ભાવનગર લોકલ ક્રાઈમબ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમી આધારે શહેરના કુંભારવાડા વિસ્તારમાંથી રીક્ષા ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે આ ગેંગ પાસેથી પાંચ રીક્ષા અને એક સ્કૂટર મળી કુલ છ વાહનો કબ્જે કર્યાં છે.
આ બનાવ અંગે જાણવા મળતી માહિતી અનુસાર એલસીબીની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગમા હોય એ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે, કુંભારવાડાના માઢીયા રોડપર રહેતા સોહિલ ઉર્ફે લંબુ સત્તાર બુખારી (ઉ.વ.૨૦ રહે.શેરીનં-૮ ક્વાર્ટર નં-૨૭ માઢીયારોડ કુંભારવાડા) પાસે શંકાસ્પદ વાહનો છે જે હકીકત આધારે ટીમે બાતમી વાળા સ્થળે રેડ કરતા સોહિલ સાથે સ્થળપરથી મોહસીન ઈબ્રાહીમ વ્હોરા (ઉ.વ.૩૭ રહે.મિલ્તનગર સોસાયટી સાંઈનાથ રોડ પેટલાદ-આણંદ) તથા વિંદાકુંવર કરીનાકુંવર ઉર્ફે કૌશિક શાંતિલાલ ઉનાગર (ઉ.વ.૨૧ રહે.મૂળ ૪૦૩ વાસુ એપાર્ટમેન્ટ વિભાગ-૨ મગરનગર કતારગામ સુરત હાલ શેરીનં-૫ માઢીયારોડ કુંભારવાડા) મળી આવેલ સાથોસાથ સ્થળપરથી ૫ રીક્ષા તથા એક સ્કૂટર મળી આવતા પોલીસે આ વાહનોના દસ્તાવેજ-આધાર-પુરાવા ચકાસણી માટે માંગતા ત્રણેય વ્યક્તિ ઓ પૈકી એકપણ વ્યક્તિ સંતોષકારક જવાબ ન આપી શકતા આરોપીઓને પોલીસ મથકે લાવી સઘન પુછપરછ કરતાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે રીક્ષા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી તથા સુરત શહેરમાથી ચોરી કરી લાવ્યા હોવાનું જણાવ્યું હતું. અને સ્કૂટર પણ ચોરાવ હોવાનું જણાવ્યું હતું આથી પોલીસે પાંચ રીક્ષા તથા એક સ્કૂટર મળી કુલ રૂપિયા ૭,૭૫,૦૦૦ ની કિંમતના છ વાહનો કબ્જે કરી સુરત તથા ભાવનગર શહેરમાં થયેલ રીક્ષા ચોરીના બનાવોના ભેદ ઉકેલી આરોપીઓને મુદ્દામાલ સાથે બોરતળાવ પોલીસને હવાલે કરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech