રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ગોંડલના દેરડી કુંભાજી ગામ પાસેથી પશુધનની ચોરી કરનાર ટોળકીને ઝડપી દીધી હતી. પોલીસે અહીંથી પાંચ શખસોને ઝડપી લઇ તેમની પાસેથી બોલેરો અને મોબાઈલ ફોન સહિત ૩.૧૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. આ શખસોની પૂછતાછ કરતા રાણસીકી ગામે થયેલી બે ભેંસ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો હતો. આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર હજુ પોલીસને હાથ લાગ્યો ન હોય તેના પકડાયા બાદ આ ટોળકીએ અન્ય કયાં પશુધનની ચોરી કરી તેની માહિતી બહાર આવશે.
જાણવા મળતી વિગતો મુજબ, સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં ખેડૂત દ્રારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, રાણસીકી ગામની સીમમાં આવેલા પોતાના ખેતરે તેણે બે ભેંસ બાંધી રાખી હોય જેની કોઈ શખસો ચોરી કરી ગયા હતા. જે અંગે પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
બીજી તરફ આ બનાવવાને લઇ રાજકોટ ગ્રામ્ય એલસીબી પી.આઈ વી.વી.ઓડેદરા, પીઆઇ ડી.જી. બડવા અને પેરોલ ફર્લેા શાખાના પીઆઈ એસ.જે.રાણાના માર્ગદર્શન હેઠળ એલસીબીની અલગ–અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. દરમિયાન મળેલી હકીકતના આધારે દેરડી કુંભાજી ગામેથી પોલીસે પશુધનની ચોરી કરનાર આ ટોળકીને ઝડપી લીધી હતી.
ઝડપાયેલા શખસોમાં મહેશ ચનાભાઈ વડદોરિયા (ઉ.વ ૨૩ રહે. પાણીધ્રાના પાટીએ તા. માળીયાહાટીના)પ્રવીણ ઉર્ફે ફઝલ ચનાભાઈ વડદોરિયા (ઉ.વ ૨૩), ગોવિંદ ઉર્ફે ઢીંગો ચનાભાઈ વડદોરીયા(ઉ.વ ૨૧), અજય બદભાઈ વડદોરીયા(ઉ.વ ૨૨ રહે. ત્રણે દેરડી રોડ, જેતપુર) અને સંજય અમરશીભાઈ વાઘેલા (ઉ.વ ૨૫ રહે. દેરાળા હનુમાન ઢોરે તા. ગઢડા)નો સમાવેશ થાય છે. પોલીસે આ શખસો પાસેથી બોલેરો પીકઅપ વાહન અને ચાર મોબાઈલ ફોન સહિત ૩.૧૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
આ ટોળકીની પૂછતાછમાં તેમણે રાણસીકી ગામેથી બે ભેંસની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. આરોપીઓ બોલેરો લઈ સીમ વિસ્તારમાં આંટાફેરા કરતા હતા અને તક મળતા પશુધનની ચોરી કરી લેતા હોવાનું જણાવ્યું હતું.જો કે,આ ટોળકીમાં મુખ્ય સૂત્રધાર અન્ય શખસ હોય જે પોલીસને હાથ લાગ્યો ન હોય તેના ઝડપાયા બાદ આ ટોળકીએ અન્ય કોઈ સ્થળે પશુધનની ચોરી કરી છે કે કેમ? સહિતની વિગતો બહાર આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયાના નાના માંઢા ગામનો શખ્સ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો
November 14, 2024 11:06 AM૧૦ વર્ષમાં આઈટી રિટર્ન ફાઇલ કરનારા બમણા થયા
November 14, 2024 11:05 AMસલાયા ગામે તુલસી વિવાહનો કાર્યક્રમ રંગે-ચંગે ઉજવાયો
November 14, 2024 11:04 AMઉપલેટા: અડધા કરોડની ખનીજ ચોરી ઝડપતા નવનિયુકત મામલતદાર
November 14, 2024 11:02 AMદેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોની યુનિક ફાર્મર આઈ-ડી મેળવવા માટે નોંધણી
November 14, 2024 11:02 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech