રાજકોટ શહેરમાં ીસ્તી ધર્મ મુજબ ૨૦૨૪ના આજના આખરી દિવસ અને ૨૦૨૫ને વધાવવા આજે ૩૧ ફસ્ર્ટના નાઈટની ધુમધડાકા, ડાન્સ, ડીનર, આતશબાજી સાથે ઉજવણી થશે. ઉજવણીમાં કોઈ અતિરેક ન આવે પીધેલા, છેલબટાઉઓ, છાંટકા બનીને બેકાબુ ન બને એ માટે આજે ૩૧ ફસ્ર્ટ નાઈટમાં પોલીસ રહેશે વેરી ટાઈટ, પીધેલાઓ, ડ્રગ્સ લેનારાઓ કે આવારાગર્દી કરનારાઓને દડં સાથે ઠંડીમાં ગરમીકા અહેસાસ કરાવવા પોલીસ અધિકારીઓથી લઈ હોમગાર્ડ સુધી ૧૩૦૦થી વધુ સુરક્ષા કર્મચારીઓ રસ્તા પર ઉતરી પડશે.
આજે રાત પડે ને દિવસ ઉગશે જેવો શોખીનોમાં માહોલ થશે. શહેરમાં આ વર્ષે ટીઆરપી ગેમઝોન કાંડને લઈને કડક એસઓપી આવતા જાહેર આયોજનો સાવ ઓછા માત્ર ચાર છે એ પણ ગત સાંજ સુધી પરમીશનની રાહમાં હતા. આ ઉપરાંત ખાનગી રીતે સોસાયટીઓ, ફાર્મ કે ઘણીખરી હોટલો, રેસ્ટોરન્ટમાં ડાન્સ વીથ ડીનરના આયોજનો કરાયા છે. આજે મોડી સાંજ બાદ ઉજવણી માટે પરિવાર સાથે કે સૌ સૌના ગ્રુપમાં નીકળશે.
પીને વાલો કો પીને કા બહાના ચાહીએની માફક થર્ટી ફસ્ર્ટ નાઈટમાં પીવાના શોખીનો પણ અંગુર કી બેટીનો સ્વાદ લેવા એકઠા થશે અથવા તો જામ પર જામ લગાવીને નીકળશે. આવી પ્યાસીઓની પાર્ટીઓ પણ છાની રીતે ગોઠવાઈ હશે. પીધેલાઓની સાથે છાંકટાવેળા કરનારા છેલબટાઉ, સડકછાપ તત્વો પણ મોકો જોઈને નીકળી પડશે.
ઉજવણીમાં કોઈ અવરોધ ન થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજકોટ પોલીસે પણ ફત્પલપ્રુફ પ્લાન બનાવ્યો છે. બ્રેથ એનેલાઈઝરથી પીધેલાઓ છે કે નહીં તે ચેક કરાશે. આ ઉપરાંત એમડી કે આવા ડ્રગ્સ લેનારાઓને એનડીપીએસની ખાસ કીટથી ચકાસવામાં આવશે.
૩૧ ફસ્ર્ટ નાઈટમાં કોઈ ડખાડુખી ન થાય કે પીધેલાઓ કંટ્રોલમાં રહે અથવા નીકળે નહીં તેવા અગમચેતી રૂપે છેલ્લ ા એકાદ સાહથી પોલીસ રાત પડે ને રોડ પર ઉતરે છે અને પીધેલાઓને પકડે છે. ગતરાત્રે ક્રાઈમ બ્રાંચે અને શહેરમાં અન્ય પોલીસે પણ ચેકીંગ હાથ ધયુ હતું. જેમાં ૩૦થી વધુ પીધેલા પકડાયા હતા. આજે પોલીસ ફત્પલપ્રફત્પ પ્લાન સાથે સમીસાંજ પછી મેદાનમાં આવશે. શહેરમાં ઉજવણીમાં મુખ્યત્વે કાલાવડ રોડ, યુનિ. રોડ, રેસકોર્ષ રીંગરોડ, યાજ્ઞીક રોડ આ ઉપરાંત રૈયારોડ નવા અને જુના બન્ને રીંગરોડ, મુખ્ય સર્કલો પર પોલીસ અધિકારીઓ પુરતા સ્ટાફ સાથે ખડેપગે રહેશે. પીધેલાઓને પકડીને ઠંડીમેં ગરમીકા અહેસાસ કરાવાશે. છેલબટાઉ ટપોરીઓને જાહેરમાં ઉઠક બેઠક કે આવા અંગમરોળ દાવપેચ પોલીસ કરાવશે.
રાજકોટ શહેર પોલીસના ચાર ડીસીપી, ૬ એસીપી, ૨૧ પીઆઈ, ૭૦ પીએસઆઈ, ૮૫૦થી પોલીસ જવાનો તેમજ હોમગાર્ડ અને ટીઆરબી મળી ૧૩૦૦ જેટલા સુરક્ષા કર્મીઓ કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંભાળવા માટે કાર્યરત રહેશે.
પોલીસ મોબાઈલ વેનમાં પાર્ટી પ્લોટ, ફાર્મહાઉસ કે શહેરની બહાર આવેલી આવી જગ્યાઓમાં છાનાખુણે આયોજનો થયા હોય તો તેના પર નજર રાખવામાં આવશે. અત્યારે તો ઓનપેપર પોલીસે બધું થર્ટી ફસ્ર્ટ નાઈટમાં કાયદો વ્યવસ્થા જાળવવા ફત્પટટાઈટ જેવું માળખુ ગોઠવ્યું છે પરંતુ વાસ્તવિકતા આવતીકાલે સવારે ખબર પડશે.
ચેકિંગમાં ૩૧ પીધેલા, બે જણ છરી સાથે ઝડપાયા
થર્ટી ફસ્ર્ટને લઇ પોલીસ દ્રારા કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન શહેરના અલગ– અલગ ટ્રાફિક પોઇન્ટ પરથી દા પી વાહન ચલાવનાર સહિત ૩૧ શખસોને નશાની હાલતમાં પોલીસે ઝડપી લીધા હતા. જયારે બે શખસોને છરી સાથે ઝડપી લીધા હતા. જેમાં એ ડિવિઝન પોલીસે રામનાથપરા પાસેથી રાજેશ પોપટભાઈ ચૌહાણ, દિનેશ પ્રભુદાસ સાંગાણી, લોહાનગર વિસ્તારમાંથી નરેન્દ્ર વેલજીભાઈ ડાભી, પી.ડી. માલવીયા ચોક પાસેથી રાજેશ વસંતલાલ જાવિયાને દા પી વાહન ચલાવતા ઝડપી લીધો હતો. બી ડિવિઝન પોલીસે સતં કબીર રોડ નાના પાસેથી અજીત અલગગુરામ નિશાદ, મોરબી રોડ જકાતનાકા પાસેથી કાંતિ ગોવર્ધનભાઈ દેવસાણીયા, વેલનાથપરાના પુલ પાસેથી રીક્ષાચાલક ભૂરા સામજીભાઈ સિંધવ, ગ્રીનલેન્ડ ચોકડી નજીક લાલપરી ફિલ્ટર પ્લાન્ટ પાસેથી રવિ ભરતભાઈ ઓવારીયાને નશાની હાલતમાં વાહન ચલાવતા ઝડપી લીધો હતો. યારે પેડક રોડ સેટેલાઈટ ચોક પાસેથી સતીશ ભીમજીભાઇ સોલંકીને છરી સાથે પકડી પાડો હતો. પારેવડી ચોક પાસેથી સલીમ અબ્બાસભાઈ બેલીમને નશાની હાલતમાં વાહન ચલાવતા ઝડપી લીધો હતો.
કુવાડવા રોડ પોલીસે રાજકોટ મોરબી હાઇવે પર બેડી માર્કેટિંગ યાર્ડ નજીકથી મહેશ બાબુભાઈ બહુકીયા, નવાગામ આણંદપર પાસેથી નરેન્દ્ર ઉર્ફે ટીના હસમુખભાઈ પીઠવા, એરપોર્ટ પોલીસે સાતડા ગામના પાટીયા પાસેથી અરવિંદ ધીભાઈ વાઘેલા, થોરાળા પોલીસે ભાવનગર રોડ આરએમસી કચેરી સામેના રોડ પરથી કિશોર જશવંતભાઈ કલોલા, યુનિવર્સિટી પોલીસે રૈયાધાર વિસ્તારમાં ધર્મેશ્વર મહાદેવ મંદિર સામેથી ચિરાગ નરોત્તમદાસ નિમાવત, રૈયાધાર મેઇન રોડ પરથી રાજુ જયંતીભાઈ ગોહેલ, માલવિયાનગર પોલીસે ચંદ્રેશનગર મેઇન રોડ પરથી વિમલ કિશોરભાઈ ગોંડલીયાને નિશાની હાલતમાં વાહન ચલાવતા ઝડપી લીધો હતો. તાલુકા પોલીસે પુનિતનગર ૧૫૦ ફટ રીંગ રોડ પરથી લક્કીરાજસિંહ અજીતસિંહ જાડેજાને છરી સાથે યારે વાવડી ગામના ગેટ પાસેથી મયુરસિંહ શાંતુભા જાડેજાને દા પી બ્રેઝા કાર ચલાવતા ઝડપી લીધો હતો. આ ઉપરાંત કાલાવડ રોડ કટારીયા ચોકડી પાસેથી અલ્પેશ કરસનભાઈ પરમાર, બીપીન બિહારીલાલ બોખાણી, ગોવર્ધન રાજાભાઈ સરવૈયા નામના શખસને આઇ–૨૦ કારના ચાલકની દા પી વાહન ચલાવતા ઝડપી લીધો હતો. એ ડિવિઝન પોલીસે નવયુગપરામાંથી પ્રવીણ ઉર્ફે મનોજ વસંતભાઈ જાદવ, શાક્રી મેદાન પાસેથી પેશ અરવિંદભાઈ પીઠડીયા, ગાંધીગ્રામ પોલીસે જામનગર રોડ આઇઓસી પમ્પ સામેથી દુષ્યતં કેશુભાઈ દુધાતર, છોટુનગર મફતિયાપરામાંથી કુલદીપ ધર્મેશભાઈ વઢવાણિયા, લાલા ભરતભાઈ પરમાર, પ્રકાશનર બહાદુર સોની, રમેશ નરબહાદુર થાપા, જામનગર રોડ પરથી જીેશ ભુપતભાઈ વ્યાસ અને આઇઓસીના પ્લાન્ટ સામેથી અહમદ જુમાભાઇ સંધિ, શીતલ પાર્ક ચોકડી પાસેથી રમેશ જેઠાભાઈ સિગરેખીયાને પીધેલી હાલતમાં ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી. તાલુકા પોલીસે વાવડી ગામના ગેટ પાસેથી ધર્મેન્દ્રસિંહ પરમારને પીધેલી હાલતમાં ઝડપી લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech