કેન્સરના પાંચમાંથી ત્રણ દર્દીઓ ટેસ્ટ પોઝિટિવ આવતાં જ હારી જાય છે

  • February 27, 2025 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્સર ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ પાંચમાંથી ત્રણ દર્દીઓ જીંદગીની લડાઈ હારી જાય છે. ધ લેન્સેટ રિજનલ હેલ્થ સાઉથ ઈસ્ટ એશિયા જર્નલમાં એક ચોંકાવનારો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ અહેવાલ મુજબ, ભારતમાં દર પાંચમાંથી ત્રણ દર્દીઓ કેન્સરની સારવાર પછી જીવ ગુમાવે છે. આમાં મહિલાઓની સ્થિતિ વધુ ખરાબ છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે અમેરિકામાં મૃત્યુદર દર 4 માંથી 1 ની આસપાસ જોવા મળ્યો હતો, જ્યારે ચીનમાં તે 2 માંથી 1 છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (અઈસીએમઆર) ના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ચીન અને અમેરિકા પછી, કેન્સરના કેસોની દ્રષ્ટિએ ભારત ત્રીજા ક્રમે છે. વિશ્વમાં કેન્સરથી થતા કુલ મૃત્યુમાંથી 10 ટકાથી વધુ મૃત્યુ એકલા ભારતમાં થાય છે, જે ચીન પછી બીજા ક્રમે છે.
સંશોધકોના મતે, આગામી બે દાયકામાં ભારતને કેન્સરના વધુ કેસ અને તેનાથી થતા મૃત્યુનો સામનો કરવો પડી શકે છે. ગ્લોબલ કેન્સર ઓબ્ઝર્વેટરી 2022 અને ગ્લોબલ હેલ્થ ઓબ્ઝર્વેટરી ડેટાબેઝનો ઉપયોગ કરીને, સંશોધકોએ છેલ્લા 20 વર્ષોમાં ભારતમાં વિવિધ વય જૂથો અને લિંગ જૂથોમાં 36 પ્રકારના કેન્સરની તપાસ કરી. જેમાં જાણવા મળ્યું કે પુરુષો અને સ્ત્રીઓ બંનેને અસર કરતા 5 સૌથી સામાન્ય કેન્સર 44 ટકા કેસ માટે જવાબદાર છે.
ભારતમાં સ્ત્રીઓને કેન્સરનું જોખમ વધુ હોય છે, જેમાં સ્તન કેન્સર સૌથી ખતરનાક બની રહ્યું છે. તે પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં કેન્સરના નવા કેસોમાં 13.8 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે ગભર્શિયનું કેન્સર ત્રીજું સૌથી મોટું પરિબળ છે, જે 9.2 ટકા હિસ્સો ધરાવે છે.
સ્ત્રીઓમાં કેન્સરના નવા કેસોમાં લગભગ 30 ટકા સ્તન કેન્સરના હોય છે. આ પછી, ગભર્શિયના કેન્સરના લગભગ 19 ટકા કેસ છે. મોઢાનું કેન્સર સૌથી વધુ પુરુષોમાં જોવા મળ્યું હતું, જે નવા કેસોમાં 16 ટકા હતું. સંશોધન ટીમે વિવિધ વય જૂથોમાં કેન્સરના વિકાસના સ્તરમાં પણ ફેરફાર શોધી કાઢ્યા છે.
સંશોધકો માને છે કે કેન્સરના મોટાભાગના કેસો વૃદ્ધાવસ્થામાં જોવા મળે છે. આમાં 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોનો સમાવેશ થાય છે. આ પછી, 15 થી 49 વર્ષની વયના લોકોમાં કેન્સરના કેસ જોવા મળ્યા છે. કેન્સરથી થતા મૃત્યુમાંથી 20 ટકા મૃત્યુ આ વય જૂથના લોકોથી સંબંધિત હતા. આવી સ્થિતિમાં, આ વય જૂથના લોકોએ ખાસ કરીને તેમની જીવનશૈલી, આહાર અને શારીરિક પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application