ભાઈબીજનો તહેવાર કારતક મહિનાના શુક્લ પક્ષના બીજા દિવસે ઉજવવામાં આવે છે. ભાઈબીજનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમનું પ્રતિક છે. આ દિવસે, બહેનો તેમના ભાઈઓને તિલક કરે છે અને બદલામાં ભાઈઓ તેમને ભેટ આપે છે. આ તહેવારને દેશભરમાં ભાઈ બીજ, ભ્રાત્રી દ્વિતિયા, યમ દ્વિતિયા, ભાઈ તિહાર અને ભાઈ ટીક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે.
હિંદુ કેલેન્ડર મુજબ, ભાઈબીજની તિથિ 2 નવેમ્બરે રાત્રે 8:21 વાગ્યે શરૂ થશે અને 3 નવેમ્બરે રાત્રે 10:05 વાગ્યે સમાપ્ત થશે. ઉદયા તિથિ અનુસાર, 3 નવેમ્બર, રવિવારના રોજ ભાઈબીજનો તહેવાર ઉજવવામાં આવશે.
ભાઈબીજના દિવસે તિલક લગાવવાનો શુભ સમય બપોરે 1:19 થી 3:22 સુધી રહેશે. ભાઈબીજના દિવસે તિલક કરવા માટે કુલ 2 કલાક 12 મિનિટનો સમય મળશે.
પૂજાની થાળીમાં શું રાખવું?
ભાઈબીજ
ભાઈબીજના દિવસે ભાઈને તિલક કરતી બખતે થાળીમાં કંકુ, અક્ષત એટલે કે આખા ચોખા, ફૂલ, સોપારી, ચાંદીનો સિક્કો, સૂકું નારિયેળ, ફળ, મીઠાઈ અને દીવો પૂજાની થાળીમાં રાખવા જોઈએ.
ભાઈબીજ તિલક વિધિ
બહેનોએ ઈશાન દિશા તરફ મુખ કરીને ભાઈઓને તિલક લગાવવું જોઈએ. તે પછી ભાઈને મીઠાઈ ખવડાવ્યા પછી તેને નારિયેળ અને ચોખા આપો. પછી ભાઈની આરતી કરો અને તેમના ભાગ્યોદય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરો. ભાઈઓએ પણ બહેનોને ભેટ આપવી જોઈએ. એક પૌરાણિક માન્યતા છે કે આનાથી ભાઈ-બહેન વચ્ચેનો પ્રેમ કાયમ રહે છે.
ભાઈબીજ તિલક નિયમ
ભાઈબીજના દિવસે કોઈ શુભ સમયે જ ભાઈને તિલક કરો. ભૂલથી પણ રાહુ કાળમાં તિલક ન કરવું જોઈએ.
ભાઈબીજના દિવસે ભાઈને તિલક કરતી વખતે દિશાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તિલક કરતી વખતે ભાઈનું મુખ ઉત્તર કે ઉત્તર-પશ્ચિમ દિશા તરફ હોવું જોઈએ. તે જ સમયે બહેનનું મુખ ઉત્તર-પૂર્વ અથવા પૂર્વ દિશામાં હોવું જોઈએ.
ભાઈને તિલક કરતી વખતે તેને લાકડાના સ્ટૂલ પર જ બેસાડો, ખુરશી પર અથવા ઊભા રહીને કે બેસીને તિલક ન કરો.
ભાઈને તિલક લગાવ્યા પછી, તેમના કાંડા પર રક્ષાનો દોરો બાંધો અને આરતી કરો.
આ દિવસે તિલક લગાવ્યા પછી ભાઈએ પોતાની બહેનને ભેટ આપવી જોઈએ.
આ દિવસે ભાઈઓ અને બહેનોએ લડાઈથી દૂર રહેવું જોઈએ અને માત્ર સાત્વિક ભોજનનું સેવન કરવું જોઈએ.
ભાઈબીજનું મહત્વ
ભાઈબીજનો દિવસ ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓને તિલક લગાવે છે અને તેમને નારિયેળ આપે છે અને તેમના ભાઈના સુખ, સમૃદ્ધિ અને લાંબા આયુષ્ય માટે તમામ દેવી-દેવતાઓને પ્રાર્થના કરે છે. તે પછી ભાઈઓ તેમની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech