વલસાડ સુરત આણંદ નવસારી જિલ્લામાં વરસાદનું જોર સારું રહ્યું છે અને સરેરાશ ત્રણ થી સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ આ ચાર જિલ્લામાં પડ્યો છે. આજે સવારે છ વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 117 તાલુકામાં સામાન્ય ઝાપટાથી નોંધપાત્ર વરસાદ થયો છે અને 27 તાલુકા એવા છે કે જ્યાં એક ઇંચ કે તેનાથી વધુ વરસાદ નોંધાયો છે.
સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત શહેરમાં સવા ત્રણ કામરેજમાં સાડા ત્રણ ચોયર્સિીમાં એક અને પલસાણામાં પોણો ઈંચ વરસાદ થયો છે.
વલસાડ શહેરમાં અઢી વાપીમાં ત્રણ ઉમરગામમાં સાડા ત્રણ કપરાડામાં બે અને ધરમપુરમાં એક ઇંચ વરસાદ પડ્યો છે.
આણંદ જિલ્લાના બોરસદમાં સાડા ત્રણ આંકલાવમાં સવા ઈચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નવસારી જિલ્લાના જલાલપુરમાં બે અમદાવાદ જિલ્લાના ધંધુકામાં બે સાબરકાંઠા જિલ્લાના પોસીનામાં બે વડોદરા જિલ્લાના ડભોઇમાં પોણા બે ભરૂચ જિલ્લાના હાસોટ અને નવસારી શહેરમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.
24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં એકમાત્ર અમરેલી જિલ્લાના ખાંભામાં બે ઇંચ અને ભાવનગર જિલ્લાના ઘોઘામાં સવા મોરબી જિલ્લાના ટંકારામાં એક ઇંચ વરસાદ થયો છે.તે સિવાય સૌરાષ્ટ્ર કચ્છમાં મોટાભાગની જગ્યાએ સામાન્ય ઝાપટાં પડ્યા છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ જૂનાગઢ જિલ્લાના ભેસાણ રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. જુનાગઢ શહેરમાં 10 મીમી ગીર સોમનાથ જિલ્લાના તાલાલા અને ભાવનગર જિલ્લાના તળાજામાં 9 મીમી જામનગરના લાલપુરમાં આઠ અમરેલીના ધારીમાં આઠ ગોંડલમાં આઠ ગીર ગઢડામાં સાત વિસાવદરમાં છ મેંદરડામાં છ મહુવામાં છ કુતિયાણામાં પાંચ જામજોધપુરમાં પાંચ વંથલીમાં પાંચ મિલીમીટર વરસાદ નોંધાયો છે. અમરેલીના રાજુલા બાબરા ભાવનગરના ગારીયાધાર રાજકોટ મોરબી શહેર અને હળવદ માળીયા મીયાણા ભાવનગર શહેર સુત્રાપાડા જોડીયા સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સામાન્ય ઝાપટાં પડ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech