સ્વાસ્થ્યવર્ધક શિયાળાની ઋતુ જાણતા આરોગ્ય વર્ધક ફળની સાથે ઉત્તમ ટોનિક ગણાતા ટમેટાના વેચાણમાં પણ ઉછાળો ઉછાળો થયો છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં દસ દિવસમાં જ ૫૫,૪૪૪ કિલો ટામેટાનું વેચાણ થયું છે. સલાડમાં મસાલેદાર ટમેટા આરોગવામાં આવી રહ્યા છે. હજુ પણ ટમેટાની આવક વધશે તેવો અંદાજ સેવાઈ રહ્યો છે.
આરોગ્યવર્ધક શિયાળાની ઋતુમાં ઠંડીમાં વધારો થવા સાથે લાલ ચટક ટમેટાની પણ માંગ વધી છે. મહિલાઓ દ્રારા સલાડમાં ટમેટા અને સેવ ટમેટાનું શાક બનાવી રહી છે. ટમેટાની આવકમાં પણ બમ્પર વધારો થયો છે. સેવ રસાદાર શાક ઉપરાંત ટમેટાની ચટણી સહિતની વાનગી પણ બનાવી રહી છે. સાથે સ્વાદિષ્ટ્ર સુપ બનાવવામાં આવી રહ્યું છે.
ગૃહ ઉધોગ સાથે સંકળાયેલ મહિલાઓ દ્રારા પણ ટમેટાના સૂપ અને સોસ બનાવવા તરફ વળ્યા છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં .૫૦૦થી ૬૦૦ મણના ભાવે ટમેટા વેચાઈ રહ્યા છે. માર્કેટિંગ યાર્ડમાં ૫૫,૪૪૪ કિલો ટામેટાનું બમ્પર વેચાણ થયું છે. જોકે સ્થાનિક બજારમાં માર્કેટિંગ યાર્ડ કરતા દોઢ ગણા વધુ ભાવે ટમેટાનું વેચાણ થઈ રહ્યું છે. વિક્રેતાના જણાવ્યા મુજબ હજુ સુપ માટે હોટ ફેવરિટ દેશી ટમેટાની આવક પ્રમાણમાં ઓછી થઈ રહી છે. તેની આવક વધતા જ ટમેટાના ભાવ પણ પ્રમાણમાં સસ્તા થશે અને વેચાણ પણ બમણું થશે. રૂા.૪૦ કિલોના ભાવે વેચાતા ટમેટા સ્વાસ્થ્યપ્રદ લોકો દ્રારા પુષ્કળ પ્રમાણમાં ખરીદવામાં આવી રહ્યા છે
રોગપ્રતિકારક શકિત માટે ટમેટા ફાયદાકારક
ટામેટાનું નિયમિત સેવન કરવાથી રોગપ્રતિકારક શકિત મજબૂત થાય છે તો આ ઉપરાંત પ્રોસ્ટેટ અને કેન્સરમાં પણ સહાયપ બને છે, વજન ઘટાડવા પેટની ગરમીની સમસ્યા દૂર કરવા અને આંખો માટે ટમેટા આરોગ્ય વર્ધક હોવાનું તથા ટમેટાનો રસ પીવાથી ત્વચા ચમકદાર બને છે તેવું પણ નિષ્ણાતોએ જણાવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech