સંસદના શિયાળુ સત્રનો આજે છેલ્લો દિવસ છે. આજે પણ ગૃહની અંદર અને બહાર રાજકીય ધમાલ વધવાની પૂરી સંભાવના છે. કારણ કે સંસદ સંકુલમાં ગઈકાલના હંગામા અને ધક્કામુક્કી બાદ શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર વિવાદ ચાલી રહ્યો છે. રાહત્પલ ગાંધી પર જયારે એનડીએના સાંસદોને ધક્કો મારવાનો ગંભીર આરોપ છે, ત્યારે કોંગ્રેસે પણ ભાજપના સાંસદો પર આવા જ આરોપ લગાવ્યા છે.
હાલમાં, ભાજપના બે ઘાયલ સાંસદ પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત આરએમએલમાં દાખલ છે, યાં બંનેની સારવાર ચાલી રહી છે. આજે ભાજપ અને કોંગ્રેસ બંને આ મુદ્દે સંસદ ભવન ખાતે વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. ભાજપ સંસદ ભવન સંકુલમાં ગાંધી પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. આ જ ઈન્ડિયા બ્લોકે પણ કૂચ કરવાનો નિર્ણય લીધો છે. વિરોધ પક્ષના નેતાઓ સવારે ૧૦ વાગ્યે વિજય ચોકથી સંસદ સુધી કૂચ કરશે. ઈન્ડિયા બ્લોકના સાંસદો સવારે ૧૦ વાગ્યે વિજય ચોકથી સંસદ સુધી કૂચ કરશે અને અમિત શાહને માફી માંગવા અને રાજીનામું આપવાની માંગ કરશે. સંસદ સંકુલમાં થયેલી મારામારી અને એનડીએના બે સાંસદો ઘાયલ થયા બાદ ભાજપે ગઈ કાલે દિલ્હીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં રાહુલ ગાંધી વિદ્ધ એફઆઈઆર નોંધાવી છે. એફઆઈઆરમાં રાહત્પલ ગાંધી પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. ભાજપના સાંસદ હેમાંગ જોશીની ફરિયાદ પર એફઆઈઆર નોંધવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજાણો રામ મંદિર નિર્માણ કાર્ય ક્યારે પૂર્ણ થશે, જણાવ્યું મંદિરના મહાસચિવે
December 20, 2024 05:55 PMજામનગરમા ભાજપ કોંગ્રેસ સામ સામે આવી ગયા
December 20, 2024 05:55 PMરાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીની મતગણતરી, પ્રથમ રાઉન્ડમાં સમરસ પેનલના પરેશ મારુ આગળ
December 20, 2024 05:25 PMપાર્સલ મગાવતા પહેલા ચેતજો, પાર્સલ ખોલતા જ માથું કપાયેલી લાશ મળી, જોતા જ મહિલાનું મગજ ચકરાવે ચડી ગયું
December 20, 2024 05:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech