સાડીમાં સુંદર લુક મેળવવા માટે, અનુસરો આ સ્ટાઇલ 

  • September 15, 2024 04:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જ્યારે પણ પરંપરાગત પોશાકની વાત આવે છે, મોટાભાગની સ્ત્રીઓ સાડી પહેરવાનું પસંદ કરે છે. મહિલાઓ ખાસ કરીને કોઈ પણ પાર્ટી કે તહેવારમાં સાડી પહેરે છે. કેમ કે ક્યારેય સાડીની ફેશન પૂરી નથી થતી. મહિલાઓ સાડીમાં સુંદર અને સ્ટાઇલિશ લાગે છે. પરંતુ આ માટે સ્ટાઇલિંગ પર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ.


સાડી પહેરતી વખતે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેથી કમ્ફર્ટેબલ તેમજ અપ-ટુ-ડેટ દેખાશો. કેટલીક સ્ટાઇલ ટિપ્સ અપનાવીને સાડીમાં પણ ખૂબ જ સ્ટાઇલિશ દેખાશો.


સાડી પહેરવાની સાચી રીત


સાડી પહેરતી વખતે તેને જે રીતે પહેરવામાં આવે છે તેનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. કમર પ્રમાણે સાડી બાંધો. સાડી ડ્રેપિંગ સ્ટાઇલનું ખાસ ધ્યાન રાખો. સાડીનો પાલવ અલગ અલગ રીતે નાખી શકાય છે. આજકાલ સાડીને પહેરવાની ઘણી અનોખી અને સ્ટાઇલિશ રીતો છે. સ્ટાઇલિશ દેખાવા માટે તે પદ્ધતિઓ અજમાવી શકો છો.


બ્લાઉઝ ડિઝાઇન


સાડીમાં સ્ટાઇલિશ દેખાવા માટે બ્લાઉઝની ડિઝાઇનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. બ્લાઉઝની ડિઝાઇનને પ્લેન અથવા સ્ટાઇલિશ સાડી સાથે કોન્ટ્રાસ્ટમાં પણ સ્ટાઇલ કરી શકો છો. આ સાથે બેલ સ્લીવ, પફ સ્લીવ, હોલ્ટર નેક, સ્લીવલેસ, વી નેક, ડીપ નેક અને ફુલ સ્લીવ જેવી અનેક પ્રકારની બ્લાઉઝ ડિઝાઇન અજમાવી શકો છો. બ્લાઉઝની ડિઝાઈન પસંદ કરતી વખતે સાડીનો પ્રકાર ધ્યાનમાં રાખો. ઉદાહરણ તરીકે, જો સાદી સાડી કેરી કરી રહ્યાં છો, તો તેનાથી વિપરિત સ્લીવલેસ બ્લાઉઝ સાથે સ્ટાઇલિશ લુક મેળવી શકો છો.


ફેબ્રિક અને રંગ


 કોટન, શિફોન, બનારસી, સિલ્ક અને ઓર્ગેન્ઝા જેવા ઘણા પ્રકારના કાપડમાં સરળતાથી સાડીઓ સ્ટાઈલ શકો છો. તેથી એવી સાડી ટ્રાય કરો જે આરામદાયક લાગે. આ સાથે રંગ અને પ્રસંગનું ખાસ ધ્યાન રાખો. ત્વચાના ટોન અનુસાર સાડીનો રંગ પસંદ કરો. એવા રંગો પહેરો જે તમને ખુશ કરી દે. આજકાલ પેસ્ટલ રંગો ખૂબ જ ટ્રેન્ડમાં છે.


જ્વેલરી


પરંપરાગત દેખાવ જ્વેલરી વિના અધૂરો લાગે છે. તેથી બ્યુટીફુલ લુક માટે બંગડીઓ, બિંદી અને કાનની બુટ્ટીઓ અને નેકલેસ ટ્રાય કરો. જ્વેલરી પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખો કે નેકલેસની સ્ટાઈલ બ્લાઉઝની ડિઝાઈન પ્રમાણે હોવી જોઈએ. આ સિવાય સાડીમાં સ્ટાઇલિશ લુક મેળવવા માટે હીલ પહેરવી એ વધુ સારો વિકલ્પ રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News