ચોરીઓના અનેક ગુનાઓમાં પકડાઇ ચુકેલા મુળ રાતીદેવળી અને રાજકોટના શખ્સ સામે પોલીસ કમિશનરને પાસાનું વોરટં ઇશ્યુ કરતા ભકિતનગર પોલીસે વોરંટની બજવણી કરી જેલહવાલે કર્યા હતાં.જયારે દાના ગુનામાં સંડોવાયેલા નાણાવટી ચોક પાસે રહેતા શખસ સામે પાસાનો હત્પકમ થતા એલસીબી ઝોન–૨ ની ટીમે વોરંટની બજવણી કરી આરોપીને જેલહવાલે કર્યેા હતો.
જાણવા મળતી વિગતો મુજબ, હાલ લીમડા ચોક શાક્રી મેદાન નજીક ફટપાથ પર રહેતાં મુળ વાંકાનેર રાતીદેવળીના રાહત્પલ ઉર્ફ ટકો અશોકભાઇ વિકાણી (ઉ.વ.૨૧) અને ચુનારાવાડ–૨માં સવશીભાઇ કોળીના મકાનમાં રહેતાં હનીફશા ઇબ્રાહીમશા શાહમદાર (ઉ.વ.૩૫)ને અમદાવાદ જેલમાં મોકલી દેવાયા છે. આ બંનેને પાસામાં ધકેલવા ગુનાહિત ઇતિહાસ ચેક કરી દરખાસ્ત તૈયાર કરવાની કામગીરી જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી સનસિંહ પરમાર, એસીપી વી. જી. પટેલ રાહબરીમાં ભકિતનગર પોલીસે તૈયાર કરી હતી. જેને પોલીસ કમિશનરે મંજુર કરી હતી.
રાહત્પલ ઉર્ફ ટકો અગાઉ વાંકાનેર, હળવદ, રાજકોટના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ચોરીઓના ૧૭ ગુનાઓમાં અને હનીફશા પણ રાજકોટ, વાંકાનેરમાં ચોરીઓના અલગ અલગ ૧૮ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુકયો હતો. વોરન્ટ બજવણીની કામગીરી ભકિતનગર પીઆઇ એમ.એમ. સરવૈયા, પીસીબી ઇન્ચાર્જ પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. એન. વસાવા, એએસઆઇ નિલેષભાઇ મકવાણા, ભરતભાઇ મારકણા, હેડકોન્સ. હિતેન્દ્રસિંહ ઝાલા, પ્રભાતભાઇ ડાંગર, કોન્સ. રાહત્પલભાઇ ઠાકુર, અરજણભાઇ પરમાર, દેવજીભાઇ પાણકુટા, હોમગાર્ડ હાર્દિક પીપળીયા અને પીસીબીના રાજુભાઇ દહેકવાલ, ઇન્દ્રજીતસિંહ સીસોદીયાએ કરી હતી.
જયારે આ સિવાય નાણાવટી ચોક પાસે નંદનવન આવાસ યોજના કવાર્ટરમાં રહેતા જય અતુલભાઇ મકવાણા(ઉ.વ ૨૩) સામે અલસીબી ઝોન–૨ ના પીએસઆઇએ આરોપીનો ગુનાહિત ઇતિહાસ ચેક કરી તેની સામે પાસાની દરખાસ્ત તૈયારી કરી હતી.પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ દરખાસ્ત પર મંજુરીની મહોર લાગાવી આરોપી સામે પાસાનું વોરટં ઇશ્યુ કયુ હતું.જેથી એલસીબીની ટીમે વોરંટની બજવણી કરી આરોપીને અમદાવાદ જેલહવાલે કરી દીધો હતો.આરોપી જય સામે અગાઉ રાજકોટના યુનિ., આજીડેમ, પ્ર.નગર અને માલવીયાનગર અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં દા,હત્યાનો પ્રયાસ,ચોરી, મારામારી,રાયોટ અને એટ્રોસિટી સહિતના ૭ ગુના નોંધાઇ ચૂકયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech