દ્વારકાના મંદિરમાં ચાંદીના રથમાં શ્રીજી ઉત્સવની ચાર પરીક્રમા થશે: સ્તંથ સાથે રથને અથડાવી સચરાચર વરસાદની કામના કરાશે: કૃષ્ણભકતો ગોમતી નદીમાં સ્નાન કરશે: ખેડુતો ઓજારોની પુજા કરશે: જામનગરના સ્વામીનારાયણ મંદિર સહિત અન્ય મંદિરોમાં વિશિષ્ટ દર્શન
આવતીકાલે અષાઢી બીજ હોય જામનગર અને દેવભુમિ દ્વારકા સહિત સમગ્ર હાલારમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે, ખાસ કરીને ચારધામ પૈકીના ભગવાન દ્વારકાધીશના જગતમંદિરમાં અનેરી ઉજવણી થશે, ભગવાનને ચાંદીના રથમાં બેસાડીને ઉત્સવ સ્વપને ચાર પરીક્રમા કરવામાં આવશે, એટલું જ નહીં સ્તંથ સાથે રથને અથડાવીને આ સિઝનમાં સચરાચર વષર્નિી કામના કરવામાં આવશે. જામનગર અને જિલ્લાના મુખ્ય મંદિરોમાં અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવશે અનેક મંદિરોમાં મહાઆરતી સહિતના વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે જયારે ખેડુતોએ પણ આજે ઓજારોની પુજા કરી હતી, ગામડામાં શાળામાં બાળકોને મીઠુ મોઢુ કરાવીને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
દ્વારકાથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે, પુષ્ય નક્ષત્ર અનુસાર રવિવારે સાંજે અષાઢી બીજ નિમિતે ભગવાન દ્વારકાધીશજીના બાળ સ્વપની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, ભગવાનને ચાંદીના રથમાં બેસાડીને પુજારી પરીવાર દ્વારા દ્વારકાધીશજીના મુખ્ય ગર્ભગૃહને ફરતે ચાર પરીક્રમા કરાવવામાં આવશે, આ રથયાત્રામાં હજારો ભાવીકો જોડાશે.
મંદિરના પુજારીના જણાવ્યા મુજબ દર વર્ષે અષાઢી બીજે પરંપરાગત શ્રીજીના બાળ સ્વપને ગર્ભ ગૃહમાંથી બહાર લાવીને ભકતો માટે દર્શન ખુલ્લા મુકવામાં આવે છે, બાળ સ્વપે સફેદ ચાંદીના અશ્ર્વ અને ચાંદીના રથમાં બેસાડીને શ્રીજીને મુખ્ય મંદિરની ફરતે ચાર વખત પરીક્રમા કરાવાશે, ત્યારબાદ દરેક પરીક્રમા બાદ ભોગ અને આરતી પણ કરાશે, મંદિરની સામે આવેલા દેવકીજી માતાના મંદિર પાસે આવેલા સ્તંથને રથ સાથે અથડાવાશે, લોકવાયકા મુજબ આમ કરવાથી આકાશમાં વાદળો બંધાય છે અને સારો વરસાદ થતાં ખેડુતોને પણ લાભ થાય છે.
જામનગરના સ્વામીનારાયણ મંદિર સહિતના અનેક મંદિરોમાં ભગવાનના વિશિષ્ટ દર્શન અને આરતીનું આયોજન કરવામાં આવ્યું છે, આજ સવારથી જ ખેડુતોએ અષાઢી બીજ નિમિતે વડીલોને પગે લાગીને આર્શીવાદ મેળવે છે, એટલું જ નહીં શહેરમાં લોકો પણ આ દિવસો વડીલોને પગે લાગે છે. કેટલીક શાળાઓમાં બાળકોને મીઠાઇ આપવામાં આવે છે, ખાસ કરીને ખેડુત માટે આજનો દિવસ ખુબ જ મહત્વનો કહી શકાય, આમ આવતીકાલે અષાઢી બીજ નિમિતે સમગ્ર હાલારમાં બીજની ઉજવણી કરવા લોકો તલપાપડ બન્યા છે.
કાલે અષાઢી બીજ હોવાથી કેટલાક મંદીરોને પણ શણગારવામાં આવી રહ્યા છે અને કેટલાક મુખ્ય મંદીરોમાં અન્નકુટ દર્શન કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech