રૂ.૫૨ લાખની છેતરપિંડી મામલે અમદાવાદના ત્રણ શખસ ઝડપાયા

  • September 21, 2024 02:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગરના રહીશને એપ્લીકેશન ડાઉનલોડ કરાવી શેરબજારમાં ટ્રેડિંગના નામે રૂા. ૫૨.૩૭ લાખ મેળવી લઈ છેતરપીંડી અને વિશ્વાસઘાત કરતા સાઈબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુનો નોંધાવા પામ્યો હતો. જે મામલે પોલીસે બેંક એકાઉન્ટમાં નાણા નખાવી વિડ્રોલ કરી આપનારા અમદાવાદના શખસોની ધરપકડ કરી લીધી હતી.
ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ આરોપીઓએ શેરબજાર ટ્રેડિંગના નામે વિશ્વાસમાં લઇ કોમ્પ્યુટર સંસાધન અથવા કોમ્યુનિકેશન સાધનની મદદથી અઅઋખઅઙઙ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી કુલ રૂા.૫૨,૩૭,૦૦૦ નું સાયબર ફોડ કરી રકમ અલગ અલગ બેંક એકાઉન્ટમાં મેળવી લઈ છેતરપીંડી -વિશ્વાસઘાત કરતા ફરીયાદ આપી હતી.
 જે મામલે ભાવનગર વિભાગ દ્વારા એ પાર્ટ ગુ.ર.નં.૦૦૦૩/ ૨૦૨૪ આઈ. પી.સી. કલમ ૪૦૬, ૪૧૯, ૪૨૦, ૧૧૪ તથા આઇ.ટી.એકટ ૬૬(ડી) મુજબનો ગુનો દાખલ કરી ગુનાના કામે બેંક એકાઉન્ટ મા પૈસા નખાવી વિડ્રો કરી આપનાર ઇસમો ગૌતમ બાબુભાઈ વાણંદ (ઉ.વ.૪૦ હાલ રહે.૨૭ મહેશ્વરી સોસાયટી વિભાગ-૧ અંબર સિનેમા પાસે બાપુનગર, અમદાવાદ મુળ રહે.ફુલેતરાગામ કલોલ રોડ તા.કડી જી.મહેસાણા),રોનક અમરતભાઈ નાઈ (ઉ. વ.૨૭ રહે. હાલ ડિ-૧૦૨, કિશ ગોલ્ડ ફ્લેટ, ડિ-માર્ટની બાજુમા, નિકોલ અમદાવાદ મુળ રહે.ધમાસણા તા.કલોલ જી.ગાંધીનગર), રોહીત રમેશભાઈ મકવાણા (ઉ.વ.૩૩ હાલ રહે.બી- ૨૯ રત્નદીપ સોસાયટી પુજન હોસ્પીટલની બાજુમા નરોડા અમદાવાદ મુળ રહે.જુના ડીસા બ્રાહ્મણવાસ તા.ડીસા જી. બનાસકાંઠા)ને ગુન્હાના કામે અટક કરી ધોરણસર કાર્યવાહી સાઈબર ક્રાઈમ પોલીસે હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application