મોરારિબાપુની વૈશ્વિક રામકથામાં વિશ્વ શાંતિ દૂત આચાર્ય લોકેશજી, ગુજરાતના પ્રખ્યાત કથાકાર ભુપેન્દ્રભાઈ પંડા, સદભાવના વૃદ્ધાશ્રમનાં વડા અને સંરક્ષક (ડો.) પરમાત્માનદં સરસ્વતીજી, રમણરેતિ આશ્રમનાં વિશ્વ પ્રસિદ્ધ સતં પીઠાધીશ્વર મહામંડલેશ્વર સ્વામી ગુ શરણાનંદજી મહારાજ હાજરી આપશે
વિશ્વ શાંતિ દૂત અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્ર ના સ્થાપક ખાસ દિલ્લ ીથી પધારેલા જૈન આચાર્ય લોકશાજી વૈશ્વિક રામકથામાં હાજરી આપશે. વિશ્વ શાંતિ કેન્દ્રમાં ધ્યાન અને યોગ દ્રારા શાંતિ શિક્ષણ અને તાલીમ, વ્યકિતત્વ નિર્માણ, ભારતીય સંસ્કૃતિ અને જૈન જીવનશૈલી પર આધારિત કાર્યક્રમો જેમ કે મહિલા સશકિતકરણ, બાળકો અને યુવાનોનું સંસ્કૃતિ નિર્માણ, પર્યાવરણ સંરક્ષણ વગેરેનાં કાર્યક્રમો થવાના છે. મહાપુષો કોઈ જાતિ, ધર્મ કે સંપ્રદાયના નથી હોતા, તેઓ તમામ મનુષ્યોના હોય છે. મર્યાદા પુષોત્તમ રામ એ ભારતીય અસ્મિતાનું પ્રતિક છે. જૈનાચાર્ય લોકેશજીએ દેશ, વિદેશમાં ફરીને વિશ્વભરનાં હજારો સંમેલનોમાં ભાગ લઈને ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મ વિષેનું જ્ઞાન લોકોને આપે છે.
ગુજરાતના પ્રખ્યાત કથાકાર ભુપેન્દ્રભાઈ પંડા વૈશ્વિક રામકથામાં હાજરી આપશે. કથા પારાયણ દ્રારા સમાજનો ઉત્કર્ષ કરવો એ એમનો ઉદ્દેશ છે. ભાગવતનો એમણે ઐંડો અભ્યાસ કર્યેા અને તેનું પારાયણ કરવાનો પ્રારભં કર્યેા. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા પર એમનું સાં પ્રભુત્વ છે. ભાગવત–પારાયણની કથા કરવા છતાં એમનો અભિગમ તદ્દન પારંપરિક રહ્યો નથી. એમની કથાશૈલીમાં રસાળતા સાથે બુદ્ધિગમ્યતા પણ વર્તાય છે. આ જ શૈલીમાં લખાયેલ મદ ભાગવતની આઠ આવૃત્તિઓ થઈ છે અને અ ડીવાઇન જર્ની નામે એનો અંગ્રેજી અનુવાદ પણ થયો છે. મૂળ ગ્રથં ઈ. સ. ૨૦૦૧માં પ્રસિદ્ધ થયેલો હતો. અંગ્રેજી ગ્રંથનું બ્રેઇલ લિપિમાં પણ પ્રકાશન થયું છે.
સ્વામી (ડો.) પરમાત્માનદં સરસ્વતીજી વૈશ્વિક રામકથામાં હાજરી આપશે. હિન્દુ ધર્મ આચાર્ય મહાસભાના આંતરરાષ્ટ્ર્રીય સંયોજક, શિવાનદં આશ્રમ (અમદાવાદ)ના પ્રમુખ અને રાજકોટ આર્ષ વિધા મંદિર, સદભાવના વૃદ્ધાશ્રમના વડા, આશ્રયદાતા (ડો.) પરમાત્માનદં સરસ્વતીજી વૈશ્વિક રામકથામાં હાજરી આપશે. (ડો.) પરમાત્માનદં સરસ્વતીજીનું વૈશ્વિક રામ કથા અંગે સતત માર્ગદર્શન મળી રહ્યું છે. સ્વામી પરમાત્માનંદજી, સ્વામી દયાનદં સરસ્વતીજીના વરિ શિષ્ય છે. સ્વામીજીએ સ્વામી દયાનદં સરસ્વતીજીના માર્ગદર્શન હેઠળ વેદાંત, સંસ્કૃત અને યોગમાં વ્યાપક શિક્ષણ મેળવ્યું. સ્વામીજી છેલ્લ ા ૪૩ વર્ષથી સમગ્ર ભારત અને વિશ્વમાં સમાજના વિવિધ વર્ગેાને શાક્રો અને પ્રવચનો આપી રહ્યા છે. (ડો.) પરમાત્માનદં સરસ્વતીજી હિંદુ ધર્મચાર્ય મહાસભાનાં આંતરરાષ્ટ્ર્રીય કન્વીનર તેમજ મહામંત્રી છે. મથુરાના ગોકુલ મહાવનમાં આવેલ ઉદાસીન કર્ષની રમણરેતિ આશ્રમનાં વિશ્વ પ્રસિદ્ધ સતં પીઠાધીશ્વર મહામંડલેશ્વર સ્વામી ગુ શરણાનંદજી મહારાજ વૈશ્વિક રામકથામાં હાજરી આપશે. સ્વામી ગુ શરણાનંદજી મહારાજ એક પ્રખ્યાત વિદ્રાન અને શાક્રોના નિષ્ણાતં છે. તેઓ જ્ઞાન અને ભકિતના સંગમનું પ્રતીક છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech