મોરબીના તળાવીયા શનાળા ગામે નીન્દ્રાવસ્થામાં યુવાનનું મોત. તળાવીયા શનાળા ગામે રહેતા 40 વર્ષીય યુવાન પોતાના રૂમમાં સુતા હતા અને નિંદ્રાવસ્થામાં જ મોત થયું હતું
તલાવીય શનાળા ગામના રહેવાસી ભરતભાઈ મગનભાઈ કગથરા (ઉ.વ.40) નામના યુવાને સવારે પોતાના સાઢુભાઈ હરખાભાઇને આઈસ્ક્રીમ લઈને આવવા કહેતા હરખાભાઇ આઈસ્ક્રીમ લઈને આવ્યા હતા અને ભરતભાઈ કગથરા પોતાના રૂમમાં સુતા હતા જેને જગાડતા તેઓ જાગ્યા ના હોવાથી રીક્ષામાં ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા
જયારે બીજા બઙ્ગાવમાં બઙ્ગાવમાં ઘૂટું ગામ નજીક આવેલ કારખાનામાં મશીનમાં આવી જતા 37 વર્ષના યુવાનનું મોત થયું હતું જે બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી છે
મોરબી તાલુકાના ઘૂટું ગામ નજીક આવેલ રોલટાસ પેપર એલએલપી કારખાનામાં કામ કરતા પવનકુમાર મહેશપ્રસાદ (ઉ.વ.37) નામના યુવાન કામ કરતી વખતે બોરમિલ મશીનમાં આવી જતા મોત થયું હતું મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે
ત્રીજા બઙ્ગાવમાં વાંકાનેર રાતાવીરડા નજીક અકસ્માતે પડી જતા યુવાનનું મોત ઙ્ખયું છે. રાતાવીરડા ગામ નજીક આવેલ ફેકટરીના લેબર ક્વાર્ટરના પહેલા માલની પાળી પરથી પડી જતા ગંભીર ઈજા પહોંચતા યુવાનનું મોત થયું છે મૂળ એમપીના વતની અને હાલ વાંકાનેર તાલુકાના રાતાવીરડા નજીક આવેલ સ્પેકોન કારખાનામાં રહીને મજુરી કરતા મહેન્દ્રસિંહ પ્રેમલાલસિંહ (ઉ.વ.26) નામના યુવાન લેબર ક્વાર્ટરના પહેલા માળે પાળી પરથી અકસ્માતે પડી જતા માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમગરનું માથું લઈ મુસાફર કેનેડા જવા નીકળ્યો, દિલ્હી એરપોર્ટ પર ચેકિંગમાં પકડાયો ને પછી થયું આવું...
January 10, 2025 04:32 PMદુનિયાની અનોખી આદિજાતિ: દૂધમાં લોહી ભેળવીને પીવે છે
January 10, 2025 04:28 PMવૃંદાવનધામમાં ધ્વજાજી ઉત્સવ રાજકોટવાસીઓ માટે સંભારણું
January 10, 2025 03:44 PMજાહેરમાં કાચના પાવડરથી દોરી રંગનાર, વેચનાર સામે પોલીસને કાર્યવાહી કરવા હાઈકોર્ટનો નિર્દેશ
January 10, 2025 03:41 PMરાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત આગામી તા.૧૧ અને તા.૧૨ના રોજ જામનગર જીલ્લાની મુલાકાતે
January 10, 2025 03:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech