વર્ષની સૌથી મોટી મનાતી પૂનમ એટલે શરદ પૂનમ. આવતીકાલે તા.૧૭ ઓક્ટોબરને ગુરૂવારે ભાવનગર શહેર અને જિલ્લામાં ઊંધિયું દહીંવડા અને ગુલાબ જાંબુ ની સંગાથે લોકો શરદપૂનમની મજા માણશે. ભાવનગર શહેરના બોર તળાવ ઉપરાંત જિલ્લાના કોળીયાક,કુડા, હાથબ અને ગોપનાથ સહિતના સ્થળોએ લોકોની ભારે ભીડ જામશે.મિઠાઈ અને ફરસાણના વેપારીઓએ ઉંધીયું, દહીંવડા અને ગુલાબ જાંબુના વેચાણ માટે તૈયારીઓ કરી લીધી છે.
આવતીકાલે ગુરૂવારે શરદ પૂનમ છે આથી લોકો તહેવારને ઉજવવા માટે પરંપરાગત રીતે દર વર્ષની માફક આ વર્ષે પણ ઊંધિયું, દહીવડા ,ગુલાબજાંબુ વગેરેની ખરીદી કરશે. આ માટે મિઠાઈ અને ફરસાણની દુકાનોએ લોકોની ભારે ભીડ જામશે. તેલ મસાલા અને શાકભાજીના ભાવ વધેલા હોવાથી આ વર્ષે ઊંધિયાનો ભાવ પણ ઊંચો રહેશે.આમ છતાં,લોકો તહેવારને માણવા તેની ખરીદી કરશે. મીઠાઈ અને ફસાણાના વેપારીઓએ આ માટે મંડપ બાંધી અને તૈયારીઓ કરી લીધી છે.
આવતીકાલે શરદપૂર્ણિમાની રાત્રે લોકો ચંદ્રના શિતળ કિરણોમાં દૂધપૌંઆ રાખીને અમુક કલાક બાદ તેને આરોગશે.શરદપૂનમની મોડી રાત્રે દૂધપૌંઆ ખાવાનું આયુર્વેદની દ્રષ્ટિએ આરોગ્યપ્રદ છે.ખાસ કરીને ભાદરવા અને આસો માસમાં પિત્તનો પ્રકોપ વધે છે ત્યારે તેના શમન માટે દૂધપૌંઆ અકસીર ઈલાજ મનાય છે.
કાલે શરદ પૂનમની રઢિયાળી શિતળ ચાંદની રાતે લોકો ભાવનગર શહેરના બોર તળાવ ઉપરાંત જિલ્લાના ગોપનાથ, કોળીયાક,કુડા,હાથબ સહિતના ફરવા લાયક સ્થળોએ મોટી સંખ્યામાં સપરિવાર અને સગા સંબંધીઓ અને મિત્રો સહિત ઉમટી પડશે. અને જ્ઞાતિ, સંસ્થાઓ તેમજ મિત્ર વર્તુળો દ્વારા પૂનમની રાતે રાસ ગરબા અને જમવાના આયોજનો કરવામાં આવ્યા છે.આમ, કાલે ગોહિલવાડમાં શરદપૂનમની રાતલડીએ લોકો તહેવારનો આનંદ માણશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : વિજય પ્લોટ 10માં આવેલા મકાનમાં ભભૂકી આગ, ફાયરની ટીમ ઘટનાસ્થળે
April 11, 2025 10:14 AMરાજકોટમાં SMCનો દરોડો : 150 પેટી વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
April 11, 2025 10:12 AM51 સ્વામીઓનું લિસ્ટ બનાવી બેનર લગાવ્યું સ્વામીઓ પૂર્વ જન્મમાં વિવિધ ભગવાનો હોવાનો બેનરમાં ઉલ્લેખ
April 11, 2025 10:11 AMપોરબંદરમાં ભાજપ દ્વારા ગાંવ ચલો બસ્તી ચલો અભિયાન યોજાયુ
April 11, 2025 10:09 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech