આજે TRP અગ્નિકાંડના મૃતકોની માસિક પુણ્યતિથીએ, રાજકોટ બંધ કરાવવા સવારથી જ કોંગ્રેસની ટીમ મેદાને

  • June 25, 2024 11:09 AM 


રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં તા.25-05-2024 ના સર્જાયેલા અગ્નિકાંડને એક મહિનો થઈ રહ્યો છે. મૃતકોને શ્રધ્ધાંજલિ આપવા અને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા લોકોને રાજકોટ બંધનું એલાન કરાયું છે.  જે આ કેસમાં સંડોવાયેલા મોટા માથાઓ સામે પગલા લેવાની માંગ સાથે કોંગ્રેસે આજે રાજકોટ બંધનું એલાન કર્યું છે. મૃતકોને શ્રધાંજલિ પાઠવવા વેપારીઓ અડધો દિવસ માટે બજારો બંધ રાખશે.


પોલીસકર્મીનો વેપારી સાથે વાતચીત કરતો ઓડિયો વાયરલ 


રાજકોટ બંધનું એલાન અને બજારો બંધ રહેવાની આ બાબતે એક પોલીસ કર્મચારીનો વેપારી સાથે ફોન પરની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં પોલીસ ફરી ફરીને એક જ સવાલ પૂછે છે કે બજ્જર બંધ કરાવવા માટે તમારા પર કોઈ જબરદસ્તી કે દબાણ તો નથી કરી રહ્યું ને? ત્યારે વેપારી કહે છે કે ના કોઈ દબાણ નથી. તેમ છતાં પોલીસ વેપારીને તમામ વેપારીઓના નામ,સરનામાં અને નંબર વગેરેની યાદી આપવા કહે છે અને કહે છે કે કોંગ્રેસ આ બંધ દબાણ પૂર્વક નથી કરાવતી તે કન્ફર્મ કરવા આ યાદી માંગવામાં આવી છે. આ ઓડિયો વાયરલ થતા કોંગ્રેસના નેતાઓ પોલીસ કમિશ્નરને તેની રજૂઆત કરવા કચેરીએ ધસી ગયા હતા.


શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે આ અગ્નિકાંડમાં માત્ર મહાપાલિકાના અધિકારીઓની જ ધરપકડ કરાઈ છે. પોલીસ કે અન્ય ખાતાના અધિકારીઓ અને ખાસ કરીને પદાધિકારીઓને બચાવવામાં આવી રહ્યા છે. ઓફિસરો શાસકપક્ષના સમર્થન વગર આટલી હિંમત કરી શકે નહીં.


આજે સવારથી જ કોંગ્રેસ મેદાન પર આવી ગયુ છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા હાથ જોડીને લોકોને અપીલ કરવામાં આવી રહી છે. કેટલીક જગ્યાએ શાળાઓ ખુલ્લી હતીં ત્યાં કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા હતા અને તેમને સમજાવીને શાળાઓ બંધ કરવી હતી. કેટલીક દુકાનોને પણ બંધ કરાવવામાં આવી હતી. NSUI દ્વારા કોલેજો બંધ કરાવવામાં આવી રહી છે. લોકોને સહયોગ આપવા માટે અપીલ કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application