અગ્નિશામક અને સ્ટ્રકચર સલામતીની અગત્યતા પર અમદાવાદ મુંબઈ બેંગ્લોર અને રાજકોટના તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. સોશિયલ ઓર્ગેનાઈઝેશન અને અર્બન ડેવલપમેન્ટ રોયલ દ્વારા આ આયોજન કરાયું છે.
આવતીકાલે 15 સપ્ટેમ્બરે એન્જિનિયર્સ ડે છે. આખા દિવસ અંતર્ગત સ્વ.એસ.જે.આશર પ્રોગ્રામ સીરીઝ 4.0 અંતર્ગત દર વર્ષે 15 સપ્ટેમ્બર ના રોજ એન્જિનિયર દિવસ નિમિત્તે જુદા જુદા વિષયો પર પ્રવચનનું આયોજન કરવામાં આવે છે જેમાં આવતીકાલે રાજકોટના હેમુ ગઢવી હોલ મીની થિયેટર ખાતે સવારે ૧૧ વાગ્યે બાંધકામમાં અગ્નિશામક અને સ્ટ્રકચર સલામતીની અગત્યતા પર કાર્યક્રમ યોજાશે જેમાં આ મહત્વના વિષયો પર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
અર્બન ડેવલોપમેન્ટ રોયલ રાજકોટ દ્વારા તારીખ 15 સપ્ટેમ્બર થી આગામી તારીખ 12 જાન્યુઆરી 2025 સુધી સ્વ.એસ.જે.આશર પ્રોગ્રામ સીરીઝ યોજાઈ રહી છે. આવતીકાલે આ કાર્યક્રમની શરૂઆત શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટના સ્વામી નિખિલેસશ્વરાનંદજીની પ્રાર્થના સાથે પ્રારંભ થશે. જેમાં અમદાવાદથી એમઇપી એચવીએસસી ફાયર સેફટીના પંકજ ધારકર, બેંગ્લોરથી કાકા હોસ્પિટલ ના બિલ્ડીંગ સેફટીના જયદીપ,જોસ થોમસ, રાજકોટના સ્ટ્રક્ચર સેફટી ના એન્જિનિયર જયંત લાખાણી, મુંબઈથી કન્સ્ટ્રક્શન લેબરના ડોક્ટર આનંદ કાલે આવતીકાલે આ પ્રોગ્રામમાં વિશેષ હાજરી આપી તેઓ આ વિષય પર માર્ગદર્શન આપશે.
સમગ્ર આયોજન માટે સોશિયલ ઓર્ગેનાઈઝ સર્વિસીસના પ્રોગ્રામ ડાયરેક્ટર ડોક્ટર પંકજકુમાર સંપટ, જાણીતા એન્જિનિયર સુરેશ સંઘવી તેમજ આર્કિટેક કિશોરભાઈ ત્રિવેદી, એન્જિનિયર એસ.વી. આહુજા, ડોક્ટર વિજય અનડકટ, એન્જિનિયર વસંત રાજ્યગુરુ સક્રિય છે તેમના નેતૃત્વ હેઠળ આવતીકાલે ખાસ માર્ગદર્શન કાર્યક્રમ યોજાનાર છે.
જાણીએ એસ.જે.આશર પ્રોગામ સિરીઝ વિશે
એસ.જે. અશર કોણ હતા?
સ્વ. શરદભાઈ જમનાદાસ આશર (1934-2021)એ સિટી ઈજનેર, ડેપ્યુટી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર (ટેક.), અને તેમની કારકિર્દી 1964 થી 2017 સુધી ફેલાયેલી છે. તેમણે રાજકોટ, મોરબી, જામનગર, ભુજ અને સૌરાષ્ટ્ર પ્રદેશના વિવિધ શહેરોના શહેરી વિકાસમાં યોગદાન આપ્યું હતું. આ કાર્યક્રમ તેમની સમાજ પ્રત્યેની સમર્પિત સેવાની યાદમાં છે.
એસ.જે. આશર પ્રોગ્રામ સિરીઝ 4.0 પ્રોજેક્ટ શું છે?
આ એક સામાજિક-શિક્ષણ પ્રોજેક્ટ છે જેનો ઉદ્દેશ્ય લોકોને સામેલ કરવાનો છે, વિદ્યાર્થીઓને શહેરના વિકાસમાં પડકારો સમજવામાં, ટેકનિકલ ધોરણો અને મૂલ્યો સ્થાપિત કરવા, જાહેર કાર્યોમાં ટેકનિકલ ધોરણો અને મૂલ્યો સ્થાપિત કરવા અને સારા સાર્વજનિક કાર્યોને ઉપયોગી બનાવવા માટે તેમના યોગદાન માટે વરિષ્ઠ નિષ્ણાતોનું સન્માન કરવાના હેતુથી શરૂ કરવામાં આવેલ છે. સમાજ માટે.
આ કાર્યક્રમમાં શું કરવામાં આવ્યું?
પ્રોગ્રામ સીરિઝ 1.0 થી 3.0 એ એન્જિનિયર્સ ડે, 15 સપ્ટેમ્બરના રોજ શરૂ કરવામાં આવ્યો હતો અને રાષ્ટ્રીય યુવા દિવસ, 12 જાન્યુઆરી, 2021-2024 ના રોજ પૂર્ણ થયો હતો. આ અભ્યાસ રાજકોટ શહેર વિકાસ- પાણી અને ઘન કચરા વ્યવસ્થાપન, ટ્રાફિક અને વાહનવ્યવહાર, એઇમ્સ, સ્માર્ટ સિટી, આજી નદી અને જાહેર સ્થળો પર ધ્યાન કેન્દ્રિત કરીને હાથ ધરવામાં આવ્યો હતો. કુલ 175+ સ્નાતક વિદ્યાર્થીઓ અને વિવિધ એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચર કોલેજોના અધ્યાપકોએ ભાગ લીધો હતો.
અભિવાદનનો હેતુ શું છે?
કુલ 10 વરિષ્ઠ નિષ્ણાતોને જાહેર કાર્યો અને જીવનમાં પ્રસિદ્ધ અને અગ્રણી યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં લેફ્ટનન્ટ ત્રંબકભાઈ ડી. સંઘવી, લેફ્ટનન્ટ ઈન્દ્રવદન બી. પારેખ, લેફ્ટનન્ટ ચંદ્રશંકર એન. રાજ્યગુરુ, લેફ્ટનન્ટ મુલવંતભાઈ જી. દોમડિયા, લેફ્ટનન્ટ કે.જી. દવે, લેફ્ટનન્ટ સી.સી. પટેલ, બી.જે. વસાવડા અને પ્રો. નીલકંઠ છાયા., લેફ્ટનન્ટ પ્રો. વાય. કે. અલાઘ અને એન્જિનિયર પી.કે. ટાંકનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખીજડિયામાં ગૌચર જમીન પરનું દબાણ દૂર નહીં થાય તો સરપચં સહિતના કરશે આત્મવિલોપન
December 23, 2024 03:12 PMમાર્કેટમાં આવી 'તલાક' મહેંદી, મહિલાએ બતાવી તૂટેલા લગ્નની કહાની!
December 23, 2024 03:07 PMPMJAY યોજના માટે નવી એસઓપીની જાહેરાત
December 23, 2024 02:59 PMઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ ૪૦૦ કરોડના ખર્ચે સમાજ વિકાસની નવી કેડી કંડારશ
December 23, 2024 02:51 PMમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech