૧૮ સુરક્ષાકર્મીઓ સહિત ૧૬૬ લોકોનો ભોગ લેનાર મુંબઈ પરના આતંકી હુમલાની આજે ૧૬મી વરસી

  • November 26, 2024 10:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૨૬/૧૧ના મુંબઈ આતંકવાદી હુમલાને આજે ૧૬ વર્ષ થઈ ગયા છે. ૨૬ નવેમ્બર, ૨૦૦૮ના રોજ, પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે આવેલા ૧૦ આતંકવાદીઓએ દક્ષિણ મુંબઈમાં યહદી કેન્દ્ર ચાબાડ હાઉસ સહિત અનેક સ્થળોએ હુમલો કર્યેા હતો. આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરીને ૧૮ સુરક્ષાકર્મીઓ સહિત ૧૬૬ લોકોનો જીવ લીધો હતો. આ આતંકવાદી હત્પમલા દરમિયાન લગભગ ૬૦ કલાક સુધી મુંબઈના લોકો ભયમાં હતા. ૨૬૧૧નો મુંબઈ હત્પમલો ભારતના ઇતિહાસમાં નોંધાયેલો એ કાળો દિવસ છે, જેને આપણે ઈચ્છીએ તો પણ ભૂલી ન શકીએ.
ઇઝરાયલે પાકિસ્તાન સંચાલિત લશ્કર–એ–તૈયબાને આતંકવાદી સંગઠનોની યાદીમાં મૂકી દીધું. ૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ મુંબઈમાં અનેક સ્થળોએ થયેલા આતંકવાદી હુમલામાં ૧૬૬ લોકો માર્યા ગયા હતા, જેમાં ઘણા ઇઝરાયલી નાગરિકો પણ સામેલ હતા. ઇઝરાયલ તરફથી આપવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે લશ્કર–એ–તૈયબા એક ઘાતક અને નિંદનીય આતંકવાદી સંગઠન છે જે સેંકડો ભારતીયો અને અન્ય લોકોની હત્યા માટે જવાબદાર છે. ૨૬ નવેમ્બર, ૨૦૦૮ ના રોજ કરવામાં આવેલ તેના જઘન્ય કૃત્યો આજે પણ તમામ શાંતિ–પ્રેમી દેશો અને સમાજોને નુકસાન પહોંચાડી રહ્યા છે.
૨૬ નવેમ્બર, ૨૦૦૮ના રોજ મુંબઈમાં દેશને હચમચાવી દેનારા આતંકવાદી હુમલામાં ૧૬૬ લોકો માર્યા ગયા હતા અને ૬૦૦થી વધુ ઘાયલ થયા હતા. આ હુમલાઓ ત્રણ દિવસ સુધી ચાલુ રહ્યા હતા. આતંકવાદીઓએ બે ફાઈવ સ્ટાર હોટલ (હોટેલ તાજમહેલ અને ઓબેરોય હોટેલ), છત્રપતિ શિવાજી ટર્મિનસ (સીએસટી) રેલ્વે સ્ટેશન, લિયોપોલ્ડ કાફે, કામા હોસ્પિટલ અને યહદી સેન્ટર નરીમાન હાઉસને નિશાન બનાવ્યા હતા. આ દરમિયાન નવ હુમલાખોર આતંકવાદીઓને ઠાર કરાયા હતા અને મુંબઈ પોલીસે એક આતંકવાદી અજમલ કસાબને જીવતો પકડી લીધો હતો, જેને પાછળથી ફાંસી આપવામાં આવી હતી. આમાં છતાં પાકિસ્તાને લશ્કર સામે કોઈ કડક પગલાં લીધાં નથી.
પાકિસ્તાનના કરાચી બંદરેથી લશ્કર–એ–તૈયબાના ૧૦ આતંકવાદીઓ બોટ દ્રારા મુંબઈ માટે રવાના થયા હતા. રસ્તામાં, તેઓએ એક નાની ફિશિંગ બોટ હાઇજેક કરી. આ દરમિયાન તેઓએ બોટના ૪ ક્રૂ મેમ્બર્સને મારી નાખ્યા અને કેપ્ટનને બોટને ભારત લાવવા મજબૂર કર્યા. સાંજે બોટ મુંબઈ કિનારેથી લગભગ ૭ કિમી દૂર પહોંચી કે તરત જ આતંકીઓએ કેપ્ટનની હત્યા કરી દીધી. મુંબઈના કોલાબાની ફિશરમેન કોલોનીમાંથી આતંકવાદીઓ શહેરમાં ઘૂસ્યા હતા. તેઓએ અહીં પહોંચવા માટે સ્પીડબોટનો ઉપયોગ કર્યેા હતો. માછીમાર કોલોનીમાંથી બહાર નીકળીને આતંકીઓ બે ગ્રુપમાં વહેંચાઈ ગયા હતા. આ પછી આતંકીઓએ અલગ–અલગ જગ્યાએ હત્પમલા કર્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application