જામનગર માં સાત રસ્તા સર્કલ પાસે ખાનગી બસને ઓવરટેક કરવાના પ્રશ્ને બસ ચાલક અને બાઇક સવાર બે યુવાનો વચ્ચે બોલાચાલી થયા પછી બસ ચાલક સહિત ત્રણ શખ્સોએ બંને યુવાનો પર હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર નજીકથી ઢીંચડા માં રહેતો નીતિન કેશાભાઈ કોડીયાતર નામનો વિદ્યાર્થી યૂવાન પોતાના બાઈકમાં પોતાના મિત્ર મયુરભાઈ ને બેસાડીને સાત રસ્તા સર્કલ પાસેથી પસાર થઈ રહ્યો હતો. જે દરમિયાન એક લક્ઝરી બસ નીકળતાં તેને ઓવરટેક કરી હોવાથી હોર્ન વગાડવાના મામલે બસ ચાલક અને બાઇક ચાલક વચ્ચે તકરાર થઈ હતી.
ત્યારબાદ જી.જે. ૧૦ ટી.વાય. ૦૭૭૫ નંબરની બસનો ચાલક અને તેના બે સાગરીતોએ બાઈક ચાલક નીતિન અને તેના મિત્ર મયુર ને રોકીને હાથમાં પહેરેલા કડા અને લોખંડના પાઇપ વડે હુમલો કરી નાક અને કાનમાં ઈજા પહોંચાડી હતી. તેથી ઇજાગ્રસ્ત યુવાનને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. પોલીસે લક્ઝરી બસના ચાલક સહિત ત્રણ સામે ગુનો નોધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબેંકમાંથી કારલોન લઈ રૂ.17.85 ભરપાઈ નહીં કરનારા આરોપીને દોઢ વર્ષની જેલ સજા
April 09, 2025 02:33 PMપેઢીમાં સ્લિપિંગ પાર્ટનરે રોકેલા 30 લાખ ઓળવી જનારા બે ભાગીદારોને ૧ વર્ષની કેદ
April 09, 2025 02:31 PMઘંટેશ્વર 25 વારિયામાંથી સગીરાનું અપરહરણ કરનાર શખસ ઝડપાયો
April 09, 2025 02:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech