મહાપાલિકાની જગ્યા પર બનેલા શેડને તોડી પાડી પ્લોટ ખુલ્લો કરાવાયો

  • March 30, 2024 03:49 PM 

શહેરમાં ખાનગી જમીનો પર તો અસંખ્ય દબાણો ખડકાયા છે. સાથે શહેરના કેટલાક 'ખાસ' અને માથાભારે તત્વો દ્વારા ખાનગી સહિત મહાનગરપાલિકા અને સરકારી જમીનો પર પણ કબ્જો જમાવી દીધો છે. આજ પ્રકારે શહેરના વિક્ટોરિયાપાર્ક નજીક કૈલાસ વાટિકા તરફ જતા માર્ગ પર આવેલા મહાનગરપાલિકાના પ્લોટમાં વર્ષોથી કબ્જો જમાવી તેના પર શેડ બનાવી લેવાયો હોય જે જગ્યા પર મહાપાલિકા તંત્ર દ્વારા પીએચસી બનાવવાની કામગીરી કરાનાર હોય દબાણકર્તાને તંત્ર દ્વારા અગાઉ અનેક વખત દબાણ હટાવી લેવા આપેલી સૂચનાઓને દબાણકર્તાએ અવગણતા આખરે આજે મહાપાલિકાના દબાણ હટાવ સેલની ટીમે ત્રાટકી મ્યુ. ની માલિકીના પ્લોટમાં બનાવી લેવામાં આવેલા શેડને તોડી પાડી પ્લોટને દબાણ મુકતો કર્યો હતો.

આ સાથે જ મનપાની ટીમે કાળીયાબીડ ભગવતી સર્કલ.પાસેથી સ્થાયીરૂપે ખડકાયેલા દબાણો પણ દૂર કરાયા હતા. જે ભગવતી સર્કલ પાસે કોમ્પ્લેક્ષ બહાર રોડ-રસ્તાને અડચણરૂપ લારી-ગલ્લા સહીતના ૧૨ જેટલાં દબાણો કબજે કરાયા હતા. અને રોડ રસ્તા ખુલ્લા કરાવવામાં આવ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application