રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગમાં આજથી મહારાષ્ટ્રના સંગમનેર ખાતેથી ટમેટા અને ચેન્નાઇથી લીંબુની આવક શરૂ થઇ છે. કાળઝાળ ગરમી વચ્ચે લીંબુ અને ટમેટાની ધૂમ ડિમાન્ડ હોવા છતાં સ્થાનિક આવક પર્યાપ્ત ન થતા હવે આયાત શરૂ કરાઇ છે.
વિશેષમાં યાર્ડના વેપારી વર્તુળોએ જણાવ્યું હતું કે આજે મહારાષ્ટ્રના સંગમનેરથી ટમેટાના ત્રણ ટ્રકની આવક થઇ હતી, તદઉપરાંત કર્ણાટકના બેંગ્લોર ખાતેથી ટમેટાની આવક થઇ રહી છે. આજની હરાજીમાં પ્રતિ કિલોનો ભાવ રૂ.૨૦થી ૩૦ સુધી રહ્યો હતો.
ચેન્નાઇથી કોલ્ડ સ્ટોરેજના લીંબુની આવક શરૂ થઇ
જ્યારે ચેન્નાઇથી કોલ્ડ સ્ટોરેજના લીંબુની આવક શરૂ થઇ છે, સ્થાનિક આવક પણ યથાવત છે પરંતુ ડિમાન્ડ વધતા આયાત શરૂ કરાઇ છે, હાલ યાર્ડની હરરાજીમાં લીંબુ રૂ.૧૫૦થી ૨૦૦ના ભાવે વેંચાઇ રહ્યા છે.
બેડી યાર્ડમાં પ્રિમોન્સૂન કામગીરી શરૂ
ઘઉં અને મસાલાની સીઝન હવે પૂર્ણ થવામાં છે ત્યારે રાજકોટના મુખ્ય બેડી માર્કેટ યાર્ડમાં આવકો ક્રમશ: ઘટવા લાગી છે. દરમિયાન તા.૩થી ૧૧ મે દરમિયાન પ્રિ મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદની શકયતા હોય બેડી યાર્ડમાં હાલથી જ પ્રિમોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે. હવે ઉનાળુ પાકની આવકો શરૂ ન થાય ત્યાં સુધી પખવાડીયું ઓફ સીઝન રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુદ્ધના ભણકારા વચ્ચે પાક.નું શેરબજાર ગગડ્યું, કરાચી સ્ટોક એક્સચેન્જમાં ૩૬૦૦ પોઈન્ટનો કડાકો
April 30, 2025 02:49 PMઅટારી બોર્ડર પરથી 6 દિવસમાં 786 પાકિસ્તાનીઓ પરત ગયા
April 30, 2025 02:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech