કચ્છ અને દ્રારકા જિલ્લાને બાદ કરતા રાયના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટું છે. પરંતુ જે સિસ્ટમના કારણે વરસાદ પડી રહ્યો હતો તે લો પ્રેશરની સિસ્ટમ આજે વાવાઝોડામાં પરિવર્તિત થઈ ગઈ છે અને કચ્છ પર વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે. તેની રચના અને તીવ્રતાનું કારણ વર્તમાન સિઝનમાં અસામાન્ય ચોમાસુ પવન પ્રણાલી છે. સામાન્ય રીતે ચોમાસુ પવનો આ રીતે વર્તતા નથી.
વર્તમાન સિસ્ટમ માટે આ બીજી દુર્લભ બાબત એ છે કે ડિપ્રેશનની રચના જમીન પર થઈ હતી અને ચક્રવાતની રચના સમુદ્ર પર થશે. ડીપ ડિપ્રેશન ૨૯ ઓગસ્ટના રોજ સવારે ૮:૩૦ વાગ્યે ભુજથી ૬૦ કિમી ઉત્તર–પશ્ચિમ અને ગુજરાતના નલિયાથી ૮૦ કિમી ઉત્તરપૂર્વમાં સ્થિત હતું.
આઈએમડી ના ચક્રવાત ડેટા અનુસાર, ૧૯૮૧ પછી ઉત્તર હિંદ મહાસાગર ક્ષેત્રમાં ઓગસ્ટમાં રચાયેલું આ પ્રથમ ચક્રવાત છે અને ૧૯૭૬ પછી અરબી સમુદ્રમાં પ્રથમ વખત સર્જાયું છે. ઓગસ્ટમાં આ ક્ષેત્રમાં અગાઉના ૩૨ ચક્રવાત અને ૧૮૯૧ થી ૨૦૨૩ વચ્ચે અરબી સમુદ્રમાં માત્ર ચાર ચક્રવાત થયા છે.
વેલમાર્ક લો પ્રેસર આજે સવારે વાવાઝોડામાં પરિવર્તિત થઈ ગયું છે. કચ્છમાં પ્રતિ કલાકના ૫૫ થી ૬૦ કિલોમીટરની ઝડપે પવન ફુકાવાનું સવારથી જ શ થઈ ગયા બાદ તેની ગતિમાં ક્રમશ: વધારો થઈ રહ્યો છે અને એક તબક્કે ૮૦ કિલોમીટર સુધીની ઝડપે પવન ફંકાઈ રહ્યો છે.
કચ્છ જિલ્લા કલેકટર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ સમગ્ર તત્રં કામે લાગી ગયું છે, કલેકટરે કચ્છના લોકોને આજે સાંજના ચાર વાગ્યા સુધી ઘરની બહાર નહીં નીકળવા, કાચા મકાનોમાં રહેતા હોય તો તેવા લોકોને સલામત સ્થળે ખસી જવા સહિતની સૂચના આપી છે. કચ્છમાં લખપત માંડવી અને અબડાસા તાલુકામાં વાવાઝોડાનો વધુ ખતરો હોવાનું તત્રં જણાવે છે.
આજે સવારે ૮:૦૦ વાગ્યાની સ્થિતિએ આ વાવાઝોડું ભુજ થી ૯૦ નલીયા થી ૪૦ અને પાકિસ્તાનના કરાચી બંદરથી ૨૩૦ કીલોમીટર દૂર છે. છેલ્લા છ કલાકથી આ સિસ્ટમ અરબી સમુદ્રમાં પ્રતિ કલાકના ૩ કીલોમીટરની ઝડપે આગળ વધી રહી છે.
વાવાઝોડાની આ સિસ્ટમના કારણે કચ્છ ઉપરાંત જામનગર પોરબંદર અને દ્રારકા જિલ્લામાં પણ અમુક જગ્યાએ ભારે વરસાદ પડે તેવી શકયતા દર્શાવતું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્રારા જાહેર કરવામાં આવ્યું છે.
બંગાળની ખાડીમાં નવું લો પ્રેસર ઉભું થયું
ગઈકાલે રાત્રે ૧૧:૩૦ વાગ્યાની આસપાસ બંગાળની ખાડીમાં ઈસ્ટ સેન્ટરલ દિશામાં લો પ્રેસર ઊભું થયું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ સિસ્ટમ આગામી ૨૪ કલાકમાં વધુ મજબૂત બનશે અને વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયા પછી તે આંધ્ર પ્રદેશ અને ઓડીસા તરફ આગળ વધશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech