પડધરીના ન્યારા ગામે કરીયાણીની દુકાન ધરાવનાર યુવાન અને તેના ભાઇ પર ગામમાં જ રહેતા ત્રણ શખસોએ લાકડી અને પાઇપ વડે હત્પમલો કર્યેા હતો.આરોપી ઉઘારમાં માલ લેતો હોય જેના .૫૦ હજાર આપવાના બાકી હોય જે બાબતે અગાઉ થયેલી માથાકૂટનો ખાર રાખી આ હત્પમલો કરવામાં આવ્યો હતો.
પડધરીના ન્યારા ગામે રહેતા જમીન મકાન લે વેચના ધંધાર્થી અરવિંદભાઈ કેશુભાઈ વાઘેલા (ઉ.વ ૩૦) દ્રારા પડધરી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના સગા નાનાભાઈ લાલજીભાઈને ગામમાં પાન, કરિયાણા અને પંચરની દુકાન આવેલી છે તેમની દુકાને ગામમાં જ રહેતો રમેશ દુદાભાઈ મકવાણા અવારનવાર ઉધારમાં વસ્તુ લેતો હોય જેના રૂપિયા ૫૦,૦૦૦ બાકી હોય જે આપતો ન હતો જે બાબતે એક વર્ષ પહેલા માથાકૂટ થઈ હતી. પરંતુ ગામના આગેવાનોએ મધ્યસ્થી કરતા સમાધાન કરી નાખ્યું હતું. તેમછતાં આ રમેશ દા પી દુકાને આવી જેમ ફાવે તેમ બોલતો હોય છે.
દરમિયાન ગઈકાલે ફરિયાદી તથા તેનો ભાઈ લાલજી બંને અહીં બજરગં પ્રોવિઝન સ્ટોર ખાતે ઉભા હતા ત્યારે જગદીશ દુદાભાઈ મકવાણા તેનો ભત્રીજો મિહિર કાંતિ મકવાણા અને જીતુ સોમાભાઈ મકવાણા અહીં પાઇપ અને લાકડી સાથે ધસી આવ્યા હતા. ત્રણેય ફરિયાદી તથા તેના ભાઈને ગાળો આપી માર મારવા લાગ્યા હતા. જેમાં ફરિયાદીને હાથમાં પાઇપ લાગી ગયો હતો. બાદમાં આ શખસોએ અહીં દુકાન પાસે પડેલી ફરિયાદીની આઈ– ૨૦ કારમાં પાઇપ ફટકારી નુકસાન કયુ હતું. તેમજ આ ઝપાઝપીમાં ફરિયાદીનો ત્રણ તોલાનો ચેન પણ કયાંક પડી ગયો હતો. બાદમાં ફરિયાદી અરવિંદભાઈને ૧૦૮ મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેણે આ ફરિયાદ નોંધાવી છે.
અન્ય એક બનાવમાં જસદણમાં રહેતા પારસ હરેશભાઈ રાઠોડ (ઉ.વ ૨૭) દ્રારા નોંધાવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે તેઓ પરિવાર સાથે કારમાં સાળંગપુર દર્શન કરવા ગયા હતા. ત્યાંથી પરત અહીં ઘરે આવતા ઘર પાસે પહોંચતા તેમના કાકાનો પુત્ર તુષાર ઉર્ફે બધ્ધો રમેશભાઈ રાઠોડ સામેથી કાર લઈને આવ્યો હતો તેના હાથમાં છરી હોય આ છરી વડે તેણે કાચ પર મારી હતી બાદમાં તેણે ફરિયાદીના પગમાં છરીનો ઘા મારી દીધો હતો. આ સાથે તેનો મિત્ર રવિ ઉર્ફે જગા ઉર્ફે ટકો ડાભી પણ અહીં હોય તે ગાળાગાળી કરતો હતો દરમિયાન દેકારો થતાં આ બંને શખસો બાઈકમાં નાસી ગયા હતા. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવાને ફરિયાદમાં જણાવ્યું છે કે, શેરીમાં તાજેતરમાં આરસીસી રોડ બનાવવામાં આવ્યો હોય આ નવા બનેલા રોડ પર કૌટુંબિક ભાઈ તુષાર તથા તેના બનેવીને ચાલવાની ના પાડતા તેનો ખાર રાખી આ હત્પમલો કરવામાં આવ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMયુવકે પલંગને કારમાં ફેરવ્યો, ગાદલું અને ઓશીકું પણ મૂક્યું, જોઈને લોકો આશ્ચર્યચકિત થઇ ગયા!
April 04, 2025 04:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech