રાહદારીની નજર ચૂકવી રોકડ સેરવી જતાં પારદી ગેંગના ત્રણ સાગરીત પકડાયા

  • June 20, 2023 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બેન્ક/પોસ્ટ ઓફીસમાંથી પૈસાની લેતી દેતી કરતા ગ્રાહકો તેમજ મુસાફરો, રાહદારીઓની નજર ચુકવી, રોકડ રકમની ચોરી કરનાર પરપ્રાંતીય પારદી ગેંગના ત્રણ શખ્શો ને અમરેલી રવિવારી બઝાર માંથી રોકડા રૂ.૧,૧૫,૦૦૦/- સાથે  અમરેલી એલ.સી.બી. ટીમેં  ઝડપી લઇ  અમરેલી જિલ્લા સહિત કુલ ૧૬ ચોરીઓનો ભેદ ઉકેલી નાખેલ હતો.ગઇ તા.૦૬ જૂન  ના રોજ પ્રકાશભાઇ ત્રીકમદાસ કાનાબાર, ઉ.વ.૩૯, રહે.અમરેલી,  વાળાના પિતા ત્રીકમદાસ અમરેલી પોસ્ટ ઓફીસમાં એફ.ડી.ના નાણા પાકતા હોય, જે નાણા ઉપાડ્વા  માટે અમરેલી પોસ્ટ ઓફીસ ખાતે ગયેલ હોય, અને નાણા ઉપાડી પોતાની દુકાને આવતા હોય તે દરમિયાન આ ટિકમદાસના પેન્ટના ખીસામાં એફ.ડી.ના ઉપાડેલ નાણા પૈકીના રૂ.૫૦,૦૦૦/- ભીડ ભાડનો લાભ લઇ કોઇ અજાણ્યા ચોર ઇસમે ચોરી કરી લઇ ગયેલ હોય, જે અંગે ની ફરિયાદ અમરેલી સિટી પોલીસમાં નોંધાયેલ હતી  


તો બીજી ઘટના   ગઇ તા.૨૯ મેં  નાં રોજ ક્લુભાઇ નનકાભાઇ ખાચર, ઉ.વ.૫૯, રહે.ઈંગોરાળા  તા.ધારી વાળા ખેતી કામ તથા બીચારણની ખરીદી કરવા સારૂ ચલાલા એસ.બી.આઇ. બેન્કમાંથી નાણા ઉપાડી પ્લાસ્ટીકની થેલીમાં રાખેલ હતા અને બેન્કની પાસબુકમાં એન્ટ્રી કરતા હોય તે દરમ્યાન આ પ્લાસ્ટીકની થેલીમાં રાખેલ રોકડા રૂપિયા પૈકી રૂ.૫૦,૦૦૦/ - કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગચેલ હોય, જે અંગેની  ફરીયાદ આપતા ચલાલા  પોલીસમાં નોંધાયેલ હતી ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવેલ. અમરેલી નેત્રમ પ્રોજેકટ અંતર્ગત કમાન્ડ કંટ્રોલ સેન્ટરના સ્ટાફની મદદથી બનાવ વાળી જગ્યાની આજુ બાજુના તમામ સી.સી.ટી.વી. ફુટેજો ચેક કરવામાં આવેલ. ગઇ કાલ તા.૧૮ રોજ અમરેલી સીટી વિસ્તારમાં પેટ્રોર્લીંગ દરમિયાન મળેલ ચોક્કસ બાતમી હકિકત આધારે અમરેલી, ગાંધીબાગ સામે, રવિવારી બજારમાંથી શંકાસ્પદ ત્રણ ઈસમો મુકેશભાઇ તુલસીરામ ગુમર (પારદી), ઉ.વ.૪૫, રામપતી મુકેશભાઇ ગુગર (પારદી), ઉ.વ.૨૦,  કપીલ મહોબ્બતસિહ પવાર (પારદી), ઉં.વ.૧૯ ત્રણેય શખ્શો રહે.હાલ અમરેલી, મુળ રહે મધ્યપ્રદેશ ને પકડી પાડેલ અને તેની પાસેથી ઉપરોક્ત ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા મળી આવતા પકડાયેલ ઇસમોની સઘન પુછ પરછ કરતા તેઓએ ઉપરોકત ચોરીઓ સહિત કુલ ૧૬ ગુનાઓની કબુલાત આપતા તેઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ હતા આ પરપ્રાંતીય તસ્કર ગેન્ગે  અમરેલી જિલ્લામાં અમરેલી, ચલાલા, ધારી, લાઠી, સાવરકુંડલા, બાબરા તેમજ ભાવનગર, બોટાદ, રાજકોટ, જામનગર, દેવભુમી દ્વારકા, અમદાવાદ, વડોદરાથી ચોરીઓ કરેલની કબુલાત આપેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application