પોરબંદરના એરપોર્ટ પર ગઇકાલે બપોરે લેન્ડિંગ કરી રહેલ ભારતીય કોસ્ટકાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થતા ત્રણ જવાનો શહીદ થયા છે હેલિકોપ્ટર રનવે પાસે જ સંપૂર્ણપણે સળગી ગયું હતું, ત્યારે સુરક્ષા એજન્સીઓમાં પણ ભારે અરેરાટી ફેલાઈ છે
પોરબંદરના એરપોર્ટ પર રનવે પાસે બનેલી આ દુર્ઘટનાની વિગત એવી છે કે કોસ્ટગાર્ડનું એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર તેની રૂટીન કામગીરી કરીને પરત ફયુ હતું અને પોરબંદરના એરપોર્ટ ઉપર રનવે ખાતે લેન્ડ થતું હતું ત્યારે અચાનક કોઈ ટેકનીકલ ખામી સર્જાતા આ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું અને જોતજોતામાં તે અગન ગોળો બની ગયું હતું.
બપોરે ૧૨:૧૦ મિનિટે સર્જાયેલી આ દુર્ઘટના ની જાણ થતા એરપોર્ટ સંકુલમાં જ આવેલ કોસ્ટગાર્ડ એર એનકલેવ ખાતેથી અને એરપોર્ટમાંથી ફાયર ફાઈટર પહોંચી ગયા હતા તે ઉપરાંત પોરબંદર મહાનગરપાલિકાના ફાયર ફાઈટરને પણ દોડાવવામાં આવતા બે ફાયર ફાઈટર સાથે જવાનો પહોંચી ગયા હતા અને પાણીનો મારો તાત્કાલિક ચલાવવામાં આવ્યો હતો.
ફાયર બ્રિગેડના જવાનો આગ પર કાબુ મેળવતા હતા એ દરમિયાન જ હેલિકોપ્ટર સંપૂર્ણપણે સળગી ગયું હતું અને તેમાંથી ત્રણ જવાનોને બહાર કાઢીને એમ્બ્યુલન્સ મારફતે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.
પોરબંદર કોસ્ટગાર્ડના એક પાયલોટ અને અન્ય બે કર્મચારીઓ આ હેલિકોપ્ટરમાં સવાર હતા જેમને સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા યાં ફરજ પરના તબીબો એ તેમને મૃત જાહેર કર્યા હતા. જેમાં ખૂબ જ ગંભીર હાલતમાં સળગી ગયેલા મૃતદેહ નું પેનલ ડોકટર પીએમ કરવા માટે જામનગર લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
બનાવની જાણ થતા હોસ્પિટલ ખાતે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, કોસ્ટ ગાર્ડ ના ડીઆઇજી પંકજ અગ્રવાલ,ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા, જિલ્લા પોલીસવડા ભગીરથ સિંહ જાડેજા સહિત અનેક આગેવાનો સરકારી ભાવસિંહજી હોસ્પિટલે દોડી ગયા હતા અને મૃતકના પરિવારજનોને સાંત્વના આપી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech