આગામી તારીખ ૨૨ ને સોમવારના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રતિમાની પ્રાણ પ્રતિા નિમિત્તે રાયભરની સરકારી કચેરીઓમાં અડધા દિવસની રજા રાખવામાં આવી છે. આ મુજબ સરકારી શાળાઓમાં પણ સમયમાં ફેરફાર કરવાનો આદેશ સંયુકત શિક્ષણ નિયામક દ્રારા કરાયો છે. સંયુકત શિક્ષણ નિયામકે તમામ જિલ્લાના પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીઓને મોકલેલા પરિપત્રમાં જણાવ્યું છે કે આ સૂચનાની અમલવારી સરકારી તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને લાગુ પડશે.
સરકારની આ સૂચનાના અનુસંધાને રાજકોટ જિલ્લા પંચાયતના પ્રાથમિક શિક્ષણાધિકારીએ તમામ શાળાઓના આચાર્યેાને પરિપત્ર મોકલીને જણાવ્યું છે કે એક શીફટમા ચાલતી હોય તેવી શાળાઓનો સમય સોમવારે બપોરે ૨:૩૦ થી સાંજના પાંચ વાગ્યા સુધીનો રહેશે. બે સીટમાં ચાલતી હોય તેવી શાળાનો સમય સવારે ૭:૩૦ થી ૧૦ અને બપોરે ૨:૩૦ થી ૫ નો રાખવાનો રહેશે.
દરમિયાનમાં સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામકે પરિપત્ર જાહેર કરીને જણાવ્યું છે કે અત્યારે સેમેસ્ટર એકની પરીક્ષા ચાલી રહી છે. આગામી તારીખ ૨૨ ના રોજ અલગ અલગ ૧૧ વિષયની પરીક્ષા રાખવામાં આવી હતી તે પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. સવાર અને બપોરના બે સત્રમાં ૧૧ વિષયની જે પરીક્ષા હતી તે રદ કરવામાં આવી છે અને નવો પરીક્ષાનો શેડુલ પણ યુનિવર્સિટીએ જાહેર કરી દીધો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech