લોકસભાની રાજકોટ બેઠકની આગામી તારીખ ૪ જૂનના રોજ યોજનારી મત ગણતરી પૂર્વે કેન્દ્રીય ચૂંટણી પચં દ્રારા રાજકોટ માટે વધુ ત્રણ નવા કેન્દ્રીય ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવશે. અત્યારે જનરલ ઓબ્ઝર્વેર તરીકે રાજસ્થાન કેડરના સચિવ કક્ષાના સિનિયર આઈએએસ ઓફિસર ડોકટર પૃથ્વીરાજ છે તે ઉપરાંત વધુ ત્રણ નવા ઓબ્ઝર્વર નિમવામાં આવનારા છે.
જયા મતગણતરી થવાની છે તે કણકોટ ખાતેની એન્જિનિયરિંગ કોલેજમાં કોલેજ બિલ્ડીંગ અને એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડીંગ એમ બે બિલ્ડીંગો બાજુ બાજુમાં છે. એક જ કેમ્પસ પર આવેલા આ બિલ્ડિંગના ચારે ચાર માળમાં મતગણતરીની કામગીરી હાથ ધરવામાં આવશે અને તમામ લોર પર એક– એક સેન્ટ્રલ ઓબ્ઝર્વર સતત ઉપસ્થિત રહેશે. આ તમામ ઓબ્ઝર્વર તારીખ ૨ જુનના રાજકોટ આવી પહોંચશે.
રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો દ્રારા ચૂંટણી એજન્ટ નિમવાની કામગીરી શ કરવામાં આવી છે. આ માટે જરી ફોર્મ ભરી આધાર પુરાવા સાથે એજન્ટની વિગત રજૂ કરવાની હોય છે. અત્યારે ફોર્મ ઉપાડ શ થઈ ગયો છે. કુલ ૧૪ ટેબલ પર મતગણતરી હાથ ધરવાની હોવાથી દરેક વિધાનસભા મતવિસ્તાર દિઠ ૧૪ ચૂંટણી એજન્ટ નિમવામાં આવશે. રાજકોટ સંસદીય મતવિસ્તારમાં વિધાનસભાની સાત બેઠકનો સમાવેશ કરાયો હોવાથી આવા રાજકીય પક્ષોના અને ઉમેદવારોના ચૂંટણી એજન્ટોની કુલ સંખ્યા ૯૮ થશે.
આ ઉપરાંત મતગણતરીની કામગીરી માટે સ્ટાફ નક્કી કરવા અને તેની વિગતો જિલ્લા કક્ષાની કચેરીએ મોકલવાની સૂચના તમામ વિધાનસભા મતવિસ્તારના રીટરનિગ ઓફિસરોને આપવામાં આવી છે. સ્ટાફની વિગતો ઉપલબ્ધ થયા પછી તેનું બે વખત રેન્ડમાઈગેશન કરવામાં આવશે. છેલ્લા રેન્ડમાઇઝેશનમાં ટેબલ મુજબ ડુટી ફાળવવામાં આવશે. એકાદ હજાર જેટલા કર્મચારીઓની મતગણતરીમાં જર પડશે અને તે મુજબ આગામી સાહે ઓર્ડર કરવામાં આવશે.
સૌપ્રથમ તો મતપત્રકોની ગણતરી કરવામાં આવશે. અગાઉની ચૂંટણીઓની સરખામણીએ આ વખતે અનેકગણાં વધુ બેલેટ પેપર તંત્રને મળ્યા છે અને તેથી કાઉન્ટિંગ માટે અલગથી હોલની વ્યવસ્થા કરવામાં આવી છે. બેલેટ પેપર નું કાઉન્ટિંગ બે કલાક જેટલું ચાલે તેવી શકયતા છે અને તેના કારણે પ્રારંભિક ટ્રેન્ડ મોડા મળે તેવી શકયતા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની ભારતની મેચ દુબઈમાં યોજાશે, પીસીબીએ કયુ કન્ફર્મ
December 23, 2024 03:51 PMકોલ્ડવેવ: તાવ–શરદી–ઉધરસ, ઝાડા–ઊલટીના ૨૦૬૭ કેસ
December 23, 2024 03:49 PMરૈયારોડ પર પાસે દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો: ૩.૭૭ લાખનો મુદ્દામાલ કબજે
December 23, 2024 03:48 PMટેકાના ભાવે ખરીદી કેન્દ્રની તુલનાએ રાજકોટ માર્કેટ યાર્ડમાં પાંચ ગણી વધુ મગફળી આવી
December 23, 2024 03:47 PMરાજકોટ જિલ્લામાં રેશનિંગ જથ્થો સપ્લાય ન કરનાર એજન્સીને ૧૮.૨૫ લાખનો દડં
December 23, 2024 03:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech