આજકાલ પ્રતિનિધિ– રાજકોટ : રાજકોટમાં સરેરાશ પ્રતિ દિવસ આત્મહત્યાના બે બનાવો નોંધાઈ રહ્યા હતા હવે આ આંકડો વધીને માત્ર ૬ કલાકમાં ત્રણ આત્મહત્યા સુધીએ પહોંચ્યો છે. રાજકોટમાં ગઈકાલની રાત જાણે ગોઝારી બની હોઈ તેમ રાત્રીના ૧૧ વાગ્યાથી ૩.૩૦ વાગ્યા સુધીમાં એક નવોઢા, યુવક અને આધેડે આપઘાત કરી જિંદગી ટૂંકાવી લીધી હતી. જેમાં બે બનાવ જંગલેશ્વર વિસ્તારના જ હોવાનું સામે આવ્યું છે. જંગલેશ્વર શેરી નં–૫ માં રહેતા આધેડે નશાની હાલતમાં ફાંસો ખાઈ લીધો હતો. જયારે જંગલેશ્વરમાં ન્યુ સાગર સોસાયટી શેરી નં–૯ માં રહેતા યુવકે આર્થિકભીંસથી કંટાળી ઝેરી ટીકડા પી લેતા મોત નીપયું હતું અને ભીચરી અમરગઢ ગામે એક મહિના પહેલા જ લ કરનાર નવોઢાએ એસિડ પી લેતા દમ તોડો હતો. જંગલેશ્ર્વરના બે બનાવમાં ભકિતનગર પોલીસ, યારે ભીચરીના બનાવમાં તાલુકા પોલીસ હોસ્પિટલ દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી હતી.
રાત્રીના ૧૧–૦૦ કલાક
પુત્રને સાબુદાણા લેવા મોકલી આધેડે ફાંસો ખાઈ જીવ દીધો
રાજકોટના જંગલેશ્વર શેરી નં–૫ મા રહેતા દિનેશભાઇ ભીખાભાઇ બાવળીયા (ઉ.વ.૫૩) નામના આધેડ રાત્રે ૧૧ વાગ્યે ઘરે હતા ત્યારે પુત્ર વિઠ્ઠલને સાબુદાણા લેવા મોકલ્યો હતો અને પાછળથી પંખાના હત્પકમાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. પુત્ર પરત આવતા પિતાને લટકતી હાલતમાં જોઈ દોટ મૂકી છરી વડે દોરી કાપી નાખી હતી અને ૧૦૮ને જાણ કરતા ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી હતી. મૃતક છૂટક મજૂરી કામ કરતાં હતા અને ત્રણ ભાઈ બે બહેનમાં મોટા હતા. સંતાનમાં બે દીકરા બે દીકરી છે. પત્નીનું ૧૪ વર્ષ પહેલા મર્ડર થયું હતું. પોતાને પીવાની ટેવ હોવાથી ગઈકાલે નશાની હાલતમાં પગલું ભરી લીધું હોવાનું પુત્રએ જણાવ્યું હતું. બનાવથી પરિવારમાં ગમગીની છવાઈ છે.
રાત્રીના ૧–૩૦ કલાકે
આર્થિકભીંસથી કંટાળી યુવકે ઝેરી ટીકડા પી મોતને મીઠું કર્યું
જંગલેશ્વર વિસ્તારમાં ન્યુ સાગર સોસાયટી શેરી નં–૯ માં રહેતા એઝાઝભાઈ હાનભાઇ મુલતાની (ઉ.વ.૩૨) નામના યુવકે રાત્રીના ૧.૩૦ કલાકે ઘર પાસે ઘઉંમાં નાખવામાં ટીકડા પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લેતા પરિવારમાં માતમ છવાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને જરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. મૃત્યુ પામનાર એઝાઝભાઈ આધારકાર્ડ કઢાવી આપવા સહિતનું કામ કરતા હતા અને બે ભાઈ એક બહેનમાં બીજા નંબરે હતા. મૃતકના પિતા હાનભાઈના કહેવા મુજબ પુત્ર બહારથી જ ઝેરી દવા પી ને આવ્યો હતો. રાત્રે ઘરનો દરવાજો ખટખટાવી પોતે દવા પી લીધી હોવાનું કહેતા તાત્કાલિક સારવાર માટે લઈ ગયા હતા પરંતુ જીવ બચી શકયો ન હતો. પુત્રએ આર્થિક સંકડામણથી પગલું ભરી લીધું હતું. યુવકના મોતથી અઢી વહની દીકરીઓ અને સાત વર્ષના દીકરાએ પિતાનું છત્ર ગુમાવતા પરિવારમાં ઘેરો આક્રદં સર્જાયો હતો.
રાત્રીના ૩–૩૦ કલાકે
એક મહિના પહેલા પરણેલી ભીચરીની નવોઢાએ એસિડ પી સંસાર છોડો
રાજકોટના અમરગઢ(ભીચરી)માં સાસં ધરાવતી ભાવિકાબેન રાહત્પલભાઈ રાઠોડ (ઉ.વ.૨૪) નામની નવોઢાએ રાત્રીના ૩.૩૦ કલાકે એસિડ પી લેતા સારવાર માટે ગિરિરાજ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા વહેલી સવારે સારવાર દરમિયાન આખં મીંચી લેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. મૃતક ભાવિકાબેનનું માવતર કોઠારીયા ચોકડી પાસે ગણેશ વિસ્તારમાં છે અને એક મહિના પહેલા જ ભીચરી ગામે રહેતા રાહત્પલ નારણભાઇ રાઠોડ સાથે લ થયા હતા. રાહત્પલભાઈ ગેરેજમાં કામ કરે છે. મૃતકના દિયર ઘનશ્યામભાઈના કહેવા મુજબ રાત્રે પરિવારજનો સુતા હતા ત્યારે બહાર નીકળી એસિડ પી લીધું હતું અને એ પછી મારા મોટા ભાઈ રાહત્પલને જગાડી પોતે એસિડ પી લીધું હોવાનું કહેતા તાત્કાલિક વાહનમાં સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી ગિરિરાજ હોસ્પિટલમાં ખસેડતા સવારમાં મોત નીપયું હતું. બનાવ અંગે તાલુકા પોલીસેને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલમાં ખસેડો હતો. નવોઢાએ કયાં કારણથી પગલું ભયુ પરિવાર પણ જાણતો ન હોવાથી તાલુકા પોલીસે તપાસ યથાવત રાખી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech