રાજકોટ જાણે આત્મહત્યાના બનાવોનું એપી સેન્ટર બનવા જઈ રહ્યું હોઈ તેમ સતત વધતા આપઘાતના બનાવો પરથી લાગી રહયું છે. રવિવારના દિવસે ત્રણ યુવક અને એક પરિણીતાએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હોવાના બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. અંબિકા ટાઉનશીપ નજીક કસ્તુરી શાક માર્કેટ પાસે જનરલ સ્ટોર્સમાં વેપારી યુવકે, પ્રિયદર્શની સોસાયટીમાં ૨૩ વર્ષીય યુવકે, યુનિવર્સીટી રોડ પર શિવ–સંગમ સોસાયટીમાં કારખાનેદાર યુવક અને મોરબી રોડ પર સીતારામ સોસાયટીમાં પરિણીતાએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.
મવડીના ૪૦ ફટ રોડ પર શ્રી એપાર્ટમેન્ટમાં રહેતા અને અંબિકા ટાઉનશીપ નજીક કસ્તુરી શાક માર્કેટ પાસે જનરલ સ્ટોર્સ ધરાવતા ગોકુલભાઈ નાગજીભાઈ ગજેરા (ઉ.વ.૩૬) નામના વેપારી યુવકે ગઈકાલે દુકાનના પિલરમાં ચૂંદડી બાંધી લટકી જઈ ગળેફાંસો ખાઈ લીધો હતો. મોડે સુધી ઘરે ન આવતા મોટાભાઈ દુકાને જોવા જતા દુકાનનું અડધું શટર ખુલ્લું હતું અંદર જઈને જોતા ગોવિંદભાઇ લટકતા હતા જે જોઈને બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ને જાણ કરતા ૧૦૮ની ટિમ બનાવ સ્થળે પહોંચી યુવકને તપાસી મૃત જાહેર કરતા ગમગીની છવાઈ હતી. બનાવની જાણ તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો અને જરી પંચરોજ કામ કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલએ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી. આપઘાત કરનાર યુવક બેભાઈમાં નાના હતા અને છૂટાછેડા થઇ ગયા હોવાથી નાના ભાઈ સાથે જ રહેતા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકના મિત્રને પૈસાની જર હોવાથી યુવકના નામે લોન લીધી હતી બાદમાં તેના હા ભરતો ન હોવાથી પૈસાની ઉઘરાણીના ફોન ગોવિંદભાઇને આવતા હતા. આ અંગે તેણે સાઇબર ક્રાઇમમાં પણ અરજી આપી હતી. પરંતુ કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા ટેન્શનમાં આવી જઈ અને મિત્રએ વિશ્વાસઘાત કર્યેા હોવાનું લાગી આવતા પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.
વડાળીમાં અગમ્ય કારણોસર યુવકે જીંદગી ટુંકાવી
રાજકોટના વડાળી ગામે રહેતો દેવદિપસિંહ વીરદેવસિંહ જાડેજા (ઉ.વ.૨૦) નામના યુવકે ગત સાંજે છતના હંકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ લેતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી હતી. મૃતક બે ભાઇમાં મોટો હતો. પિતા ખેતી કામ કરે છે અને પોતે અભ્યાસ કરતો હતો. તેને કયાં કારણથી પગલું ભયુ એ અંગે પરિવારજનોએ જાણતા ન હોવાનું કહ્યું હતું. કારણ જાણવા આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech