જામનગરમાં બોર્ડની પરીક્ષામાં કુલ ૨૬૬ ગેરહાજર : નો કોપી કેસ

  • March 12, 2024 01:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રથમ પેપર સરળ નીકળતા વિધાર્થીઓ ખુશખુશાલ : આજે ધો. ૧૨માં ભુગોળ, એસપીના પેપર

જામનગર સહિત રાજયમાં ગઇકાલે બોર્ડની પરીક્ષાનો શાંતીપુર્ણ વાતાવરણમાં શુભારંભ થયો હતો, પ્રથમ પેપર સરળ નીકળતા વિધાર્થીઓ ખુશ થયા હતા, ધો. ૧૦માં જામનગરમાં ૨૦૭ વિધાર્થી ગેરહાજર અને ધો. ૧૨માંં વિ.પ્ર.માં ૨૦ અને સા.પ્ર.માં ૩૯ છાત્ર ગેરહાજર રહયા હતા, આજે ધો. ૧૨માં ભુગોળ અને એસપીના પેપર લેવાશે.
જામનગરમાં ધો. ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાનો સોમવારથી શુભારંભ થયો હતો, પરીક્ષા કેન્દ્રો ખાતે વિધાર્થીઓને કુમકુમ તિલક કરી મોઢા મીઠા કરાવીને આવકાર્યા હતા અને શુભકામનાઓ પાઠવી હતી, ધો. ૧૦માં ગુજરાતીનું પ્રથમ પેપર લેવાયુ હતું જેમાં ૧૩૮૬૬ વિધાર્થીઓ હાજર રહયા હતા અને ૨૦૭ વિધાર્થીઓ ગેરહાજર રહયા હતા.
ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં નામના મુળતત્વો અને વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનનું પેપર લેવાયુ હતું, સામાન્ય પ્રવાહમાં ૫૯૮૯ વિધાર્થીઓમાંથી ૫૯૫૦ હાજર અને ૩૯ ગેરહાજર રહયા હતા, જયારે વિ.પ્ર.માં ૧૯૯૩ હાજર અને ૨૦ ગેરહાજર નોંધાયા હતા, આમ પ્રથમ દિવસે ધો. ૧૦-૧૨માં કુલ ૨૬૬ વિધાર્થીઓ ગેરહાજર રહયા હતા. ધો. ૧૦માં મુખ્ય પેપર ગુજરાતીનું અને અન્ય ભાષાકીય એટલે કે અંગ્રેજી/હિન્દી અને સંસ્કૃતના પેપર લેવાયા હતા, એક પણ કોપી કેસ પ્રથમ દિવસે નોંધાયો ન હતો અને શાંતીપુર્ણ વાતાવરણમાં પહેલા દિવસના પેપરો પુર્ણ થયા હતા.
તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને કેન્દ્રો ખાતે સુચારુ વ્યવસ્થા શિક્ષણ વિભાગ દ્વારા ગોઠવવામાં આવી છે. ક્ધટ્રોલરુમ કાર્યરત કરાયો છે. ધો. ૧૦માં ગુજરાતીનું પહેલુ પેપર સરળ નીકળ્યુ હતું, ધો. ૧૨માં પાઠય પુસ્તક આધારીત પેપર નીકળતા વિધાર્થીઓમાં આનંદ જોવા મળ્યો હતો. આજે ધો. ૧૦માં રજા છે અને ધો. ૧૨માં સવારના સેશનમાં ભુગોળ અને બપોરના સેશનમાં એસપીના પેપર લેવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application