પગના દુખાવાથી કંટાળીને રાવલના પ્રૌઢે ટ્રેન હેઠળ ઝંપલાવીને જિંદગી ટૂંકાવી

  • July 09, 2024 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા પાલાભાઈ સામનભાઈ ગામી નામના 55 વર્ષના કોળી પ્રૌઢને છેલ્લા પાંચેક વર્ષથી પગના ઘૂંટણમાં દુખાવો થતો હોય, આ દુખાવાની તેમણે ઘણા સમયથી દવાઓ લીધી હતી. તેમ છતાં પગનો આ દુખાવો મટતો ન હતો. જેથી કંટાળીને તેમણે ગઈકાલે દ્વારકા નજીકના કુરંગા ગામ પાસેના રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહેલી ટ્રેન હેઠળ ઝંપલાવી દેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર લાખાભાઈ પાલાભાઈ ગામી  (ઉ.વ. 26) એ દ્વારકા પોલીસને કરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News