શહેરના ઢેબર રોડ ઉપર વિરાણી આઘાટમાં રહેતા અને કેટરર્સનું કામ કરતા ત્રણ યુવકો ઉપર ચાર શખ્સોએ છરી વડે હુમલો કરી ઈંટથી મારમારતા ત્રણેયને ઇજા થવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે. સાથી મિત્ર સાથે કોઈ ઝગડો કરતું હોય તેને છોડાવવા વચ્ચે પડતા બંને મિત્રોને પણ છરી ઝીકી દીધી હતી. બનાવ અંગે મૂળ રાજસ્થાનના વતની અને રાજકમલ પેટ્રોલપંપ વાળી રેલવે ફાટકની સામે નગીન બસ વાળી શેરીમાં રહેતા ભેરુલાલ રતનલાલ મેઘવાલ (ઉ.વ.34) નામના યુવકે ભક્તિનગર પોલીસમાં જીજે-13-એક્યુ-8593 ના બાઈક પર આવેલા બે સહીત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું છે કે, હું અને મારી સાથે સંજય પારઘી, માનસિંગ રાઠોડ, વિક્રમસિંહ સીસોદીયા, શંકરભાઈ સોલંકી, જગદીશ પરમારમ રાજુ પરમાર સહિતના સાથે રહીએ છીએ અને કેટરર્સનું કામ કરીએ છીએ. મારી સાથે રહેતો પ્રકાશ કચરાભાઈ (ઉ.વ.29)નો રૂમ નીચે હતો ત્યારે તેની સાથે બાઇકમાં આવેલા બે શખ્સો માથાકૂટ કરતા હોવાથી હું અને સંજય ગુલાબભાઇ કારંગી (ઉ.વ.19) અમે નીચે જઈ આ બંનેને ભગાડી મુક્યા હતા.બાદમાં પાંચેક મિનિટ પછી ફરી બે શખ્સો આવ્યા હતા અને જેમાં એક સફેદ જેવો શર્ટ પહેર્યો હતો તેના હાથમાં છરી હતી. તે કાંઈ બોલ્યા વગર મને છરીના બે ઘા માર્યા હતા. બચાવવા મિત્ર પ્રકાશ અને સંજય વચ્ચે પડતા પ્રકાશને છરીનો ઘા મરી દીધો હતો જયારે સંજયને માથામાં ઈટ મારી હતી. દેકારો થતા અન્ય કેટરિંગના માણસો અને શેઠ આવી જતા બંને શખ્સો નાસી ગયા હતા. અમને લોહી નીકળતા 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ત્યાં સારવાર લીધી હતી. ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech