રાજકોટમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી

  • July 16, 2024 07:19 PM 

રાજકોટમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે શહેરના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે. 


વિગતવાર વાત કરીએ તો રાજકોટ શહેરમાં છેલ્લા એક કલાકથી ભારે પવન સાથે વરસાદ અવિરત વરસી રહ્યો છે. જેના કારણે શહેરના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાની સમસ્યા સામે આવી છે. વરસાદી પાણી ભરાતા શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.


આ વિસ્તારમાં ભરાયા પાણી

શહેરના મુખ્ય માર્ગો ગણાતા યાજ્ઞિક રોડ, રેસકોર્સ પાર્ક, પોપટપરાનું નાલુ, એસ્ટ્રોન ચોક, કાલાવડ રોડ, કેકેવી સર્કલ, ઈન્દિરા સર્કલ, નાના મૌવા સર્કલ, મવડી, શીતલ પાર્ક સર્કલ, માધાપર ચોકડી, બીગબજાર ચોક સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે.




આગામી પાંચ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી આપી છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમૂક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. વલસાડ, નવસારી, સુરત, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ છે. જૂનાગઢ, દ્વારકા, પોરબંદર અને રાજકોટમાં રેડ અલર્ટ આપવામાં આવ્યુ છે. રાજ્ય પર શિયર ઝોન, ઓફશૉર ટ્રફ અને, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ સક્રિય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application