મોટી રાફુદળ અને રંગપર ગામમાં એલસીબીના દરોડા : કુલ ૨૧૩ બોટલ, મોબાઇલ, વાહન મળી ૬ લાખનો મુદામાલ કબ્જે : બે સપ્લાયરના નામ ખુલ્યા
લાલપુર તાલુકાના મોટી રાફુદળની વાડીમાંથી એલસીબીની ટુકડીએ ઇંગ્લીશ દારુની ૧૬૬ બોટલ, ફોરવ્હીલ અને મોબાઇલ મળી ૫.૭૬ લાખના મુદામાલ સાથે બે શખ્સને પકડી લીધા હતા, જયારે રંગપર ગામે એક મકાનમાં એલસીબીની ટુકડી ત્રાટકી હતી જયાં શરાબની ૪૭ બોટલ સાથે એક શખ્સ ઝપટમાં આવ્યો હતો. તપાસ દરમ્યાન ચોટીલા અને દલતુંગી ગામના દારુ સપ્લાયરના નામ સામે આવ્યા હતા.
એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા દારુ, જુગારના કેસ શોધી કાઢવા સુચના કરતા એલસીબી પીઆઇ વી.એમ. લગારીયાના માર્ગદર્શન મુજબ એલસીબી પીએસઆઇ આર.કે. કરમટા, પીએસઆઇ પી.એન. મોરી અને સ્ટાફના માણસો ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન એલસીબીના હરદીપ બારડ, મયુરસિંહ પરમાર તથા રુષીરાજસિંહ વાળાને દારુ અંગે હકીકત મળી હતી.
જેના આધારે લાલપુર તાલુકાના મોટી રાફુદળ ગામની સીમમાં અનવરની કબ્જાની વાડીમાં દરોડો પાડીને આરોપીઓ અનવર ઉર્ફે અનીયો અબ્દુલ બેગ, દલતુંગી ગામના માલા ઉર્ફે માલકો હીરા પંડતને પકડી પાડી તેના કબ્જામાંથી ઇંગ્લીશ દારુની ૧૬૬ બોટલ કબ્જે કરી હતી.
બોટલો ઉપરાંત બે મોબાઇલ, બોલેરો પિકઅપ વાહન મળી કુલ ૫.૭૬.૪૦૦નો મુદામાલ જપ્ત કરાયો હતો અને આરોપીઓ વિરુઘ્ધ પ્રોહી મુજબ ફરીયાદ કરી હતી. આ દારુ સપ્લાય કરનાર ચોટીલાના ભરત કાઠીનું નામ ખુલ્યુ હતું.
બીજા દરોડામાં એલસીબીની ટીમ બાતમી આધારે લાલપુરના રંગપર ગામમાં ત્રાટકી હતી જયાં રંગપર ગામના ભરવાડ પાડામાં રહેતા હેમત જીવા ઝાપડાના કબ્જાના મકાનમાં દરોડો પાડી ઇંગ્લીશ દારુની ૪૭ બોટલ, ૧ મોબાઇલ મળી ૨૩૮૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. દારુ સપ્લાય કરનાર દલતુંગી ગામના માલા હીરા રબારીનું નામ ખુલ્યુ હતું તમામની સામે પ્રોહીબીશન મુજબ ફરીયાદ કરવામાં આવી હતી.
***
વિદેશી દારુના બે ગુનામાં ફરાર શખ્સ ખંભાળીયામાં પકડાયો
ખંભાળીયા પોલીસ દ્વારા વિદેશી દારુના બે ગુનામાં નાસતા ફરતા શખ્સને પકડી પાડયો હતો.
ખંભાળીયાના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરતા ખંભાળીયાના પીઆઇ બી.જે. સરવૈયાએ આ અંગે સ્ટાફને માર્ગદર્શન આપ્યુ હતું, પેટ્રોલીંગ દરમ્યાન સ્ટાફના હેમત નંદાણીયા, કાના લુણાને ચોકકસ હકીકત મળેલ કે વિદેશી દારુના બે અલગ અલગ ગુનામાં ૧૧ માસથી નાસતા ફરતા આરોપીને રાણાવાવ તાલુકાના બિલેશ્ર્વર ગડીયાવાળા નેશ ખાતે રહેતા બધા વેજા મોરી નામના શખ્સને પકડી પાડયો હતો. આરોપી સામે ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના બે ગુના નોંધાયા હતા.
***
દરેડમાં ૨૦૦ લીટર દેશી દારુ સાથે એક શખ્સની ધરપકડ: દારુ અને ઇકો કાર મળી ચાર લાખનો મુદામાલ કબ્જે લેતી પંચ-બી
જામનગર નજીક દરેડ ગામની ઇન્દીરાનગર સોસાયટીમાં બાતમીના આધારે પંચ-બી પોલીસે દરોડો પાડીને એક શખ્સને ૨૦૦ લીટર દેશી દારુ અને ઇકો કાર સાથે દબોચી લીધો હતો.
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર દ્વારા પ્રોહીબીશન અંગે સ્પેશ્યલ ડ્રાઇવ આપેલ હોય તેમજ જામનગર જીલ્લા એસપી પ્રેમસુખ ડેલુ તથા પ્રો.પીઆઇ અજયકુમાર મીણા, ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી આર.બી. દેવધાના માર્ગદર્શન મુજબ પંચકોશી-બી પીએસઆઇ સી.એમ. કાટેલીયાની સુચનાથી સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સ્ટાફના પો.કોન્સ. મેહુલ વિસાણી, પો. કોન્સ ભયપાલસિંહ જાડેજા, પો.કોન્સ હરપાલસિંહ જાડેજાને સંયુકત બાતમી આધારે દરેડ ગામ, ઇન્દીરાનગર સોસાયટીમાંથી આરોપી વેજા વેજાણંદ ઘોડા (ઉ.વ.૩૫) રહે. દરેડ, ઇન્દીરા સોસાયટી જામનગરવાળાએ પોતાના કબ્જામાં દેશી દારુ ૨૦૦ લીટર કિ. ૪૦૦૦નો તથા હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ ઇકો કાર કિ. ૪ લાખ મળી કુલ ૪.૦૪ લાખનો મુદામાલ મળી આવતા તપાસ અર્થે કબ્જે કરી આ અંગે પ્રોહીબીશન મુજબ કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech