ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં રહેતા એક વૃદ્ધ રાજાવદર ગામે જુગાર રમી આ જુગારની બાજીમા માતબર રકમ જીતી પરત આવી રહ્યા હતા. તે વેળાએ જુગારની બાજીમા હારેલા શખ્સના કાવત્રાનો ભોગ બન્યા હતો. વૃદ્ધ એલઆઈસી એજન્ટને સ્કોર્પિયો કારમાં આવેલ બે શખ્સોએ રોડ વચ્ચે આંતરી છરીની અણીએ રોકડા રૂપિયા ૨.૭૦ લાખની લૂંટ ચલાવી ફરાર થઈ જતાં વૃદ્ધે ત્રણ શખ્સો વિરુદ્ધ બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગે જાણવા મળતી માહિતી અનુસાર મહુવા તાલુકાના દેગવડા ગામના વતની અને હાલ મહુવા શહેરમાં આવેલ સેંતાનગરમા પ્લોટનં-૯ માં રહેતા ભરત લક્ષ્મીશંકર જાની (ઉ.વ.૬૨) છેલ્લા ૩૦ વર્ષથી એલઆઈસી એજન્ટ તરીકે કામ કરે છે. આ વૃદ્ધ જુગારની લત ધરાવતા હોય અને અવારનવાર જુગાર રમવા જતા હોય તે દરમ્યાન રાજાવદર ગામના વાઘાભાઈ પાંચાભાઈ લાફકાના સંપર્કમાં આવ્યા હતા. દરમ્યાન વાઘાભાઈએ ભરતભાઈને તેના ઘરે જુગાર રમવા માટે આમંત્રણ આપ્યું હોય આથી ભરત રોકડા રૂપિયા ૧.૪૦ લાખ લઈને વાઘાભાઈના ઘરે જુગાર રમવા ગયો હતો. જેમાં અડધી કલાક જુગાર રમતા ભરતભાઈ વાઘાભાઈ પાસેથી રૂપિયા ૧.૩૦ લાખ જેવી માતબર રકમ જીતી ગયો હતો. અને કુલ રૂ.૨.૭૦ લાખ લઈને ઘરે જવા રવાના થઈ રહ્યો હતો. તે વેળાએ વાઘાભાઈના ઘરે આવેલ બે શખ્સોનો પરીચય વાઘાભાઈએ ભરતભાઈને કરાવ્યો હતો. જેમાં લાલાભાઈ હકાભાઈ મેર (રહે.કાળાતળાવ) તથા પકો સિંધી તરીકે ઓળખાણ કરાવી હતી. આ વ્યક્તિને મળી ભરતભાઈ મહુવા તરફ જઈ રહ્યા હતા. તે વેળાએ બેલમપર-ગળથરગામ વચ્ચે જીવનજ્યોત વિદ્યાલય પાસે વાઘાભાઈના ઘરે ઓળખાણ કરાવેલ લાલો અને પકો નંબર પ્લેટ વિનાની સ્કોર્પિયો કારમાં પીછો કરી આવ્યા હતા. અને ભરતભાઈને રોડ વચ્ચે આંતરી જુગારમાં જીતેલ રૂપિયા આપી દેવા જણાવ્યું હતું. આથી ભરતભાઈએ ખીસ્સામાં થી ૪૦ હજાર રોકડા લાલાભાઈને આપતા લાલાભાઈએ છરી વડે હુમલો કરી જુગારના જીતેલા રૂપિયા માંગતા ભરતભાઈને હાથે છરી થી ઈજા પહોંચી હતી. દરમ્યાન પકાએ ભરતભાઈની બાઈક પર ટીંગાડેલ રૂપિયા ભરેલી થેલી ઝુટવી લીધી હતી. અને ભરતભાઈના ખીસ્સામાં થી મોબાઈલ પાકિટ તથા બાઈકની ચાવી લઈ જય ઠાકર લખેલી સ્કોર્પિયો કારમાં ફરાર થઈ ગયા હતા. દરમ્યાન ભરતભાઈએ તપાસ કરતા મોબાઈલ તથા પાકીટ અને ચાવી ખારી ગામ પાસે રોડ સાઈડમાં એક પીજીવીસીએલના કર્મચારીને મળી આવતા તેની પાસે થી મેળવી ઈજા અંગે હોસ્પિટલમાં સારવાર લઈ બગદાણા પોલીસ સ્ટેશનમાં વાઘાભાઈ પાંચાભાઈ લાફકા, લાલાભાઈ હકાભાઈ મેર તથા પકા સિંધી વિરુદ્ધ બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅચાનક કેમ વધી ગરમી? ઠંડીની મૌસમમાં લોકો પાડી રહ્યા છે પરસેવો...જાણો કારણ
January 22, 2025 10:58 PMગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech