બાબરાના મોટા દેવળીયા ગામે સસરાના મકાનમાં રહેતી અને ગોંડલ માવતર ધરાવતી ડિમ્પલબેન પ્રકાશભાઈ સાનેપરા (ઉ.વ.૩૩)ની પરિણીતાએ (૧) સુરત રહેતા પતિ પ્રકાશ દિલીપભાઇ સાનેપરા, સાસુ રસીલાબેન, મોટા સસરા કરશનભાઇ તેનો પુત્ર જીગાભાઇ કરશનભાઇ સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું છે કે, પહેલા લ રાજકોટના ગઠકા ગામે થયા હતા અને લ જીવન દરમિયાન એક દીકરી છે, ત્યાં રાજીખુશીથી છૂટું કરી બીજા લ વર્ષ ૨૦૧૯માં મોટા દેવળીયા ગામે રહેતા પ્રકાશ દિલીપભાઈ સોનેપરા સાથે થયા છે આ લ જીવન દરમિયાન પણ સંતાનમાં એક પુત્રી છે. બંને દીકરીઓ સાથે હત્પં મોટા દેવળીયા ગામે સસરાના મકાનએ રહત્પં છું, મારા લ થયાને થોડો સમય બાદ પતિ અને સાસુ અમે સુરત રહેવા ચાલ્યા ગયા હતા ત્યાં પતિને ઇલેકિટ્રકની દુકાન હતી. લના થોડા સમય સુધી મને બરાબર રાખી હતી. બાદમાં સાસુ નાની નાની વાતમાં મેણાટોણા મારી ઝગડો કરતા હતા અને આગલા ઘરની દિકરી સાથે પણ બરાબર વર્તન કરતા નહતા. પતિ પણ એમ કહેતા કે ફોરમ તારા આગલા ઘરની દીકરી છે, તેની જવાબદારી અમારી નથી, એને સાચવવી હોઈ તો તારા પિતા પાસેથી પૈસા લઇ આવ, બીજી દીકરી ની જન્મ થતા સાસુ કહેતા કે અમારે દીકરો જોતો હતો ત્યે દીકરીને જન્મ આપ્યો છે. સાસુને પતિ ચડામણી કરતા હોવાથી મને માર મારતા હતા. વર્ષ ૨૦૨૧માં નણંદના લ હોવાથી પતિએ મને ઉછીના પૈસા આપવાનું કહ્યું હતું જો તું પૈસા નહીં આપે તો હત્પં તારી સાથે નહીં બોલું આથી મેં ઘર સંસાર બચાવવા મારી બચતના દોઢ લાખ પતિને આપ્યા હતા, આ પૈસાની ઉઘરાણી કરતા પતિ ગાળો આપતા અને સાસુ કહેતા કે પૈસા પાછા આપવાના નથી તારાથી થાય એ કરી લે જે, દેવળીયા રહેતા મોટા સસરા સુરત આવે ત્યારે એવું બોલતા કે છૂટાછેડા કરી નાખવા છે. અને ઝગડા કરતા હતા.
હત્પં સાતમ આઠમ કરવા માવતરના ઘરે ગોંડલ આવી ત્યારે મારા પતિનો ફોન આવ્યો હતો કે, મારે તું હવે જોઈતી નથી, હવે તું પાછી આવતી નહીં, મારા મોટા સસરા કરશનભાઈનો મારા પિતાને ફોન આવ્યો હતો કે, સુરતથી પ્રકાશએ સામાન ભરી લીધો છે. અને દેવળીયા સામાન રહેવાનો છે, હવે તમારી દીકરી અમારે જોતી નથી એટલે મોકલતા નહીં, પિતાએ પણ તેમને સમજાવતા સમયા નહતા બાદમાં હત્પં સુરત ગઈ તો ત્યાં મકાન ખાલી કરેલું હતું, અને દુકાને ગઈ તો પતિ મને જોઈને ભાગી ગયા હતા. આમ મને અને મારી બંને દીકરીઓને કાઢી મુકતા હત્પ,ં મોટા દેવળીયા ગામે સસરાના ઘરે આવતા ત્યાં તાળું માયુ હતું આ બાબતે બાબરા પોલીસને જાણ કરતા પોલીસની મદદથી તાળું ખોલાવ્યું હતું અને હત્પં રહેતી હતી તો સાસુ, મોટા સસરા અને તેનો પુત્ર અહીં પણ મને રહેવા દેતા નહ અને હેરાન કરી ત્રાસ આપતા હતા. બાબરા પોલીસે પરિણીતાની ફરિયાદ પરથી પતિ, સાસુ, મોટા સસરા અને તેના પુત્ર સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech