યાત્રાધામ વિરપુરના આંગણે અખિલ ગુજરાત લોહાણા સમાજના નવનિર્વિચિત પ્રમુખ જીતુભાઈ લાલના પદગ્રહણ અવસરે યોજાયેલું રાજયભરના રધૃવંશીઓનું મહાસંમેલન એતિહાસીક બની રહ્યું: ગુજરાતના ખૂણે-ખૂણેથી જ્ઞાતિ શ્રેષ્ઠીઓ, 115 જેટલા લોહાણા મહાજનના પ્રમુખો-વિવિધ જ્ઞાતિ સંસ્થાના આગેવાનો સહિત રધુવંશી ભાઈ-બહેનો હજજારોની સંખ્યામા ઉપસ્થિત રહ્યા
અખિલ ગુજરાત લોહાણા સમાજનું મહાસંમેલન તથા અખિલ ગુજરાત લોહાણા સમાજના નવનિર્વાચિત પ્રમુખ જીતેન્દ્ર હરિદાસ લાલ (બાબુભાઈ લાલા) નો પદગ્રહણ સમારોહ સંત શિરોમણી પૂ.જલારામ બાપાની તપસ્વી અને પાવનભૂમિ પર યોજાયો હતો. આ પ્રસંગે સમગ્ર ગુજરાતભરના નાના - મોટા શહેરો / ગામોના લોહાણા સમાજના હોદ્દેદારો તથા વિવિધ જ્ઞાતિ સંસ્થાના અગ્રણીઓ અને જ્ઞાતિજનો ખાનગી મોટરકાર અને નાની-મોટી બસો મારફત હજજારોની સંખ્યામા ઉમટી પડયા હતા.
વિરપુરના જલારામધામના વિશાળ મેદાનમાં અખિલ ગુજરાત લોહાણા સમાજના મહાસંમેલન તથા જીતુભાઈ લાલના પદગ્રહણ સમારોહના સમગ્ર કાર્યક્રમમાં વિરપુર લોહાણા મહાજને અમૂલ્ય સહયોગ આપ્યો હતો. આ સમારોહમાં વિરપુર લોહાણા મહાજનના પ્રમુખ પૂ.રસીકબાપાએ ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા હતા. તેઓનું ઢોલ-નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતુ. જામનગરના લાલ પરિવારના મોભી અશોકભાઈ લાલ, જીતુભાઈ લાલે પૂ.રસીકબાપાને વંદન કરી આશીર્વાદ લીધા હતાં.
ગુજરાત રાજયના પ્રથમ કહી શકાય તેવા રધૃવંશી સમાજના આ એતિહાસીક મહાસંમેલનમાં અધ્યક્ષસ્થાન અખિલ ગુજરાત લોહાણા સમાજના નવનિર્વાચિત પ્રમુખ જીતુભાઈ લાલે સભાળ્યું હતું. વિરપુર લોહાણા જ્ઞાતિની બાળાઓએ શુભ સ્વાગતમ સાથે સ્વાગત નૃત્ય રજુ કર્યું હતુ.
હજજારોની સંખ્યામાં ઉમટી પડેલા જ્ઞાતિજનો, આગેવાનો, ભાઈઓ-બહેનો તેમજ યુવા પેઢીથી સંમેલન સ્થળનુ મેદાન હકડેઠઠ ભરાઈ ગયુ હતુ. મહાસમેલનનો શુભારંભ વિરપુર લોહાણા મહાજનના પ્રમુખ પૂ.રસીકબાપા તેમજ વિવિધ મથકો પરથી પધારેલા રઘુવંશી સમાજના પ્રમુખો, અને જ્ઞાતિ-સંસ્થાઓના પદાધિકારીઓ તેમજ મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગ્ટય સાથે કરવામાં આવ્યું હતુ.
અખિલ ગુજરાત લોહાણા સમાજના ચાર વર્ષ સુધી પ્રમુખપદે રહી વિદાય લઈ રહેલા પ્રમુખ ધનવાનભાઈ કોટકે સ્વાગત પ્રવચન કરી સમાજની છેલ્લા ચાર વર્ષની પ્રવૃતિઓનો અહેવાલ રજુ કરતાં કહ્યું હતું કે, અખિલ ગુજરાત લોહાણા સમાજના નવા પ્રમુખની વરણી માટે તા.24-05-2024 ના દિને સંકલન સમિતિમાં સર્વાનુમતે સમસ્ત હાલાર (જામનગર તથા દેવભૂમિ દ્વારકા જીલ્લો) લોહાણા સમાજના પ્રમુખ તરીકે રહેલા જીતુભાઈ લાલની વરણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જીતુભાઈ લાલની પ્રમુખ તરીકે વરણી થવાથી સમગ્ર ગુજરાતના લોહાણા સમાજને એક સક્ષમ, સેવાભાવી અને સતત દોડતા કાર્યશીલ નેતા મળ્યા છે તેમણે જીતુભાઈ લાલને શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતાં.
આ મહાસંમેલનની સાથે અખિલ ગુજરાત લોહાણા સમાજની સાધારણ સભા પણ યોજવામાં આવી હતી. જેમા સમાજના મંત્રી મગનભાઈ રૂપારેલે રજુ કરેલો ગત સભાનો અહેવાલ અને ઠરાવ સર્વાનુમતે મંજુર થયા હતાં. અખિલ ગુજરાત લોહાણા સમાજ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ઠાકોરભાઈ ઠકકરે જીતુભાઈ લાલની સંસ્થાના પ્રમુખ તરીકે સત્તાવાર જાહેરાત કરી ત્યારે તાળીઓના ગડગડાટ, જય જલારામ, જય રધુવંશના જયધોષ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠયુ હતું, આતશબાજી સાથે જીતુભાઈ લાલના પદગ્રહણને વધાવી લેવામાં આવ્યું હતું અને સાધારણ સભાની કાર્યવાહી પૂર્ણ થઈ હતી.
આ સમગ્ર પ્રસંગ લોહાણા સમાજ માટે ઐતિહાસીક બની રહ્યો હતો, કારણ કે સંત શિરોમણી પૂ.જલારામ બાપાની પાવન ભૂમિ ઉપર સૌપ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતમાંથી રઘુવંશીઓની ઉપસ્થિતી વચ્ચે અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ તરીકે જીતુભાઈ લાલને સંસ્થાના ધનવાનભાઈ કોટક, ઠાકોરભાઈ ઠકક્કર, મગનભાઈ રૂપારેલ, શેલેષભાઈ સોનપાલ, પ્રવિણભાઈ ઠકકર અને યોગેશભાઈ ઉનડકટે નવા પ્રમુખ જીતુભાઈ લાલને વિધિવત કાર્યભાર સુપ્રત કર્યો હતો.
એ પછી મહાસમેલનનો વિધિવત આરંભ થયો હતો. જેમા પ્રથમ વકતા તરીકે લોહાણા સમાજના યુવા નેતા પાર્થભાઈ કોટેચાએ જીતુભાઈ લાલને અભિનંદન સાથે જણાવ્યું હતું કે, તેમનામાં નવું કરવાની દ્રષ્ટિ અને સૌને સાથે રાખવાની શકિત છે. સમાજના યુવા વર્ગ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓના સંદર્ભમાં જીતુભાઈ લાલ જરૂરી સૂચનાઓ ઉપલબ્ધ કરાવે તો યુવાનો ઉચ્ચ પદ મેળવી શકે. રાજકોટ લોહાણા સમાજના પ્રમુખ રાજુભાઈ પોબારૂએ ઉદબોધનમાં પૂ.જલારામ બાપાના આશીર્વાદ જીતુભાઈ પર સદાય વરસતા રહે તેવી પ્રાર્થના કરી હતી અને જ્ઞાતિ હિતના તમામ કાર્યોમાં સક્રિય સહયોગની ખાત્રી આપી હતી.
જુનાગઢ મહાનગરપાલીકાના ડેપ્યુટી મેયર અને સમાજના અગ્રણી ગિરીશભાઈ કોટેચાએ સૌપ્રથમ તો જલારામ બાપાની પાવન ભૂમિનું સ્થળ પસંદ કરવા બદલ જીતુભાઈ લાલને અભિનંદન આપ્યા હતા. જીતુભાઈને અનેક સંસ્થાઓમાં વિવિધ ઉચ્ચ પદ પર રહી સેવા કાર્યો કરવાનો અનુભવ છે, તેથી પ્રમુખ તરીકેની તેમની પસંદગીનો નિર્ણય ઉતમ નિર્ણય ગણાવ્યો હતો અને જીતુભાઈ લાલ તેમજ અશોકભાઈ લાલ અને લાલ પરિવારના સેવાકાર્યોને બિરદાવી અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા હતાં.
હાલાર લોહાણા સમાજના અગ્રણી તેમજ જામનગરના લાલ પરિવારના મોભી અશોકભાઈ લાલે તેમના ઉદબોધનમા જણાવ્યું કે નવા પ્રમુખ પાસે સમાજને ધણી અપેક્ષાઓ છે, જીતુભાઈને તેના કરતા દસ ગણા કાર્યો કરે તેવું સુચન કર્યું હતું, તેઓએ રાજકીય ક્ષેત્રનો આડકતરો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, અગાઉ ગુજરાતમાં લોહાણા સમાજના ચાર ધારાસભ્યો હતાં અને તેમાંથી ત્રણ મંત્રી હતાં જયારે અત્યારે સમગ્ર ગુજરાતમાં એક માત્ર ધારાસભ્ય આપણા સમાજના છે. લોહાણા સમાજ શકિતશાળી અને સક્ષમ છે. ગુજરાતમાં 25 લાખ, દેશમાં પાંચ લાખ અને વિદેશોમાં પાંચ લાખ મળી કુલ 35 લાખ લોહાણા જ્ઞાતિજનોની વસ્તી છે.
તેઓએ વધુમાં કહયું હતુ કે આપણા રઘુવંશી સમાજે સંગઠીત થવું જરૂરી છે અને સમાજ એકતા બતાવશે તો જરૂર સારા દિવસો આવશે. આપણો સમાજ દૂધમાં સાકર ભળી જાય તેવો સમાજ છે. અંદરો અંદર સહયોગ-સહકારની ભાવના વધારવી પડશે. અત્યારે ગૌરવ લેવા જેવી બાબત એ છે કે રાજયમાં લોહાણા જ્ઞાતિના 300 જેટલા અધિકારીઓ નાના-મોટા સ્થાન પર ફરજ બજાવી રહયા છે, લોહાણા સમાજના કોઈપણ વ્યકિતને જયારે પણ જરૂર પડે તો સમાજે તેની મદદ કરવા આગળ આવવુ પડશે તેમ કહી અશોકભાઈ લાલે ખૂબ જ ભાવપૂર્વક જણાવ્યું હતું કે સમાજના કોઈપણ કામ માટે કોઈપણ સમયે તન-મન-ધનથી સાથે જ છું.
જુનાગઢના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂએ પૂર્વમંત્રી બાબુભાઈ સાથેના સંસ્મરણો તાજા કર્યા હતાં. તેમણે જીતુભાઈ લાલની પસંદગીને અતિ યોગ્ય ગણાવી અભિનંદન પાઠવ્યા હતાં. સમાજની સેવા કરવાના જલારામબાપા શકિત આપે અને હંમેશા સારા કર્યો કરતા રહે તેવી પ્રાર્થના કરી હતી.
ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ નિમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, આજનો પ્રસંગ એક અનોખો પ્રસંગ છે, અહીં અનેરા ઉત્સાહના દર્શન થયા છે. સમાજને જીતુભાઈ પાસે ધણી અપેક્ષા છે અને તેઓ પૂર્ણ કરશે તેવો વિશ્વાસ પણ છે.
જીતુભાઈ અને લાલ પરિવારના સેવા કાર્યોથી સૌ પરિચીત છીએ, તેમણે જીતુભાઈ પ્રમુખપદે ખુબ સફળ થાય તેવી શુભેચ્છા આપી હતી. વધુમાં તેઓએ કહયું હતુ કે, અત્યારે જ્ઞાતિવાદ વિસ્તર્યો છે દરેક જ્ઞાતિ સંગક્ઠીત થઈ રહી છે ત્યારે આપણે પણ આપણા સંગઠનની શકિત બતાવવાનો સમય આવી ગયો છે. જીતુભાઈ પણ સતત સેવાકાર્યોમાં પોતાના પિતાની જેમ જ કાર્યશીલ રહ્યા છે તેમણે જીતુભાઈને ગુજરાતના મોટા શહેરોમા લોહાણા જ્ઞાતિના યુવાનો તથા બહેનો માટે હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ કરવા સૂચન કર્યું હતું.
વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ ખુબ જ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતુ કે, અત્યારનો યુગ તલવાર યુધ્ધનો નથી, અત્યારે તો તમે કેટલી સંખ્યા ભેગા કરી શકો છો તે જ તમારી સાચી શકિત છે. રાજકિય પક્ષોએ પણ તે જ્ઞાતિ સમાજ પ્રત્યે ધ્યાન દેવુ જ પડે છે. આપણો સમાજ આજે એક થયો છે અને વિરાટ એકતા દર્શાવી છે તેમ કહી જણાવ્યું હતું કે, આંતરિક ખેંચતાણ બંધ કરી, સમાજની વ્યકિતને મદદ કરજો, પણ પાડી દેવાનું કામ ન કરતાં. આપણા સમાજના લોકો કોઈપણ પરિસ્થીતીમા હાથ લાંબો નહીં કરે તેથી આપણે જ તપાસ કરીને મદદ કરવી પડશે તેઓએ જીતુભાઈ લાલને અભિનંદન આપતા જણાવ્યું કે, જીતુભાઈ તો હાલારનો સિંહ છે, સક્ષમ છે, મને વિશ્વાસ છે કે સૌને સાથે રાખીને સમાજને આગળ વધારશે.
આ અવસરે અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખનો પદભાર સભાળનાર જીતુભાઈ લાલે અધ્યક્ષ સ્થાનેથી ઉદબોધન કરતાં જણાવ્યું હતુ કે, આજે ગુજરાતના ખુણે-ખુણેથી આપણા સમાજના લોકો પધાર્યા છે. ઈતિહાસમાં આટલી મોટી સંખ્યામાં અને તે પણ જલારામબાપાની ભૂમિ પર એકત્ર થયા છે તે એતિહાસીક પ્રસંગ બન્યો છે, તેમણે લોહાણા સમાજની શકિત અંગે જણાવ્યું કે, લોહાણા ધારે તો એક લાખ એકઠા થઈ જાય, પણ વિરપુરવાસીઓને અને જલારામ ભકતોને તકલીફ ન પડે તેવું આયોજન કર્યું છે. સમગ્ર ગુજરાતના લોહાણા જ્ઞાતિની સૌથી મોટી સંસ્થાના પ્રમુખ બનવાનો અવસર મળ્યો છે ત્યારે મને મારા માતા-પિતા અને વડીલ બંધુ તેમજ પૂ.જલારામ બાપાના આર્શિવાદ મળ્યા છે.
ગુજરાતમાં અત્યારે લોહાણા સમાજની બે મુખ્ય સંસ્થાઓને કાયદાકિય પ્રક્રિયા મુજબ એક કરવાની નેમ છે અને તેમા અડચણ આવશે તો સમગ્ર ગુજરાતમાં સૌને એક તાતણેં બાંધવા આ સંસ્થાને નવું નામ આપવાની દિશામાં આગળ વધવું પડશે. તેમણે વધુમાં જણાવ્યું કે હાલારમાં લોહાણા સમાજમાં અદભૂત એકતા છે તેવી જ એકતા હાલના સમગ્ર ગુજરાતના લોહાણા સમાજમાં જાગૃત કરવી છે, સમાજને એક કરીને જ જંપીશ. છગનબાપાએ રચેલી વૈશ્વિક સંસ્થા લોહાણા મહાપરીષદ વર્ષોથી કાર્યરત છે તેવી જ રીતે ગુજરાતમાં એક જ સસ્થા બને તેવી આશા છે.
આપણા સમાજના વડીલો ભેગા થાય અને સમાજમા નવી અને યુવા ટીમ બનાવે. લોહાણા મહાપરીષદની અનેક લાભદાયી યોજનાઓ જ્ઞાતિજનો માટે છે તેનો લાભ સૌને મળે તેવા કાર્યક્રમો કરવા છે. તેઓએ રાજયભરના લોહાણા મહાજનોને અનુરોધ કર્યો હતો કે યુવાનોને અને સમાજને સાથે રાખો, નહિંતર જગ્યા કરી આપો, સમાજની સંસ્થાઓ અને હોદ્દેદારોએ હવે પરિવર્તન લાવવાની જરૂર છે.
લોહાણા સમાજના યુવાઓ અને ઉચ્ચ અધિકારી બને તે માટે સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટે તાલીમની સુવિધા ઉપલબ્ધ કરાવશું. જ્ઞાતિમાં સગપણ વિષયક ક્ષેત્રેપણ સમશ્યાઓ ન રહે તે દિશામાં પ્રવૃત્તિ કરશુ. તેમણે ખુબ જ ભાવપૂર્વક અને ભારપૂર્વક જણાવ્યું હતુ કે સંગીત થઈને ગુજરાતને એક તાતણે વિશ્વ સાથે જોડવું છે. લોહાણા સમાજમાં સૌ સમર્પણની ભાવના સાથે એક થઈને કામ કરે તેવી અપીલ કરી હતી. તેમણે કહયું કે હું ઉતાવળમાં નહી, મજબુતાઈમાં માનું છું. સમાજનો જે અભૂતપૂર્વ ઉત્સાહ સાથેનો આ જે માહોલ છે તે જ દશર્વિે છે કે આપણો સમાજ હવે સતત દોડવાનો છે.
આ પ્રસંગે ઉદ્દબોધનના અતે જીતુભાઈ લાલે ઉપસ્થિત જનમેદની પાસે સૌ સાથે મળીને સમાજ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરશું તેવા સામૂહિક શપથ લેવડાવ્યા પછી સૌનો આભાર માનવા સાથે આ આયોજન માટે ઉમદા સહયોગ આપનાર વિરપુર લોહાણા મહાજનના પ્રમુખ પૂ. રસીકબાપા તેમજ ઉપપ્રમુખ નરેશભાઈ ચાંદ્રાણી સહિત ટીમનો આભાર માન્યો હતો.
આ સમારોહમા ઉપસ્થિત વિવિધ શહેરોના લોહાણા સમાજના પ્રમુખો, આગેવાનો તેમજ જ્ઞાતિ સંસ્થાઓના હોદેદારો વિગેરેએ જીતુભાઈ લાલનું આ અવસરે અભિવાદન કરી શુભેચ્છાઓ પાઠવી હતી. સમારોહના અતે અખિલ ગુજરાત લોહાણા સમાજના તત્કાલીન ખજાનચી શૈલેષભાઈ સોનપાલે આભાર દર્શન કર્યું હતુ. આ કાર્યક્રમનુ સંચાલન જામનગરના ગિરીશભાઈ ગણાત્રા, નિલેશભાઈ પાબારી તથા અજયભાઈ કોટેચાએ કર્યું હતુ.
નવા પ્રમુખ સાથે ઉપસ્થિત રઘુવંશીઓએ લીધા સમૂહ શપથ...
વિરપુરના આંગણે અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખપદનો કાર્યભાર સંભાળનાર જીતુભાઈ લાલ સાથે રાજયભરના 115 જેટલા લોહાણા મહાજનના પ્રમુખો, વિવિધ જ્ઞાતિ સંસ્થાના હોદ્દેદારો, મંચસ્થ જ્ઞાતિ શ્રેષ્ઠીઓ તેમજ ઉપસ્થિત હજજારો રધૃવશીઓએ જ્ઞાતિ સંગઠનને વધુ મજબુત અને સક્રિય બનાવવા માટે કાર્યરત રહેવાના સમુહ શપથગ્રહણ કર્યા હતા.
વિરપુર ખાતેનું રઘુવંશી મહાસમલેન બન્યું ઐતિહાસીક...
વિરપુર જવાના માર્ગો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. સંમેલનના સ્થળ પર હજજારોની સંખ્યામાં રઘુવંશીઓ આવી પહોંચતા વિશાળ મેદાન ટુંકુ પડયુ હતુ. સંત શિરોમણી પૂ. જલારામબાપાની પાવન ભૂમિ પર આટલી મોટી સંખ્યામાં રઘુવંશીઓ એકઠા થયા હોય તેવો આ એતિહાસિક પ્રસંગ બની રહયો હતો.
રઘુવંશી શ્રેષ્ઠીઓના ઉદ્દગારો....
- આપણા લોહાણા સમાજને સક્ષમ નેતા મળ્યા છે. : જુનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા
- આપણો સમાજ તો દૃુધમા સાકર ભળે તેમ ભળી જાય તેવો સમાજ છે, આતરિક ખેંચતાણની વૃત્તિ છોડવાની જરૂર છે, હાલારના લોહાણા અગ્રણી અશોકભાઈ લાલ જીતુભાઈ લાલની પ્રમુખ તરીકે પરફેકટ પસંદગી છે.: જુનાગઢના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ
- જીતુભાઈ લાલ પાસે સમાજને મોટી અપેક્ષાઓ છે, અને તે અપેક્ષાઓ પૂર્ણ કરશે તેવો સૌને વિશ્વાસ પણ છે. : વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ નિમાબેન આચાર્ય
- અત્યારના સમયમાં તો માથા કેટલા ભેગા કરી શકો છો તે જ તમારી શકિત દર્શાવે છે.: વાકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી
- ઘરડા જ ગાડા વાળે, વડીલોનું માન જાળવી રાખવા સાથે નવયુવાનોના મજબુત ટીમ બનાવવાની નેમ છે, સુસંગઠ્ઠીત થઈને ગુજરાતના લોહાણા સમાજને એકતાતણે જોડવો છે...ઃ નવનિર્વાચિત પ્રમુખ જીતુભાઇ લાલ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech