સાવરકુંડલાના જીંજુડા ગામે માવતરના ઘરે રિસામણે રહેતી કિરણબેન જીતેન્દ્રભાઈ મોરવાડીયા (ઉ.વ.૨૫)નામની પરિણીતાએ ધારીના કાથરોટા ગામે રહેતા પતિ જીતેન્દ્ર સવજીભાઇ મોરવાડીયા, સસરા સવજીભાઇ ગોવિંદભાઇ મોરવડીયા, સાસુ ગીતાબેન, દિયર મામૈયા, મામાજી ભુપત છગનભાઇ કારેલીયા સામે સાવરકુંડલા ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા લગ્ન વર્ષ ૨૦૨૨ના રોજ જ્ઞાતિના રીત રિવાજ મુજબ કાથરોટા ગામે રહેતા જીતેન્દ્ર મોરવાડીયા સાથે થયા છે. સંતાનમાં દોઢ વર્ષનો પુત્ર છે. લગ્નના થોડો સમય સુધી ઘર સંસાર સારી રીતે ચાલ્યો હતો. બાદમાં મારા સાસુ ગીતાબેન કામકાજ બાબતે ટોક ટોક કરતા હતા અને તને કાંઈ કામ આવડતું નથી ખાલી વાતો કરતા જ આવડે છે, કામકાજમાં પાણી વાપરવાની પણ ના પાડતા અને પિયરમાંથી કરિયાવર સાવ ઓછો લાવી છો કહી ઝગડો કરતા હતા, સસરા, મામાજી અને પતિ કામેથી ઘરે આવે તો એને ચડામણી કરતા હોવાથી પાંચેય જણા ગાળો આપી પતિ સને સાસુ માર મારતા હતા. પિયરપક્ષમાં ફોન કરવા કે જવા દેતા નહીં. પિયરમાં જાવ તો કેટલાક દિવસો સુધો તેડવા આવતા નહતા. આવું બે વખત થયું ત્યારે સમાધાન કરી તેડી જતા હતા. સાસરામાં પરત ગઈ ત્યારે સાસુને બોલાવવાની કોશિષ કરૂ તો પણ બોલાવતા નહતા. અને ફરી ઝગડાઓ કરવા લાગ્યા હતા. પુત્ર રડતો હોઈ તો સાસુ–સસરા મને ગાળો આપવા લાગ્યા હતા. આમ વારંવાર મારકૂટ કરતા હોવાથી મેં મારા પિતાને ફોન કરતા મને અને પુત્રને પરિવારજનો તેડી ગયા હતા. અને આજસુધી કરિયાવરની સોનાની વીંટી, ચાંદીની લક્કી, વાસણ સહિતની ચીજવસ્તુઓ આજદિન સુધી પરત આપી નથી. પોલીસે પરિણીતાની ફરિયાદ પરથી પતિ સહીત સાસરીયા સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાણવડની મુરલીધર કોટેક્સ કપાસ મીલમાં આગ ભભૂકી
April 03, 2025 01:29 PMજામનગરમાં ગુગ્ગળી જ્ઞાતિ અને હિન્દુ સંસ્થાઓ દ્વારા રેલી: આવેદન
April 03, 2025 01:15 PMજામનગર : જીજી હોસ્પિટલના અધિક્ષક દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા
April 03, 2025 01:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech