જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં રમજાન માસ અંતિમ તબકકામાં: આજે લૈલતુલ કદ્રની મોટી રાત: તરાવીહની નમાજ બાદ મસ્જીદો તથા ઘરોમાં મોડી રાત સુધી થશે ઇબાદત: મંગળવારે ચાંદ દેખાય તો 29 રોઝા થશે અન્યથા 30 રોજા બાદ ગુવારે ઇદ-ઉલ-ફીત્રની થશે ઉજવણી: ઘણા બધા હિન્દુ ભાઇઓ પણ હરણી રોજુ રાખે છે
પવિત્રતમ રમજાન માસ અંતિમ તબકકામાં પહોંચી ગયેલ છે, આવતીકાલે 27મું એટલે કે હરણી રોજુ છે, આજે લૈલતુલ કદ્રની મોટી રાત છે, જો 29 રોજા બાદ મંગળવારે ચાંદ (બીજ) થાય તો બુધવારે અન્યથા 30 રોજા બાદ ગુવારે ઇદ-ઉલ-ફીત્રની ઉજવણી થશે, છેલ્લા એક માસથી મુસ્લિમ બિરાદરો દ્વારા રોઝાની કઠીન આરાધના કરવામાં આવી રહી છે અને નમાઝ, કુર્આન ખ્વાની વગેરે ઇબાદતોમાં મુસ્લિમ સમાજ લીન છે, પરંપરા મુજબ રમઝાન માસ પૂર્ણ થયા બાદ ઇદની ઉજવણી થાય છે.
રમજાન માસની શઆતથી જ મુસ્લિમ સમાજના વડીલો, મહીલાઓ, યુવાનો અને ઘણા બધા બાળકો દ્વારા રોઝા રાખવામાં આવી રહ્યા છે, સવારે 5:15 કલાકે સેહરી કયર્િ બાદ આખો દિવસ તરસ અને ભુખને સહન કરીને સાંજે 7:05 કલાકે ઇફતાર કરીને રોજુ ખોલવામાં આવે છે, દરરોજ એક-એક મીનીટનો સમય બદલાતો જાય છે. છેલ્લા 26 દિવસથી આ ક્રમ ચાલી રહ્યો છે, આવતીકાલે હરણી રોજુ હોવાથી રોજેદારોનો ઉત્સાહ બેવડાયો છે, કારણ કે આ રોજાનું ખુબ જ મહત્વ માનવામાં આવે છે, આમ તો રમજાન માસના તમામ 30 રોજા મોટા છે અને મુસ્લિમો માટે રોજા ફર્જ છે.
આમ છતાં હરણી રોજા પૂર્વે લૈલતુલ કદ્રની રાત આવતી હોવાથી આ રાતને અઝીમો શાન માનવામાં આવે છે અને આખી રાત ઇબાદત કરીને કાયનાતના માલિક પાસે પોતાની બક્ષીસ (મોક્ષ)ની દુઆ કરવામાં આવે છે, આજે શનિવારની રાત્રે આ મોટી રાતની ઉજવણી થશે, દરેક મસ્જીદોમાં તરાવીહની નમાઝ બાદ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થશે અને આવતીકાલે હરણી રોજુ રાખવામાં આવશે, અત્રે નોંધનીય છે કે, પ્રતિવર્ષ જામનગર સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઘણા બધા હિન્દુ ભાઇ-બહેનો પણ હરણી રોજાની આરાધના કરે છેે.
રમજાન માસ પૂર્ણતાની નજીક છે અને પરંપરા મુજબ મંગળવારે 29માં રોજાની ઇફતાર કરી લીધા બાદ મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદનો ચાંદ શોધવામાં આવશે, જો ચાંદ દેખાય જાય તો બુધવારે નહીં તો 30 રોજા પૂર્ણ કયર્િ બાદ ગુવારે ઇદ-ઉલ-ફીત્રની ઉજવણી કરવામાં આવશે. આમ સબ્ર, સંયમ અને ઇબાદતનો પવિત્ર માસ પૂર્ણ થઇ જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech