રાજકોટ આત્મહત્યાનું કેપિટલ બની ગયું હોવાનું દરરોજ થતા આપઘાતના બનાવોને જોઈ કહેવું વધારે પડતું નથી. શહેરમાં ગઈકાલે ચાર યુવાન જિંદગી અને એક વૃધ્ધાના આપઘાતના બનાવ બાદ આજે વધુ ત્રણ બનાવ નોંધાયા છે. ભગવતીપરા અને નવલનગરની બે પરિણીતાએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી જયારે જિલ્લા ગાર્ડન ચોક પાસે રહેતા યુવકે ઝેરી દવા પી લેતા મોત નીપયું હતું. પ્રા વિગત મુજબ ભગવતીપરામાં સમન્વય હાઇટસ બિલ્ડિંગના ચોથા માળે રહેતી અનિતાબેન દીપકભાઈ ટમટા (ઉ.વ.૨૮) નામના નેપાળી પરિણીતાએ ગત રાત્રીના ઘરે હતી ત્યારે ગળેફાંસો ખાઈ લેતા મૃતદેહને પીએમ માટે ખસેડી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત કરનાર અનિતા બે મહિનાથી પ્રાઇવેટ નોકરી કરતા પ્રેમી દીપક ટમટા સાથે રહેતી હતી અને દિપક સાથે તેની આગલી પત્નિ અને બે સંતાન પણ રહે છે. અનિતાનો પતિ સુરત રહે છે, તેને પણ એક દિકરી છે. અનિતાનો પતિ અને દિપક બને મિત્ર હતા યારે અનિતા નેપાળમાં હતી ત્યારે જ તેને દિપક સાથે પ્રેમ હતો. એક મહિના પહેલા અનિતાને દિપક સુરતથી ભગાડી લાવ્યો હતો. અનિતા પોતાની રીતે ફાંસો ખાઈ લીધાનું દિપક અને તેની પ્રથમ પત્નીએ પોલીસને જણાવતા મોતનું કારણ જાણવા પોલીસે ફોરેન્સિક પીએમ કરાવ્યું છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ જાણી શકાશે. પોલીસે તપાસ યથાવત રાખી છે.
નવલનગરમાં પરિણીતાએ ફાંસો ખાધો
નવલનગર શેરી નં–૯માં રહેતી સુમિતાબેન આકાશભાઈ સોલંકી (ઉં.વ.૩૦) ની પરિણીતાએ ગળાફાંસો ખાઈ લેતા મૃતદેહને પીએમ માટે ખસેડો હતો. આપઘાત કરનાર પરિણીતાને એક વર્ષની પુત્રી છે તેણે માતાનો છાંયડો ગુમાવતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. તેણીએ કયાં કારણસર આપઘાત કર્યેા તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.
જિલ્લા ગાર્ડન ચોક નજીક યુવકે ઝેર પીધુ
જિલ્લા ગાર્ડન ચોકન નજીક આવેલા ગાર્ડનમાં યુવક બેભાન હાલતમાં પડો હોવાનું પસાર થતા રાહદારીને જોવા મળતા ૧૦૮ને જાણ કરતા યુવકને સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો યાં તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરતા પોલીસ હોસ્પિટલએ પહોંચી તપાસ હાથ ધરી હતી. તબીબના કહેવા મુજબ યુવકનું મોત ઝેરી દવા પીવાના કારણે થયું હોવાનું જણાવતા. યુવકની ઓળખ મેળવવા તેજવીજ: હાથ ધરી હતી. યુવકના ખિસ્સામાંથી આધાર કાર્ડ મળી આવતા તેમાં મનીષભાઈ રતિભાઈ ચાવડા (ઉં.વ.૪૦)નો અને શ્રદ્ધા પાર્ક સોસાયટી આહિર ચોકનું સરનામું જોવા મળતા મોબાઈલ નંબરના આધારે પોલીસે પરિવારને જાણ કરતા પરિવારજનો પણ હોસ્પિટલએ દોડી આવ્યા હતા. મૃતકને સંતાનમાં પુત્ર – પુત્રી છે અને તે બે ભાઇમાં મોટા હતા. કારખાનામાં મજૂરી કામ કરતા હતા. પરિવારના કહેવા મુજબ મનીષભાઈ પત્ની અને સંતાનોથી અલગ રહેતા હતા અને સવારે માતિનગરમાં રહેતા માતાને મળવા માટે ઘરે આવ્યા હતા ત્યારે પોતાને જમવું હોવાથી માતાને જમવાનું બનાવવાનું કહી થોડી વારમાં આવું છું કહી નીકળ્યા બાદ પરત ફર્યા નહતા આપઘાતનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech