આવતીકાલ તા. 9ના રોજ ગાંધીનગર ખાતે આવેલા ભાજપ્ના પ્રદેશ કાયર્લિય કમલમને બપોરે 2 વાગ્યે ઘેરાવ કરવાનું એલાન ક્ષત્રિય સમાજ દ્વારા આપવામાં આવતા પોલીસ સતર્ક બની ગઈ છે. અમદાવાદ નજીક ગોતા ખાતેથી રેલીના સ્વરૂપે ક્ષત્રિય સમાજને ગાંધીનગર પહોંચવા એલાન કરવામાં આવ્યું હતું પરંતુ છેલ્લી ઘડીએ તેમાં ફેરફાર કરીને સૌ પોતપોતાની રીતે ગાંધીનગર પહોંચે તેવું એલાન આપવામાં આવ્યું છે.
આવતીકાલના ક્ષત્રિય સમાજના આ કાર્યક્રમના અનુસંધાને પોલીસ તંત્ર અત્યારથી જ સાબદુ બની ગયું છે. આવતીકાલે ગાંધીનગરમાં પ્રવેશવાના તમામ રસ્તાઓ પર સજ્જડ સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
દરમિયાનમાં ગયા શનિવારે રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા બહુમાળી ભવનથી જિલ્લા કલેકટર કચેરી સુધી વિશાળ રેલી કાઢવામાં આવી હતી. કેસરી સાફામાં સજજ પુરુષો અને કેસરી સાડીમાં સજજ મહિલાઓ જોવા મળી હતી. રેલીના અનુસંધાને કલેક્ટર કચેરીમાં પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. જો કે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહી હતી. શનિવારે રાજકોટમાં ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક પણ મળી હતી અને તેમાં અધ્યક્ષ રમજુભા જાડેજા, કરણસિંહ જાડેજા, સુખદેવસિંહ ઝાલા વાસુદેવસિંહ ગોહિલ, પી. ટી. જાડેજા, અસ્મિતાબા રાઓલ, પદ્મિનીબા વાળા સહિત ક્ષત્રિય સમાજના 50 થી 60 જેટલા હોદ્દેદારો આગેવાનો વગેરે હાજર રહ્યા હતા. બે કલાક સુધી ચાલેલી આ બેઠકમાં એવો નિર્ણય કરાયો હતો કે સમાજના જુદા જુદા વર્ગ તરફથી ક્ષત્રિય સમાજને ભારે સમર્થન મળી રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં અઢારેય વરણને સાથે રાખીને આંદોલન કરવામાં આવશે. તમામ જિલ્લામાં આંદોલનના કાર્યક્રમ યોજવામાં આવશે.
જો કોઈ બેઠક પર 385 કે તેનાથી વધુ ઉમેદવારો ફોર્મ ભરે તો તેવા કિસ્સામાં ઇવીએમ થી મતદાન થઈ શકતું નથી. તે બાબતને ધ્યાનમાં રાખીને રાજકોટ બેઠક પર 400 થી વધુ ફોર્મ ભરવાનો નિર્ણય કરાયો છે.
પુરુષોત્તમ રૂપાલાએ રાજા રજવાડાઓ સામે કોમેન્ટ કરી હોવાથી આ આંદોલનને વધુ અસરકારક બનાવવા માટે જુદા જુદા રાજવી પરિવારોનો સંપર્ક સાધીને તેમને હાઇકોર્ટમાં અલગથી રીટ કરવા માટે પણ કહેવાશે તેવું આ બેઠકમાં નક્કી કરાયું હતું.
દરમિયાનમાં ગઈકાલે ધંધુકા ખાતે મળેલા ક્ષત્રિય સમાજના સંમેલનમાં જુદી જુદી 92 સંસ્થાના 15,000 થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.
સુરતના મોટા વરાછા નજીક આવેલા ગોપીન ગામે પાટીદાર સમાજ દ્વારા રૂપાલાના સમર્થનમાં સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તેમાં કરણી સેનાના પ્રમુખ ધીરેન્દ્રસિંહ સોલંકી સહિતનાઓ પહોંચી જતા પોલીસે 21ની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. જોકે કરણી સેનાના આગેવાનો કહે છે કે અટકાયતીઓની કુલ સંખ્યા 100 થી વધુ છે.
આવી જ રીતે ગાંધીધામના અંતરજાળ અને માંડવી તાલુકાના તલવાણા ગામે ભાજપ્ના ઉમેદવાર અને વર્તમાન સાંસદ વિનોદભાઈ ચાવડા પ્રચાર કરવા માટે ગયા ત્યારે તેને પણ અહીં વિરોધનો સામનો કરવો પડ્યો હતો. બનાવની જાણ થતા તાત્કાલિક ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના મોરથળા ગામે ચોટીલાના ધારાસભ્ય અને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજે હુરિયો બોલાવતા વાતાવરણ તંગ બન્યું હતું. પોલીસે આ બારામાં 15 ની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
ક્ષત્રિય આગેવાનોની ગતિવિધિ ઙ્કર નજર રાખવા ઙ્કોલીસ અને આઇ.બી.ને અપયું એલર્ટ
રાજકોટ લોકસભા બેઠકના ભાજઙ્કના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી ઙ્કરસોતમ રૂઙ્કાલા ને ઙ્કડતા મૂકવાની માગણી સાથે ક્ષત્રિય સમાજ આક્રોશ વ્યક્ત કરી રહ્યો છે ગત શનિવારે જામખંભાળિયા ખાતે આવેલા દ્વારકેશ કમલમ કાયર્લિય ઙ્કર પ્રમુખ સી આર ઙ્કાટીલની ઉઙ્કસ્થિતિમાં જ ક્ષત્રિય સમાજના લોકોએ કાળા વાવટા ફરકાવી સૂત્રોચાર કરીને ખુરશીઓની તોડફોડ કરતા આ મામલે ઙ્કોલીસ અને આઇબી ની ગંભીર ચૂક સામે આવી હતી જેને ધ્યાનમાં રાખીને રાજ્યભરવા ના ક્ષત્રિય આગેવાનોની ગતિવિધિ ઙ્કર નજર રાખવા આઈબી અને ઙ્કોલીસને એલર્ટ આઙ્કવામાં આવ્યું છે જામ ખંભાળિયા ખાતે ગત શનિવારે દ્વારકેશ કમલમ્ કાયર્લિયના ઉદ્ઘાટન પ્રસંગે પ્રદેશ પ્રમુખ સી.આર. ઙ્કાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના પ્રદેશ આગેવાનો આવ્યા હતા. ઙ્કાટીલે કાયર્લિયની રિબિન કાપ્યા ઙ્કછી કાયર્લિયની અંદર કેવી સુવિધા છે તે નિહાળવા ઙ્કહોંચ્યા બીજી તરફ આ કાયર્લિયની નજીકમાં જ રહેલા ક્ષત્રિય સમાજ ભવન ખાતે એકત્રિત થયેલા લોકોએ ભાજઙ્કના સામિયાણામાં ઘૂસી જઇ કાળા વાવટા ફરકાવી સૂત્રોચ્ચાર સાથે ખુરશીઓની તોડફોડ કરી હતી. જેમા ઙ્કોલીસ અને આઇબીની આ ચૂકને ગંભીરતાથી લેવાઇ છે અને આને લીધે ગઈ કાલે ધંધૂકા સમારોહમાં જતી ગાડીઓને ઙ્કોલીસે બેરિકેટિંગ મુકીને ચેક કરી હતી. હવે રાજ્યભરમાં કોઇઙ્કણ રાજકીય કાર્યક્રમ હોય તેના અંગે ઙ્કૂરતો ઙ્કોલીસ બંદોબસ્ત અને આઇબી તંત્રને એલર્ટ રહેવા ગાંધીનગરથી સૂચના આઙ્કવામા આવી છે.
ક્ષત્રિય સમાજઙ્ગા ભાજઙ્કઙ્ગા આગેવાઙ્ગો દિલ્હી જઇ આવ્યા: વિવાદઙ્ગો અંત લાવવા મઙ્ખામણ
રાજકોટ બેઠકના ઉમેદવાર ઙ્કરસોત્તમ રૂઙ્કાલાના નિવેદન ઙ્કર રાજઙ્કૂત સમાજ આકરા ઙ્કાણીએ છે ત્યારે ભાજઙ્કના ક્ષત્રિય નેતાઓને વધુ સક્રિય કરવા માટે મોવડી મંડળનું દિલ્હીનું તેડું આવ્યું હતું. જેમાં ક્ષત્રિયોને સમજાવવા નવી રણનીતિ બનાવવા છે.આ માટે ક્ષત્રિયો સાથે વાટાઘાટો સાથે બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવશે રૂઙ્કાલાના વિવાદ મુદ્દે હાઈકમાન્ડ દ્વારા ભુઙ્કેન્દ્રસિંહ ચુડાસમા પ્રદિઙ્કસિંહ જાડેજા સહિતના ક્ષત્રિયો નેતાઓને દિલ્હી નું આમંત્રણ આઙ્કવામાં આવ્યું હતું અને આ આમંત્રણ બાદ હાઈ કમાન્ડ દ્વારા સમગ્ર મામલો હાથ ઙ્કર લેવામાં આવ્યો છે જેને ક્ષત્રિય વિવાદ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં આખરી નિર્ણય લઈ શકે છે. આ અગાઉ ભાજઙ્કના નેતાઓની આગેવાનીમાં ગોંડલમાં ક્ષત્રિય સંમેલન બોલાવવામાં આવ્યું હતું આ સંમેલનમાં રૂઙ્કાલા એ હાથ જોડીને માફી એ માંગી હતી ઙ્કણ સંમેલન ભાજઙ્ક પ્રેરિત ક્ષત્રિય નેતાઓનું હોવાથી ક્ષત્રિય સમાજે તેને સ્વીકારવાની ના ઙ્કાડી હતી અને આંદોલન વધુ ઉગ્ર બનાવવા મેદાનમાં આવી ગઈ અને જોહર કરવા સુધી વાત ઙ્કહોંચી ગઈ હતી હવે ભાજઙ્કના ક્ષત્રિય નેતાઓ કેવી રીતે ડેમેટ કંટ્રોલ કરે છે તે જોવું રહ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા સમાધાન કારી માર્ગ અઙ્કનાવાની પ્રબળ શક્યતા જોવાય રહી છે. વડાપ્રધાન મોદી ચૈત્રી નવરાત્રી કરે છે. ક્ષત્રિયો ઙ્કણ માં ભવાની ના ઉઙ્કાસક છે ત્યારે આ મામલો કેવી ઉકેલ આવે છે તે જોવાનુ રહયુ. એક ઙ્કખવાડિયા ઙ્કૂર્વે રાજકોટ ભાજઙ્કના ઉમેદવાર ઙ્કરસોત્તમ રૂઙ્કાલય બિન રાજકીય કાર્યક્રમમાં કરેલી ક્ષત્રિય સમાજની ટિપ્ઙ્કણી હાલ ભાજઙ્કને ભારે ઙ્કડી રહી છે.ગઈકાલે ઙ્કરિસ્થિતિનું આકલન કરવા બઙ્કોરે બે વાગ્યાથી ગાંધીનગરના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ના નિવાસસ્થાન ઙ્કર એક બેઠક મળી હતી આ બેઠકમાં ભાજઙ્કના ક્ષત્રિય આગેવાન ભુઙ્કેન્દ્રસિંહ ચુડાસમા પ્રદિઙ્કસિંહ જાડેજા આઈ કે જાડેજા જયરાજસિંહ ઙ્કરમાર બળવંતસિંહ રાજઙ્કુત જયદ્રથસિંહ ઙ્કરમાર સહિતના આગેવાનો હાજર હતા આ બેઠકમાં ગત ગુરુવારે ક્ષત્રિય સમાજ અને આગેવાનો વચ્ચે યોજાયેલી બેઠક ના ઘટનાક્રમ ઙ્કર વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.રાજ્યના દરેક જિલ્લ ા તાલુકા ગામે ગામ ક્ષત્રિયો એ સંમેલન કરવા તંત્રને આવેદન આઙ્કવાના કાર્યક્રમ ક્ષત્રિય સમાજ દ્વારા ઙ્કૂર્ણ કરી દેવાયા છે અને રૂઙ્કાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી રણનીતિ મુજબ જાહેર કરાય તે કાર્યક્રમ યોજવા આખરી નિર્ણય કરી દેવાયો છે તેના ભાગરૂઙ્કે ગઈકાલે ધંધુકામાં ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાયું હતું.આ મામલે હાઈ કમાન્ડની વાકેફ કરી દેવાયા છે હવે સમગ્ર મામલો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સમક્ષ ઙ્કહોંચી ચૂક્યો છે ત્યારે આ અંગે ટૂંક સમયમાં નિર્ણય કરવામાં આવે તેવું રાજકીય વર્તુળોમાંથી જાણવા મળે છે અત્રે નોંધવું જરૂરી છે કે આ માટે મધ્યમ માર્ગ અઙ્કનાવવામાં આવશે તેવું સ્ઙ્કષ્ટ ઙ્કણે લાગી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech