દર વર્ષે ફેફસાના કેન્સર સંબંધિત મુદ્દાઓ વિશે સમગ્ર વિશ્વમાં લોકોને જાગૃત કરવા અને શિક્ષિત કરવા માટે 01 ઓગસ્ટના રોજ વિશ્વ ફેફસા કેન્સર દિવસ ઉજવવામાં આવે છે.
આ એક પ્રકારનું કેન્સર છે જે ફેફસામાં શરૂ થાય છે અને મોટાભાગે ધૂમ્રપાન કરતા લોકોમાં જોવા મળે છે. જો કે ફેફસાનું કેન્સર એવા લોકોમાં પણ થઈ શકે છે, જેમણે ક્યારેય ધૂમ્રપાન કર્યું નથી. ફેફસાના કેન્સરના લક્ષણો અને ચિહ્નો તેના પ્રારંભિક તબક્કામાં ઘણીવાર દેખાતા નથી. તે સામાન્ય રીતે ત્યારે દેખાય છે જ્યારે રોગ અદ્યતન તબક્કામાં હોય. ફેફસાંનું કેન્સર એ એક મુખ્ય વૈશ્વિક આરોગ્ય પડકાર છે. જે ગેરસમજ અને મોડા નિદાનના કારણે વધુ વકરી શકે છે.
પ્રારંભિક તપાસની મહત્વપૂર્ણ ભૂમિકા:
ફેફસાના કેન્સરનું મોડું નિદાનએ એક મોટો પડકાર છે. સતત ઉધરસ, છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોને ઘણી વખત ઓછી ગંભીર બીમારીઓ તરીકે ઓળખવામાં આવે છે. જેના કારણે દર્દી સારવાર લેવામાં બેદરકારી દાખવે છે. દર્દીને સજા થવા માટે પ્રારંભિક તપાસ મહત્વપૂર્ણ છે. છાતીનું HRCT (ઉચ્ચ-રિઝોલ્યુશન કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી) એક અસરકારક નિદાન સાધન સાબિત થયું છે. કોવિડ-19 રોગચાળા દરમિયાન HRCT ના વધતા ઉપયોગથી ફેફસાના કેન્સરની પ્રારંભિક તપાસમાં નોંધપાત્ર વધારો થયો, જે યોગ્ય તબક્કે રોગને શોધવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.
ફેફસાના કેન્સરને રોકવાની રીતો:
ધૂમ્રપાનનું વ્યસન છોડવું એ ફેફસાના કેન્સરને રોકવા માટેના પ્રાથમિક પગલાં પૈકી એક છે.
નિયમિત કસરત કરો.
HIV ચેપનું જોખમ ઘટાડવું.
સંતુલિત આહાર લેવો.
ઘરના લાકડાના ધુમાડાને શ્વાસમાં લેવાનું ટાળો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech