દર વર્ષની જેમ આ વર્ષે પણ મકરસંક્રાતિ પર્વ ઉજવણીની સાથે અનેક પરિવાર માટે શોકમય બન્યો હતો. જુદા જુદા બનાવમાં એક બાળક સહીત ત્રણ વ્યકિતના મોત થયા હતા. જેમાં ગ્રીનલેન્ડ ચોકડી નજીક મેંગો માર્કેટ પાસે ધારદાર દોરાથી ગળુ કપાવવાથી ગ્રીનલેન્ડ ચોકડી પાસે યુવકનું ઘટના સ્થળે જ કણ મોત નીપયું હતું. જયારે ઘંટેશ્વર નજીક બ્રહ્મનાદ સોસાયટીમાં ૧૦ વર્ષના બાળકનું બીજા માળેથી પડી જતાં અને જંગલેશ્વરમાં રહેતાં ૧૮ વર્ષના યુવકનું મીરા ઉધોગમાં ધાબા પરથી પતગં ઉડાડતી વખતે પડી જતાં મોત થયું છે. આ ઉપરાંત દોરીથી ગળા, હાથ, મોઢા, કાન, નાક, માથા સહિતના ભાગે ઇજા થવાથી અને વાહન તેમજ ધાબા પરથી પડી જવાના ૬૦ જેટલા બનાવ નોંધાયા હતા. અને તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવોને લઈને શહેર અને જિલ્લામાં ૧૦૮ સતત દોડતી રહી હતી જયારે સિવિલ હોસ્પિટલનો ઇમરજન્સી વિભાગ અને મીની ઓપરેશન થિયટરે સતત ધમધમતું રહ્યું હતું. ફરજ પરના તબીબો, નસગ સ્ટાફ અને કલાસ–૪ સહિતના કમર્ચારીઓ સતત સ્ટેન્ડ બાય રહ્યા હતા.
બનાવોની વિસ્તુત વિગતો મુજબ કુવાડવા રોડ પરના બેડલા ગામે રહેતો પ્રકાશ જયસુખભાઇ સેરસીયા (ઉ.વ.૨૮) નામનો પ્રજાપતિ યુવક સંક્રાતિના દિવસે બપોરે બે વાગ્યે મોટસાઇકલ લઇ નવાગામ દિવેલિયામાં રહેતા મોટાભાઈ દીપકભાઈને ઘરે જતો હતો ત્યારે ગ્રીનલેન્ડ ચોકડી પાસે મેંગો માર્કેટ નજીક પહોંચતા ધારદાર દોરો ગળામાં ફસાતા ગળામાં અંદર સુધી બેસી જવાથી ગળું કપાતા યુવક લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડો હતો. બનાવના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાકીદે ૧૦૮ને જાણ કરી હતી અને યુવકના ફોનમાંથી પરિવારજનોને જાણ કરતા પરિવારજનો પણ દોડી આવ્યા હતા. યુવકને સારવાર મળે પહેલા જ સ્થળ પર કણ મોત નીપયું હતું. બનાવની જાણ થતા બી– ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલએ ખસેડી જરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર પ્રકાશ બે ભાઇમાં નાનો અને અપરણિત હતો. અને માતા પિતા સાથે રહી બેડલામાં કરિયાણાની દુકાન ચલાવતો હતો. યુવકના મુત્યુથી તહેવારની ખુશી શોકમાં પરિણમતા પરિવારમાં આક્રદ સર્જાયો હતો. આ ઉપરાંત ગુજરાતમાં પતગં દોરીએ સુરેન્દ્રનગરના પાટડીના ઓડુ ગામના ઈશ્વરભાઈ ઠાકોર, હાલોલના રાહતલાવ ગામના ૫ વર્ષીય કુણાલ, કડીના કસ્બા વિસ્તારમાં આવેલ વીજતાર પર પડેલી પતંગની દોરીને દૂર કરવા જતાં મહિલાને કરટં લાગ્યો હતો. વડોદરાના છાણીના ૩૫ વર્ષીય મહિલા મધુરી કૌશિકભાઈ પટેલનું દોરીથી ગળુ કપાતા મોત નીપયું હતું.
ઘંટેશ્વર પાર્કમાં અગાસીએથી બાળક પડી જતા મોત
બીજા બનાવમાં જામનગર રોડ ઘંટેશ્વર પાર્ક નજીક બ્રહ્મનાદ સોસાયટી–૬માં રહેતાં અને મૂળ જામનગરના વિવેકભાઇ નવીનચદ્રં ચાંદ્રાનો ૧૦ વર્ષીય પુત્ર કશ્યપ સંક્રાંતિના દિવસે બીજા માળે આવેલી અગાસી પર હતો ત્યારે ધ્યાન ન રહેતા અકસ્માતે નીચે પટકાતા પરિવારજનો અને આસપાસના લોકો દોડી ગયા હતા અને બાળકને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર કારગત ન નીવડતા આખં મીંચી લેતા પરિવારમાં આક્રદં સર્જાયો હતો. બનાવની જાણ યુનિવર્સીટી પોલીસને કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરી કાગળો કર્યા હતા. પરિવારના જણાવ્યા મુજબ કશ્યપ ક્રિસ્ટલ સ્કૂલમાં ધો–૫માં અભ્યાસ કરતો હતો. વિવેકભાઈ વેપાર કરે છે. એકના એક પુત્રના આકસ્મિક મુત્યુથી પરિવારમાં ઉંડા શોકમાં ગરકાવ થયો છે.
થોરાળાના મીરા ઉધોગનગરમાં પતગં ચગાવતી વખતે ધાબા પરથી પટકાતા યુવકનું મોત
ત્રીજા બનાવમાં મૂળ યુપીનો અને જંગલેશ્વર શેરી નં–૨૯માં રહેતો અયાનખાન શહેજાદખાન પઠાણ (ઉ.વ.૧૮) નામનો યુવક સંક્રાતિએ થોરાળાના મીરા ઉધોગનગર–૨માં આવેલા પ્રોટેકટ પેકેજીગં કારખાનાના ધાબા પર પતગં ચગાવતો હતો ત્યારે ધ્યાન ન રહેતા નીચે પટકાવાથી ગંભીર ઈજાઓ થઇ હતી. આસપાસના લોકો દોડી આવી યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.બનાવ અંગે થોરાળા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે જરી કાર્યવાહી કરી હતી. મૃતક યુવક જંગલેશ્વરમાં મામાની સાથે રહી મજૂરી કામ કરતો હતો અને એકનો એક આધારસ્તભં પુત્ર હતો. મૃતદેહને અંતિમવિધિ માટે વતન લઇ જવાયો હતો. પરિવારમાં ગમગીની છવાઈ છે.
ગાંધીધામમાં અગાસીએથી દીકરીને તેડી નીચે ઉતરતી વખતે પટકાતા પુત્રીનું મોત: પિતાને ઇજા
ચોથા બનાવમાં કચ્છના ગાંધીધામમાં શ્રી રામ સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ મનજીભાઇ પરમાર સંક્રાતિના દિવસે બપોરના સમયે ૧૦ મહિનાની દીકરી દીપાંશી ને તેડીને અગાસીએથી નીચે ઉતરતા હતા ત્યારે પતરાની આડસ ખસી જવાથી પ્રવીણભાઈ પુત્રી સાથે નીચે પટકાતા પિતા–પુત્રીને ઇજા થવાથી પ્રથમ ગાંધીધામ બાદ બાળકીને વધુ સારવાર માટે રાજકોટ ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવતા મૃત્યુ નીપયું હતું. દીપાંશી એક ભાઇમાં નાની હતી અને પ્રવીણભાઈ રીક્ષા હંકારી પરિવારનું ગુજરાન ચલાવે છે. માસુમ પુત્રીના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. બનાવની જાણ ગાંધીધામ પોલીસને કરવામાં આવી હતી.
અગાસીએથી પડી જતા ચારને ઇજા
શહેરના ચુનારાવાડ–૩માં રહેતા કેશુભાઈ નટવરભાઈ પરમાર (ઉ.વ.૪૫) નામના યુવક, મુંજકામાં રહેતા અજયભાઇ ભરતભાઈ વચ્છરાજાણી (ઉ.વ.૩૮), શ્યામહોલ મેઈન રોડ પર આહીર ચોક નજીક રંગીલા પાર્ક–૧માં રહેતા જીવનભાઈ ગોવિંદભાઇ દહીસરીયા (ઉ.વ.૬૬) નામના પ્રૌઢ, જસદણના પાંચવડા ગામે જીતુભાઈની વાડીએ રહી ખેત મજૂરી કરતા અનિલ લાલજીભાઈ રાવત (ઉ.વ.૩૬)ના ધાબા પરથી પડી જતા ઇજા થવાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં નિવૃત્ત આર્મી મેને 1.81 કરોડ ઓનલાઇન ફ્રોડમા ગુમાવ્યા
January 15, 2025 05:45 PMજામનગર જીલ્લાના વાંસજાળિયા ગામે મેજરબ્રિજનું કેબીનેટમંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ખાતમુહુર્ત
January 15, 2025 05:39 PMજામનગરના મોટી ખાવડીથી રણુજા જાય છે સંઘ, 45 વર્ષની પરંપરા આજે પણ છે યથાવત
January 15, 2025 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech