પસદં કરાયો હતો અને તેના પર પ્રોજેકટ રીપોર્ટ તૈયાર થયો હોવાનું જાણવા મળે છે.
રાજકોટ જિલ્લ ા કલેકટર પ્રભવ જોષી પણ ગુરૂવારના રોજ સોમનાથ ખાતે મળનારી આ ચિંતન શિબિરમાં હાજર રહેશે. રાજકોટ જિલ્લ ામાં આવેલા અલગ અલગ પ્રવાસન સ્થળોની જુની અને વર્તમાન સ્થિતિ રજુ કરાશે. ઉપરાંત આ સ્થળો વધુ કઈ રીતે વિકસીત કરવામાં આવે રાજકોટ જિલ્લ ામાં પ્રવાસન વધુને વધુ કેમ ડેવલપ થાય અને સ્થાનિક ઉપરાંત રાય તથા દેશમાંથી આ પર્યટક સ્થળો પર પ્રવાસીઓ કેવી રીતે આકર્ષિત થાય તે માટેનો પ્રોજેકટ રીપોર્ટ તૈયાર થયો હોવાનું જાણવા મળે છે અને આ પ્રોજેકટનો ચિંતન શિબિરમાં પ્રેઝન્ટેશન કરવામાં આવશે.
આસ્થાનું કેન્દ્ર રામનાથ મહાદેવ મંદિર કયારે ડેવલપ થશે ?
રાજકોટ શહેરના ગ્રામ્ય દેવતા અસંખ્ય શ્રધ્ધાળુઓના આસ્થા કેન્દ્ર રામનાથ મહાદેવ મંદિરને ડેવલપ કરવાની વારંવાર વાતો થાય છે પરંતુ કોઈ ફળદાયી કામગીરી વાસ્તવિક રીતે હાથ પર લેવાતી નથી. આજી નદીના કાંઠે આવેલા આ મંદિરની જમીનની માલીકી કલેકટર તત્રં હસ્તકની છે. અગાઉ ગુજરાત રાય પ્રવાસન બોર્ડ દ્રારા એ સમયના વાઈસ ચેરમેન રાજુભાઈ ધ્રુવ દ્રારા મંદિરનું નવનિર્માણ થાય તે માટેના પ્રયાસો હાથ ધરાયા હતા. એ સમયના તત્કાલીન કલેકટર અને ટીમ દ્રારા મંદિરની વિઝીટો કરાઈ હતી. મંદિરના વિકાસનો પ્રોજેકટ તૈયાર થયો હતો. તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્રારા રામનાથ મંદિર માટે પાંચ કરોડની ગ્રાન્ટ પણ મંજુર થઈ હતી. આ મંદિરનું કામ ખાતમુહત્પર્ત થયું પરંતુ જાણે કોઈ ગ્રહણ લાગી ગયું હોય અથવા તો રાજકીય હત્પંસાતુંસી વચ્ચે રામનાથ મહાદેવ મંદિરનું ડેવલપમેન્ટ અટકીને ઉભું રહી ગયું છે. વર્તમાન કલેકટર દ્રારા રાજકોટ જિલ્લાના પ્રવાસન સ્થળો વિકસીત કરવા માટેનો પ્રોજેકટ ચિંતન શિબિરમાં રજુ થનાર છે તે સારી બાબત છે પરંતુ રાજકોટ શહેરનું સ્થાનિક અને લાખો લોકોના શ્રધ્ધાનું સ્થાન રામનાથ મંદિર ડેવલપ થાય તે દિશામાં પણ ખરા અર્થમાં પગલા ભરવા જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech