ભારતમાં જે ચપ્પલ રૂ.60 થી 100 માં મળે તે ચપ્પલ કુવૈતની બજારોમાં લાખો રૂપિયામાં વહેંચાય છે.આટલો મોટો ભાવ સાંભળીને સામાન્ય રીતે લોકોને એમ થાય કે ચપ્પલ હશે શાહી અંદાજના કે કેટલાય વર્ષો પહેલાના કે ઊંચી બ્રાન્ડના.. પણ ના આ ચપ્પલને જોતા જ તમે કહી દેશો કે આ ચપ્પલ ભારતમાં 60-60 રૂપિયામાં મળે છે ને આના લાખો રૂપિયા અપાય ? ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં “ટ્રેન્ડી સેન્ડલ” ચંપલનો વીડિયો શેર કરવામાં આવ્યો છે.
વીડિયોમાં ચપ્પલની ગુણવત્તા અને કિંમતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ જ્યારે ભારતીયોએ સામાન્ય દેખાતા ચપ્પલની કિંમત સાંભળી તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. વીડિયોમાં ચપ્પલની કિંમત 4,500 રિયાલ એટલે કે લગભગ 1 લાખ રૂપિયા જણાવવામાં આવી છે. જ્યારે ભારતીય લોકોએ સાંભળ્યું કે ઘરમાં વપરાતા ચપ્પલ જેવા દેખાતા આ ચપ્પલની કિંમત 1 લાખ રૂપિયા છે તો તેઓને અજીબ લાગ્યું એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે હું રોજ ટોયલેટ જવા માટે આ પ્રકારના સ્લીપરનો ઉપયોગ કરું છું. એકે લખ્યું કે હું તેને માત્ર 60 રૂપિયામાં ખરીદું છું.
આ વીડિયો @kuwaitinside નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે જે કુવૈત સંબંધિત સ્થાનિક માહિતી શેર કરે છે. માત્ર એક જ દિવસમાં ત્રીસ લાખ લોકોએ આ વીડિયો જોયો છે. હજારો લોકોએ કોમેન્ટ કરી છે, જેમાં મોટાભાગના ભારતીયો છે.વિડીયોના કેપ્શનમાં લખ્યું હતું કે આ લેટેસ્ટ ફેશન 'ઝાનોઉબા' છે જેની કિંમત 4500 રિયાલ (1 લાખ રૂપિયા) છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech