વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા મહોત્સવને વિડીયો કોન્ફરન્સથી સંબોધન: આજે રાજયપાલ આચાર્ય દેવવ્રતજી સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહેશે
જામજોધપુર તાલુકાનાં સીદસર ખાતે બીરાજતા કડવા પાટીદારનાં કુળદેવી શ્રી ઉમિયા માતાજીનાં 125 વર્ષનાં પ્રાગટયોત્સવનો સમાજનાં સંખ્યાબંધ પરિવારજનોની ઉપસ્થિતિમાં પાંચ દિવસીય પ્રાગટયોત્સવનાં પ્રથમ દિવસે ઉદઘાટન સત્રમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિડીયો કોન્ફરન્સથી સંદેશ પાઠવી સમાજને નવી ઉંચાઇએ લઇ જવામાં ઉમિયાધામ સીદસરનો મહોત્સવ સમિતિ બનશે તેમજ લોક કલ્યાણ અને લોક ચેતના જાગૃત કરવા સહભાગી થશે તેમ જણાવ્યું હતું.
જામજોધપુર તાલુકાનાં વેણુ નદીનાં કાંઠે ઉમિયાધામ સીદસર ખાતે આયોજીત સમારોહનું ઉદઘાટન આજરોજ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ પરસોતમભાઇ પાલાએ કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે પાટીદાર સમાજને વ્યસન મુકત થવાની દિશામાં આગળ વધવાની જર છે. રક્ષાબંધન પુર્વે પાટીદારસ સમાજની બહેનો ભાઇઓ પાસે ગીફટ તરીકે સાડી નહીં પરંતુ વ્યનસ મુકત થવાનો સંકલ્પ લેવડાવે તે જરી છે. નવી પેઢીને શિક્ષિત બનાવવા માટે રાજકોટ અમદાવાદ હાઇવે પરનાં શિક્ષણ પ્રકલ્પની યોજનાને તેઓએ બિરદાવી ગુજરાતી માઘ્યમમાં શિક્ષણની અનિવાર્યતા સમજાવી હતી.
સવા શતાબ્દી મહોત્સવમાં પ્રથમ દિવસે વેણુ નદીનાં કાંઠે આયોજીત સહસ્ત્રદીપ આરતીમાં અનેક પરિવારજનો જોડાયા હતા જેના કારણે ગંગાઘાટ જેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં. લેઝર શો અને રંગબેરંગી લાઇટો થકી સીદસર ઉમિયા ધામ ઝગમગી ઉઠયુ હતું. સમારોહ દરમ્યાન મુખ્ય યજમાન જગદીશભાઇ કોટડીયા, પુનિતભાઇ ચોવટીયા, પાટીદાર મહાપદમ જીવનભાઇ ગોવાણી અને મૌલેશભાઇ ઉકાણીનાં સન્માન કરવામાં આવેલ. આ પ્રસંગ મહોત્સવમાં ઉપયોગી દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
સીદસર ખાતે આયોજીત ધર્મોત્સવ દરમ્યાન 25 કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. વેદ પાઠી બ્રાહ્મણો દ્વારા સવાર સાંજ આહુતિ આપશે. આજે અરણી મંથન દ્વારા અગ્નિ પ્રજવલિત કરવામાં આવતા વાતાવરણમાં દિવ્ય અનુભુતિ થઇ હતી. બપોર બાદ યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાનોને આત્મવિશ્ર્વાસ પર કાર્ય કરવા માટે પ્રેરણાપ ઉદબોધન કરવામાં આવ્યું હતું.
મહોત્સવમાં આયોજીત કૃષિ મેળો ખેડુતો માટે ઉપયોગી હોવાથી મોટી સંખ્યામાં ખેડુતો કૃષિ ઉપયોગી સાધનો નિહાળવા માટે ઉમટયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMરાજકોટ : સિવિલ હોસ્પિટલ કે ટુ વ્હીલર્સ પાર્કિંગ?
February 23, 2025 03:27 PMરાજકોટ : મવડી ચોકડી નજીક જાહેરમાં ગાંજો ફૂંકતો શખ્સ કેમેરામાં કેદ, વિડિયો વાયરલ
February 23, 2025 03:24 PMહરિયાણા કોંગ્રેસમાં બળવો, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાના નામ સ્ટાર પ્રચારકોની યાદીમાંથી દૂર
February 23, 2025 03:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech