બોરીચા-બખરલા રોડ પર પશુ ચરાવવા બાબતે વૃધ્ધ ઉપર ત્રણ શખ્શોએ કર્યો હુમલો

  • September 25, 2024 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બોરીચા-બખરલા રોડ પર પશુ ચરાવવા બાબતે વૃધ્ધ ઉપર ત્રણ શખ્શોએ  હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. બોરીચાના બસસ્ટેશન પાસે રહેતા દાનાભાઇ પુનાભાઇ ચાવડા નામના ૬૨ વર્ષના વૃધ્ધે એવી ફરિયાદ નોંધાવી છે કે તેઓ તેમના પશુઓને લઇને ચરાવવા માટે બોરીચા બખરલા રોડ પરથી નીકળ્યા ત્યારે એક બાઇકમાં ત્રણ અજાણ્યા માણસો બેઠા હતા જેમાં બે શખ્શો પાસે કોદાળી હતી તેઓ દાનાભાઇને ગાળો બોલવા લાગ્યા હતા  અને આડેધડ માર મારવા લાગ્યા હતા તથા ‘આજે તો તને મારી નાખવો છે.’ કહી હત્યાની ધમકી આપી હતી. આથી દાનાભાઇએ બુમાબુમ કરતા તેઓ નાશી છૂટયા હતા અને ત્યારબાદ દાનાભાઇને રીક્ષા મારફતે અને ત્યારબાદ ૧૦૮માં પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે ત્યાંથી તેમણે માર મારનારા અજાણ્યા ત્રણ ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application